Can Diabetic Patient Drink Tender Coconut Water: નારિયેળનું પાણી પીવું હંમેશા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, કારણ કે તે એક કુદરતી પીણું છે, અને તે ટેટ્રાપેક અથવા બોટલ્ડ જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સ કરતાં ઘણું સારું છે. નાળિયેરનું પાણી આપણને હાઈડ્રેટ કરે છે અને એનર્જી આપે છે, પરંતુ શું ડાયાબિટીસના દર્દીઓ પણ તે પી શકે? નારિયેળના પાણીમાં નેચરલ શુગર હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ તેને પીતા હંમેશા ડરતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ કરતાં નારિયેળ પાણીમાં વધુ પોષક તત્વો હોય છે. તેમાં ચરબીનું પ્રમાણ નહિવત હોય છે, તેમજ જે લોકો તેનું નિયમિત સેવન કરે છે તેમના શરીરને પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. નારિયેળનું પાણી પીવાથી શરીરના ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે, જેના કારણે અનેક રોગોનો ખતરો ટળી જાય છે.


ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે, તેઓએ આ કુદરતી પીણું દરરોજ પીવું જોઈએ કારણ કે તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઓછો છે. નારિયેળના પાણીમાં હાજર મેગ્નેશિયમ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે. નારિયેળ પીવાથી શરીરમાં પાણીની ઉણપ પણ દૂર થાય છે અને સાથે જ તેમને અદ્ભુત એનર્જી પણ મળે છે.


નાળિયેર પાણીની સાથે, ડાયાબિટીસના દર્દીઓ તેની અંદર રહેલ મલાઈ પણ ખાઈ શકે છે, કારણ કે તે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે ચયાપચયને સુધારવામાં મદદ કરે છે. ઉપરાંત મલાઈ ખાવાથી શરીરની ચરબી ઓછી થાય છે, તેથી મલાઈને નિયમિત આહારનો ભાગ બનાવવો જોઈએ કારણ કે તેમાં સારું કોલેસ્ટ્રોલ હોય છે અને તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
આ 25 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ! મેઘતાંડવથી ગુજરાતનો વારો પાડશે વરુણદેવ
રાજ્યમાં શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ, જોવા મળશે મેઘતાંડવ, ગુજરાત માટે રેડ એલર્ટ
હવે જો ચોમાસું ખેંચાય તો પણ વાંધો નહિ આવે : જુલાઈના આરંભે જ ગુજરાતના ડેમ છલકાયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube