Hair Care Tips: વાળને ઝડપથી લાંબા કેવી રીતે કરવા, વાળને ખરતા કેવી રીતે અટકાવવા, વાળને કુદરતી રીતે કાળા કેવી રીતે કરવા... આ બધા જ પ્રશ્નોનો જવાબ મોટાભાગના લોકો શોધતા હોય છે. વાળની સમસ્યાઓને દૂર કરવા માટેના ઘરેલુ નુસખા લોકો શોધતા હોય છે. જો તમને પણ આ ત્રણમાંથી કોઈ એક સમસ્યા છે અથવા તો ત્રણેય સમસ્યા છે તો તેને દૂર કરવાનો એક જોરદાર ઘરેલુ નુસખો આજે જણાવી દઈએ. આ ઘરેલુ નુસખાથી વાળની ત્રણ ગંભીર સમસ્યાથી મુક્તિ મળી જાય છે. આ નુસખો અજમાવવાથી વાળ ઝડપથી લાંબા પણ થાય છે વાળ ખરતા પણ અટકે છે અને સફેદ વાળનો ગ્રોથ પણ અટકી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પ્રિયંકા ચોપડા ત્વચાને સુંદર બનાવવા લગાડે છે આ ફેસપેક, જાણો બનાવવાની રીત


વાળની ત્રણ સમસ્યાને દૂર કરતા ઘરેલુ નુસખામાં મેથી અને કલોંજીનો ઉપયોગ કરવાનો છે. મેથી અને કલોંજીનો ઉપયોગ કરવાથી વાળની સમસ્યાથી છુટકારો મળે છે. તેનાથી વાળ લાંબા થાય છે અને કાળા પણ રહે છે. મેથી અને કલોંજીનું મિશ્રણ વાળનો ગ્રોથ વધારે છે. તેનાથી વાળ ઘાટા પણ થાય છે અને કાળા પણ રહે છે. તો ચાલો તમને જણાવીએ મેથી અને કલોંજીનો ઉપયોગ વાળમાં કેવી રીતે કરવો ? 


વાળમાં કેવી રીતે લગાડવી મેથી અને કલોંજી 


આ પણ વાંચો: પલ્સ પોઈંટ પર આ વસ્તુ લગાડી છાંટો પરફ્યૂમ, આખો દિવસ શરીરમાંથી આવતી રહેશે સુગંધ


વાળની સમસ્યા દૂર કરતો આ ઘરેલુ નુસખો અજમાવવા માટે તમને બે ચમચી મેથી દાણા, એક ચમચી કલોંજી, બે જાસૂદના ફૂલ, એક ગ્લાસ પાણીની જરૂર પડશે.


આ પણ વાંચો: સુંદર અને ગ્લોઈંગ સ્કીન માટે મોંઘી ક્રીમ નહીં વાપરવી પડે જો દહીંનો આ રીતે કરશો ઉપયોગ


સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ઉકાળવા મૂકો અને તેમાં મેથી, જાસુદના ફૂલ અને કલોંજી ઉમેરો. પાણી ચોથા ભાગનું બચે ત્યારે ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણમાં વિટામિન ઈ અથવા તો તમે જે તેલ વાપરતા હોય તેની એક ચમચી ઉમેરો. હવે આ મિશ્રણને ગાળી અને એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે રાત્રે સુતા પહેલા આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાડો. 5 થી 10 મિનિટ હળવા હાથે માલીશ કરો અને પછી રાત આખી આ મિશ્રણને વાળમાં જ રહેવા દો. બીજા દિવસે સવારે શેમ્પુ કરી લો. આ સ્પ્રેનો નિયમિત ઉપયોગ કરશો એટલે થોડા જ દિવસમાં વાળની સમસ્યાઓ દૂર થતી જોવા મળશે


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)