Gujarat Tourism : IRCTCએ પ્રવાસીઓ માટે ગુજરાત ટુર પેકેજ રજૂ કર્યું છે. આ ટૂર પેકેજ 8 દિવસનું છે. આ ટૂર પેકેજનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે વાઈબ્રન્ટ ગુજરાત છે. આ ટૂર પેકેજ બેંગલુરુથી શરૂ થશે. આ ટૂર પેકેજ IRCTC દ્વારા દેખો અપના દેશ અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજની શરૂઆતી કિંમત 39,440 રૂપિયા રાખવામાં આવી છે. આઈઆરસીટીસીના આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ફ્રી હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે IRCTC દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે વિવિધ ટૂર પેકેજ ઓફર કરતી રહે છે. આ પ્રવાસ પેકેજ દ્વારા પ્રવાસીઓ સસ્તી અને સગવડતાથી પ્રવાસ કરે છે અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે છે. IRCTCનું ગુજરાત ટૂર પેકેજ 7 દિવસ અને 8 રાતનું છે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ દ્વારકા, પોરબંદર, સોમનાથ, ભાવનગર, અમદાવાદ, કેવડિયા અને વડોદરાની મુલાકાત લેશે. પ્રવાસીઓ આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરાવી શકે છે. આ ટૂર પેકેજ 14મી ડિસેમ્બરથી શરૂ થશે. ટૂર પૅકેજમાં પ્રવાસીઓ માટે રહેવાની અને ભોજનની વ્યવસ્થા મફત હશે.


એક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશે


જો તમે આ ટૂર પેકેજમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ ભાડું 52950 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે ટૂર પેકેજમાં બે લોકો સાથે મુસાફરી કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 40800 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે ટૂર પેકેજમાં ત્રણ લોકો સાથે મુસાફરી કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 39400 રૂપિયા ચૂકવવા પડશે. 5 થી 11 વર્ષના બાળકોનું ભાડું 36100 રૂપિયા હશે જેમાં બેડનો પણ સમાવેશ થાય છે. બેડ વગરના બાળકોને 32950 રૂપિયા ચૂકવવા પડશે. ટુર પેકેજમાં 2 થી 4 વર્ષની વયના બાળકોનું ભાડું 25100 રૂપિયા રાખવામાં આવ્યું છે.


જો તમે 2024 ના અંતમાં અને 2025 ની શરૂઆત પહેલા ગુજરાત ફરવા માંગો છો તો આ શ્રેષ્ઠ તક છે. સસ્તામાં ગુજરાત ફરવાની આ અનોખી તક છે. 


આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી