Skin care tips: ચહેરા પરથી 7 દિવસમાં ગાયબ થઈ જશે જિદ્દી ડાઘ, આ વસ્તુઓને દૂધમાં મિક્સ કરી લગાડો ચહેરા પર

Skin care tips: દૂધ પીવાથી સ્વાસ્થ્યને જેટલો ફાયદો થાય છે તેટલો ફાયદો ત્વચા ને પણ થાય છે. ખાસ કરીને કાચા દૂધનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ચહેરાની સુંદરતા વધે છે. કાચા દૂધમાં એવા પોષક તત્વો હોય છે અને લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાને નેચરલી એક્સપોલિયેટ કરે છે. તેનાથી ડેડ સ્કિન સેલ દૂર થાય છે અને ત્વચાની રંગતમાં પણ સુધારો આવે છે. 
 

Skin care tips: ચહેરા પરથી 7 દિવસમાં ગાયબ થઈ જશે જિદ્દી ડાઘ, આ વસ્તુઓને દૂધમાં મિક્સ કરી લગાડો ચહેરા પર

Skin care tips: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેથી ઘણા લોકો દિવસ દરમિયાન અને ખાસ કરીને રાત્રે સુતા પહેલા દૂધ પીતા હોય છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીર માટે આવશ્યક છે. દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને સ્નાયુનો વિકાસ થાય છે સાથે જ શરીરને એનર્જી પણ મળે છે. દૂધ પીવાથી સ્વાસ્થ્યને જેટલો ફાયદો થાય છે તેટલો ફાયદો ત્વચા ને પણ થાય છે. ખાસ કરીને કાચા દૂધનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ચહેરાની સુંદરતા વધે છે. કાચા દૂધમાં એવા પોષક તત્વો હોય છે અને લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાને નેચરલી એક્સપોલિયેટ કરે છે. તેનાથી ડેડ સ્કિન સેલ દૂર થાય છે અને ત્વચાની રંગતમાં પણ સુધારો આવે છે. 

કાજુ દૂધ અને કેળા

કેળાની પેસ્ટ બનાવીને તેમાં કાચું દૂધ ઉમેરી તેને ચહેરા પર લગાડવાથી ચહેરો સુંદર અને સ્કીન ટાઈટ થાય છે. કેળા અને કાચા દૂધનું મિશ્રણ ફેસ માસ્ક તરીકે ચહેરા પર લગાડી 15 મિનિટ સુધી રહેવા દો ત્યાર પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લો.

કાચું દૂધ અને ટમેટા

કાચા દૂધ અને ટામેટાનું ફેસપેક પણ ચહેરા પર નિખાર લાવે છે અને ડાઘ દૂર કરે છે. તેના માટે ચાર મોટી ચમચી કાચા દૂધમાં એક ચમચી ટામેટાનું પલ્પ મિક્સ કરો. આ મિશ્રણને બરાબર મિક્સ કરી ચહેરા પર ફેસ માસ્કની જેમ લગાડો અને 15 મિનિટ સુધી સૂકાવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.

કાચા દૂધનું ક્લીંઝર

કાચા દૂધનો ક્લીંઝર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે તેનાથી ત્વચા સ્વસ્થ રહે છે. કાચા દૂધમાં પ્રોટીન સહિતના જરૂરી મિનરલ્સ હોય છે અને આયરન પણ હોય છે જે ત્વચા માટે ખૂબ જ જરૂરી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news