સરળ નથી પાપાની પરીને સંભાળવી, માત્ર આ 4 વાતોનું રાખો ધ્યાન પછી તમારા ગુણગાન ગાશે પત્ની
આ વાતનો ઇનકાર ના કરી શકાય કે દરેક માણસનો વ્યવહાર એકબીજાથી ખુબ જ અલગ હોય છે. કેટલાક લોકો જ્યાં શાંત સ્વભાવના હોય છે, તો કેટલાક લોકોને હસવું-બોલવું ખુબ જ ગમે છે. બરાબર એજ એપ્રોચ તેમના લગ્ન જીવનમાં પણ જોવા મળે છે
Relationship Tips: લગ્ન જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ એક એવો સંબંધ છે જેને નિભાવવા માટે પતિ-પત્ની બંનેને સમજદાર બનવું પડે છે. બંને સમજદાર લોકો જ્યાં તેમનું લગ્ન જીવન સરળતાથી નિભાવે છે, તો કેટલાક સંબંધ એક પાર્ટનરના વર્તનના કારણે બરબાદ થઈ જાય છે. આવું ત્યારે વધારે બને છે જ્યારે તેઓ સમજી નથી શકતા કે કેવી રીતે તેમણે એકબીજાને હેન્ડલ કરવા જોઇએ.
આ વાતનો ઇનકાર ના કરી શકાય કે દરેક માણસનો વ્યવહાર એકબીજાથી ખુબ જ અલગ હોય છે. કેટલાક લોકો જ્યાં શાંત સ્વભાવના હોય છે, તો કેટલાક લોકોને હસવું-બોલવું ખુબ જ ગમે છે. બરાબર એજ એપ્રોચ તેમના લગ્ન જીવનમાં પણ જોવા મળે છે. આવું એટલા માટે કેમ કે, કેટલીક જોડી જ્યાં સંપૂર્ણ રીતે એકબીજાને સપોર્ટ કરી પોતાની શરતો પર જીવન વિતાવવાનું પસંદ કરે છે. તો કેટલાક પોતાના પાર્ટનર પર નિર્ભર હોય છે. દોકે, કપલ્સની પસંદ નાપસંદ એકબીજાથી અલગ હોવી એટલો મોટો મુદ્દો નથી. પરંતુ વિવાહિત સંબંધમાં મુશ્કેલી ત્યારે વધે છે જ્યારે છોકરી પોતાના પરિવારની લાડલી હોય છે.
આ પણ વાંચો:- આઇલા! ત્રણ મોઢાવાળો ચિત્તો, ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઈ ચિત્તાની દુર્લભ તસવીર
આ એટલા માટે કેમ કે, જે છોકરીઓ લાડ-પ્રેમથી ઉછરી હોય છે. તેમને સમજવી બીજાની સરખામણીએ થોડુ મુશ્કેલ બને છે. આ છોકરીઓ ના માત્ર દરેક ક્ષણે તમારી પાસે સારા રહેવાની અપેક્ષા રાખે છે પરંતુ લગ્નની શરૂઆતના મહિનામાં તેને એડજસ્ટ કરવામાં પણ ઘણી મુશ્કેલીઓ આવે છે. એવામાં જો તમે પણ પાપાની પરી સાથે લગ્ન કરી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
પ્રેમની ચાહના
જો તમે એક એવી છોકરી સાથે લગ્ન કર્યા છે જે પોતાના ઘરમાં ખુબ જ પ્રેમથી ઉછરી છે. તો તે તમારી પાસે પણ એ જ અપેક્ષા રાખશે. બની શકે કે તમે તેના માતાપિતાની જેમ તેને મોટા રેસ્ટોરન્ટમાં ડિનર માટે ના લઇ જઈ શકો, તેમના પર વધુ પૈસા ખર્ચી ના શકો, જેટલું તેના માતા-પિતા તેના પર કરતા હતા. પરંતુ તેમ છતાં તમે તેના માટે નાની-નાની વસ્તુ કરવાનું ચાલુ રાખો. આ એટલા માટે કેમ કે, તેને બાળપણથી પેમ્પરવાળો માહોલ મળ્યો છે. જો આ બધુ એકદમથી બંધ થઈ જાય તો તેની ખરાબ અસર તેના પર પડી શકે છે.
ઇમોશન્સનું રાખો ધ્યાન
ઘણી છોકરીઓ અત્યારે પણ એવી છે જેની બાળપણમાં દરેક ડિમાન્ડ પૂરી કરવામાં આવતી હતી. તે કંઈપણ પોતાના માતાપિતા પાસે માંગતી, તેને તરત જ મળી જતી હતી. આ એક કારણ પણ છે વધુ ડિમાન્ડ પૂરી થવાથી તેના મનમાં એક વિચિત્ર સ્તરની જીદ ઘર કરી જાય છે. આવી છોકરીઓ ના માત્ર ખુબ વધારે ઇમોશનલ હોય પરંતુ ડિમાન્ડ પૂરી ના થવા પર તે તેના સાથી પર ગુસ્સો પણ કરે છે. જોકે, તે સમયે સૌથી સારું રહેશે કે આ પરિસ્થિતિને સંપૂર્ણ રીતે પ્રેમથી હેન્ડલ કરવામાં આવે. બની શકે કે, તમારા સમજાવ્યા બાદ તેના વ્યવહારમાં થોડો ફેરફાર આવે.
આ પણ વાંચો:- યોનિમાંથી નીકળી રહ્યું છે સફેદ પાણી, આ 5 પ્રાકૃતિક વસ્તુથી દૂર કરો સમસ્યા
અટેન્શન આપવું પણ જરૂરી
જો તમારી પત્ની તેના માતા-પિતાની લાડલી છે, તો તમારે સમજવું પડશે કે તેને દરેક વાતમાં અટેન્શન લેવાની આદત છે. તે એકદમ એવી જ અપેક્ષા તમારી પાસે રાખશે. જોકે, દરેક સમયે તમારા માટે પાર્ટનરને અટેન્શન આપવું થોડું અઘરું બની શકે છે. પરંતુ તેમ છતાં તેને ક્યારેક સ્પેશિયલ ફિલ કરાવી શકો છો. તમારી પત્નીને અહેસાસ કરાવો કે તે તમારી લાઇફનો કેટલો જરૂરી ભાગ છે.
મેલ ઇગો સંભાળો
જો તમારા લગ્ન પાપાની પરી સાથે થયા છે, તો તમારે તમારો મેલ ઇગો થોડો ઇગ્નોર કરવો પડશે. બની શકે છે લગ્ન બાદ પણ તેનો પરિવાર તેને પ્રેમથી ગિફ્ટ કે પછી પૈસા આપતા હોય. તેમાં ખોટું લગાડવાની કોઈ વાત નથી. આ એટલા માટે કેમ કે, આવી છોકરીઓ માતા-પિતાની લાડલી હોય છે. લગ્ન બાદ પણ માતા-પિતા આ રીતે બાળકો પર પ્રેમ લુટાવતા રહે છે. એવું પણ બની શકે છે કે, તમે તેમની મોંઘી ગિફ્ટ સામે તેને કંઈ આપી ન શકો. પરંતુ એવો પ્રયત્ન કરો કે ક્યારે સાસુની પસંદની સાડી અથવા ઘરના અન્ય કોઈ સભ્યને તમારા બજેટની અંદર રિટર્ન ગિફ્ટ આપો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube