ગોળ જેટલો સ્વાસ્થ્ય માટે સારો છે એટલો જ સુંદરતા વધારવા માટે પણ કારગર, કરાવશે આ ફાયદા
Jaggery For Face: ભોજન બાદ થોડો ગોળ ખાઈ લેવાથી પાચન શક્તિ વધે છે અને ખોરાક સરળતાથી પચી જાય છે આ વાત કદાચ મોટાભાગના લોકો જાણતા હશે. પણ શું તમે જાણો છો કે ગોળ જેટલો સ્વાસ્થ્ય માટે સારો છે.
Surprising Benefits of Jaggery: ગોળ જેટલો સ્વાસ્થ્ય માટે સારો છે એટલો જ સુંદરતા વધારવા માટે પણ કારગર છે. ભોજન બાદ થોડો ગોળ ખાઈ લેવાથી પાચન શક્તિ વધે છે અને ખોરાક સરળતાથી પચી જાય છે આ વાત કદાચ મોટાભાગના લોકો જાણતા હશે. પણ શું તમે જાણો છો કે ગોળ જેટલો સ્વાસ્થ્ય માટે સારો છે એટલો જ સુંદરતા વધારવા માટે પણ કારગર છે. જી..હા ગોળનો ઉપયોગ ....તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ગોળના છે ઘણા ફાયદા ખાસ કરીને ગોળ સ્કિન માટે ખુબ ફાયદાકારક છે હવે તમે વિચારતા હશો કે ગોળ કઈ રીતે ફાયદાકારક છે. નિયમિત રીતે ઓર્ગેનિક અથવા દેશી ગોળ ખાવાથી ચહેરાના ખીલ અને ડાઘ-ધબ્બા દૂર થાય છે ...
ઉંમર વધવાની સાથે કરચલીઓ ચહેરા પર વધવા લાગે છે. તેનાથી બચવા માટે ડેઈલી ડાયટમાં થોડો ગોળ ખાવો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. તેના પેક માટે 1 ચમચી ગ્રેપ્સના પલ્પમાં, 1 ચમચી બ્લેક ટી, ચપટી હળદર, 1 ચમચી ગોળ અને રોઝ વોટર મિક્સ કરી 15 મિનિટ ચહેરા પર લગાવો અને પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો.
આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: Income Tax પેયર્સને મળશે અત્યાર સુધીની સૌથી મોટી ભેટ, મોદી સરકારે કર્યું મોટું પ્લાન
આ પણ વાંચો: શું તમે પણ બોટલનું પાણી પીઓ છો? જો પીતા હોવ તો થઈ જાવ સાવધાન
- આજ કાલ દરેક યુવાનો પીમ્પલ્સથી પરેશાન છે જો આપને પણ છે આ પરેશાની તો ગોળ છે અક્સીર...
પીમ્પલ્સ દુર કરે છે ગોળ જી હા નિયમિત રીતે ઓર્ગેનિક અથવા દેશી ગોળ ખાવાથી ચહેરાના ખીલ અને ડાઘ-ધબ્બા દૂર થાય છે. ગોળનુ પેક બનાવીને પણ લગાવી શકો છો. તેના માટે 1 ચમચી ગોળને 1 ચમચી ટામેટાંના રસ અને અડધાં લીંબૂના રસમાં મિક્સ કરી લેવું.., પછી તેમાં ચપટી હળદર અને થોડી ગરમ ગ્રીન ટી મિક્સ કરો. આ પેક ચહેરા પર લગાવી 15 મિનિટ પછી ધોઈ લો.
આ પણ વાંચો: ભારતના આ સ્થળ સામે સ્વિત્ઝરલેન્ડ પણ લાગશે ફિક્કું, પણ ભારતીયો માટે નો એન્ટ્રી
આ પણ વાંચો: કંપનીનો અનોખો આદેશ: ખરાબ પ્રદર્શન પર કર્મચારીઓ જ એકબીજાને મારે થપ્પડ, થઈ રહી છે ટીકા
આ પણ વાંચો: કમાલના છે આ 4 બેંક શેર! 1 વર્ષમાં 43% સુધીનું આપી શકે છે વળતર, એક્સપર્ટની સલાહ
વાળને ભરાવદાર અને હેલ્ધી બનાવે ગોળ
ગોળમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ વાળને ભરાવદાર અને હેલ્ધી બનાવે છે. તેના માટે 1 ચમચી ગોળ , 2 ચમચી મુલતાની માટી, અડધો કપ દહીં અને પાણી મિક્સ કરીને પેક બનાવી લો. પછી આ પેક વાળ ધોવાના 1 કલાક પહેલાં વાળમાં લગાવો. તેનાથી વાળ મુલાયમ અને શાઈની બનશે.
લોહીને સાફ કરે છે
લોહી અશુદ્ધ હોવાથી સ્વાસ્થ્ય અને સ્કિન સંબંધી ઘણાં પ્રોબ્લેમ્સ થઈ શકે છે. જેથી ગોળ લોહીને સાફ રાખવાની સાથે એનિમિયાનો રોગ પણ દૂર કરે છે. લોહી સાફ હોવાથી ચહેરા પર એક્ને, ફોલ્લી, ખીલ થતાં નથી. જેથી રોજ થોડો ગોળ ખાવો. પણ હા જે લોકો ઓવર વેઈટ અથવા ડાયાબિટીસના શિકાર છે તેમણે ગોળ ખાતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.
આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube