બસ અડધું લીંબુ કરશે જાદુ જેવું કામ, ઘરમાં નહીં ફરકે એક પણ મચ્છર
Home Remedies For Mosquito: જો ઘરમાં મચ્છર થવા લાગે તો તેને દૂર કરવાના ઉપાય તુરંત કરવા જોઈએ. આમ તો મચ્છર ભગાડવાના લિક્વિડ પણ બજારમાં સરળતાથી મળી રહે છે. પરંતુ આખો દિવસ જો તમારે ઘરને મચ્છરથી સુરક્ષિત રાખવું હોય તો તમે કેટલીક કુદરતી વસ્તુઓથી આ ઉપાય કરી શકો છો.
Home Remedies For Mosquito: દર વર્ષે આ સિઝન દરમિયાન મચ્છર સહિતના જીવજંતુઓનો ત્રાસ વધી જાય છે. ખાસ કરીને મચ્છર નો પ્રકોપ ડેન્ગ્યુ જેવી ભયંકર બીમારી આપી શકે છે. તેથી જો ઘરમાં મચ્છર થવા લાગે તો તેને દૂર કરવાના ઉપાય તુરંત કરવા જોઈએ. આમ તો મચ્છર ભગાડવાના લિક્વિડ પણ બજારમાં સરળતાથી મળી રહે છે. પરંતુ આખો દિવસ જો તમારે ઘરને મચ્છરથી સુરક્ષિત રાખવું હોય તો તમે કેટલીક કુદરતી વસ્તુઓથી આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી દિવસ દરમિયાન પણ ઘરમાં મચ્છર નહીં ફરકે.
આ પણ વાંચો:
ગરમી વધતાં ઘરમાં વધી જાય છે ગરોળીની સંખ્યા, ઘરમાંથી ગરોળી ભગાડવા કરો આ સરળ કામ
ઘરની વસ્તુઓને કોતરી ખાતા ઉંદર ઊભી પૂંછડીએ ભાગશે... એવા જબરદસ્ત છે આ ઘરગથ્થુ નુસખા
ગરોળી એકવારમાં જ ભાગી જશે ઘરમાંથી, અજમાવો આ દેશી નુસખા
લીમડો
લીમડા ન ઘણા બધા ફાયદા છે. લીમડો સ્વાસ્થ્ય અને સુંદરતા બંને વધારે છે તેની સાથે જ ઘરમાંથી મચ્છરને પણ ભગાડી શકે છે. નાળિયેરના તેલ સાથે લીમડાનું તેલ મિક્સ કરીને તેનો પ્રયોગ કરવાથી ઘરમાંથી મચ્છર ભાગી જાય છે. કારણ કે લીમડાની જે સુગંધ હોય છે તે મચ્છરને દૂર રાખે છે. તેના માટે નાળિયેરનું તેલ અને લીમડાનું તેલ મિક્સ કરીને શરીર પર લગાડી લેવું તેનાથી મચ્છર તમારી આસપાસ પણ નહીં ફરકે.
લીંબુ
લીંબુનુ તેલ અને નીલગીરીનું તેલ પણ મચ્છરથી તમને સુરક્ષિત રાખશે. આ મિશ્રણની સૌથી સારી વાત એ છે કે બંને વસ્તુ પ્રાકૃતિક હોવાથી શરીર ઉપર તેની કોઈ આડસર નહીં થાય. તમે લીંબુનું તેલ અને નીલગીરીનું તેલ મિક્સ કરીને એક મિશ્રણ બનાવી લો અને પછી બહાર જતી વખતે શરીર પર તેનો ઉપયોગ કરો. લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકાય છે. લીંબુની સુગંધ મચ્છરને તમારાથી દુર રાખશે.
કપૂર
મચ્છરથી સુરક્ષિત રહેવું હોય તો કપૂરનો ઉપાય પણ કામ લાગે છે. તેના માટે રૂમમાં બધા જ દરવાજા અને બારી બંધ કરીને કપૂર સળગાવવું. 15 મિનિટ રૂમને બંધ રહેવા દો અને પછી દરવાજો ખોલી દેવાથી મચ્છર ઘરમાંથી ભાગી જશે.