Junagadh: ગુજરાતમાં ફરવા લાયક ઘણી જગ્યાઓ આવેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ ભુમિ તીર્થધામો, સ્થાપત્યકલા અને ઐતિહાસિક સ્થળોથી છલોછલ છે. બસ જરુર છે કુદરતને મનભરીને માણવા માટેના સમયની. તો જો તમે પણ ફરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છો અને તમારે કુદરતને મન ભરીને માણવી છે તો જૂનાગઢને તમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન બનાવો. જૂનાગઢમાં એવા સ્થળો આવેલા છે જ્યાં તમે કુદરતની લીલાઓમાં રાચી શકો છો, પ્રકૃતિને નિહાળી શકો છો, પ્રકૃતિને પામી શકો છો... તો ચાલો તમને જણાવીએ જૂનાગઢ શહેરના આવા સ્થળ વિશે જેના વિશે જાણી તમે જૂનાગઢ ફરવા જવા મજબૂર થઈ જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિરનાર


ગિરનાર પર્વતોનો સમુહ છે જયાં સિધ્ધ ચોર્યાસીનાં બેસણાં છે. આ પર્વતના પાંચ ઊંચા શિખરોમાં ગોરખ શિખર, અંબાજી, ગૌમુખી, જૈન મંદિર અને માળીપરબનો સમાવેશ થાય છે. ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. હિંદુ ધર્મમાં માન્યતા છે કે ગિરનાર ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં પ્રમુખ ધાર્મિક સ્થળોમાંથી એક છે. ગિરનાર પર્વત પર હિંદુ, જૈન અને મુસ્લિમો સમુદાયના પવિત્ર સ્થળ આવેલા છે.


આ પણ વાંચો: શિયાળાની ખરેખરી મજા માણવી હોય તો ઘરે ટ્રાય કરો અસ્સલ કાઠિયાવાડી ઉંધીયુ, નોંધી લો રીત


ઉપરકોટ


ઉપરકોટ જૂનાગઢના રક્ષાકવચ સમાન હતું. ઉપરકોટનો કિલ્લો સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. નગરની સુરક્ષા માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉપરકોટના કિલ્લામાં રાણકદેવીનો મહેલ, તેમનો લગ્ન મંડપ તોપ સહિતના જોવાલાયક સ્થળ છે. ઉપરકોટ આજે પણ અડીખમ છે ઈતિહાસ યાદ કરાવે છે. 


અશોકનો શિલાલેખ


જૂનાગઢમાં આજે પણ લગભગ 2,300 વર્ષ પહેલાનો સમ્રાટ અશોકનો સંદેશ જળવાયેલો છે. આ શિલાલેખ પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકે 14 આજ્ઞાઓ કોતરાવેલી છે. સામાન્ય લોકો માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.  


આ પણ વાંચો: જૂના ટુથ બ્રશની મદદથી આ 4 કામ કરવામાં રહે છે સરળતા, કલાકનું કામ થઈ જશે મિનિટોમાં


દામોદર કુંડ


ગિરનાર તરફ જવાના રસ્તામાં પવિત્ર અને પ્રાચીન દામોદર કુંડ આવેલો છે. લોકવાયકા મુજબ ભકતકવિ નરસિંહ મહેતા અહીં રોજ દર્શન કરવા આવતા હતા. ધાર્મિક માન્યતા એવી પણ છે કે આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે. આ કુંડના પાણીમાં અસ્થિ આપમેળે ઓગળી જાય છે.  દામોદર કુંડ પ્રાચીન ધરોહર હોવાની સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. અહીં આવનારને મનની શાંતિનો અનુભવ થાય છે.


મહોબત મકબરો


ગુજરાતનો તાજમહેલ એટલે જૂનાગઢમાં આવેલો મહોબત મકબરો. આ મકબરો બહાઉદ્દીનભાઈ હસનભાઈની કબર છે. જ્યારે જૂનાગઢમાં નવાબોનું શાસન હતું તે સમયે એટલે કે લગભગ 18મી સદીમાં આ મકબરો બંધાવવામાં આવ્યો છે. મકબરાનું બાંધકામ બેજોડ અને સુંદર છે.


આ પણ વાંચો: ચહેરા પરથી 7 દિવસમાં ગાયબ થઈ જશે જિદ્દી ડાઘ, આ વસ્તુઓને દૂધ સાથે લગાડો ચહેરા પર


વિલિંગ્ડન ડેમ


જૂનાગઢ શહેરથી 3 કિલોમીટરથી દૂર વિલિંગ્ડન ડેમ આવેલો છે. આ ડેમ આખા શહેરના લોકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. વિલિંગ્ડન ડેમની સુંદરતા કોઈપણ વ્યક્તિનું મન મોહી શકે છે. આ ડેમ ચારેતરફથી લીલોતરી અને પહાડોથી ઘેરાયેલો છે. 


સક્કરબાગ


જુનાગઢ શહેરમાં ફરવાલાયક સ્થળમાંથી એક આ પ્રાણી સંગ્રહાલય પણ છે. આ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં થયું હતું. એશિયાઈ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે.