Dandruff Removing Tips: વાતાવરણમાં ફેરફાર થાય એટલે વાળમાં ખોડાની સમસ્યા વધી જાય છે. ઘણી વખત તો માથામાં ખોડો એટલો વધી જાય છે કે હાથ લગાવો તો હાથમાં પણ સફેદ પોપડી આવી જાય. ખોડાના કારણે સ્કેલપ પણ નિર્જીવ થઈ જાય છે. તેના કારણે વાળ ખરવા અને વાળ ડ્રાય થઈ જવાની તકલીફ પણ વધી જાય છે. તેવામાં આજે તમને ખોડા થી મુક્તિ અપાવે તેવા ઘરેલુ નુસખા વિશે જણાવીએ. આ ઘરેલુ નુસખા અજમાવીને તમે ખોડાથી મુક્તિ મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગરોળી એકવારમાં જ ભાગી જશે ઘરમાંથી, અજમાવો આ દેશી નુસખા


કાચા પપૈયાનો કરો આ રીતે ઉપયોગ, એક જ વારમાં વાળ થઈ જશે Dandruff Free


આખો દિવસ શરીરમાં રહેશે સ્ફુર્તી, સવારે નાસ્તામાં પીઓ બદામ-કેળાની સ્મૂધી



વાળમાં તેલ ન લગાવો


જો તમને માથામાં ખોડાની સમસ્યા છે તો તમારી કોઈપણ પ્રકારનું તેલ માથામાં લગાડવું જોઈએ નહીં. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા વધી શકે છે.


અન્યના કાંસકાનો ન કરો ઉપયોગ


જો તમને વાળમાં ડેન્ડ્રફ છે તો તમારે કોઈનો ઉપયોગ કરેલો કાસકો ઉપયોગમાં લેવો જોઈએ નહીં. અને પોતે જે કાંસકા નો ઉપયોગ કરો તેને પણ સમયાંતરે સાફ કરતા રહેવું.


એક્સરસાઇઝ પછી વાળને ધોવા


જો તમે રોજ વર્કઆઉટ કરતા હોય અથવા તો ફિઝિકલ એક્ટિવિટી વધારે રહેતી હોય તો વાળમાં પણ પરસેવો થતો હોય છે તેથી વાળને પાણીથી સાફ જરૂરથી કરવા.


વાળની સફાઈનું રાખો ધ્યાન


ડેન્ડ્રફ દૂર કરવા માટે સ્કેલપની સ્વચ્છતા પર ધ્યાન આપવું જરૂરી છે. તેના માટે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત માથું ધોવું જોઈએ. સાથે જ એવા શેમ્પુનો ઉપયોગ કરો જેમાં બે ટકા કીટોકોનોજોલ હોય.


વાળની લાંબા સમય સુધી ઢાંકીને ન રાખો


જો તમે તડકામાં નીકળતી વખતે માથા પર ટોપી પહેરો છો તો કલાકો સુધી ટોપી પહેરી ન રાખો. ઉનાળા દરમિયાન ટોપીનો ઉપયોગ કરવાથી વાળમાં પડશે એવો થાય છે અને ખોડાની સમસ્યા વધી શકે છે.