જમવાનુ બનાવતા ડુંગળી-ટામેટાનો મસાલો બળી જાય તો ટેન્શન ન લેતા, આ ટિપ્સથી શાકનો સ્વાદ પાછો આવશે
Ways To Fix A Burnt Curry: અનેકવાર એવું થાય છે કે જમવાનું બનાવતા સમયે થોડી પણ લાપરવાહી દાખવાય તો શાક માટે તૈયાર કરાયેલા મસાલા બળી જાય છે, અને કઢાઈમાં નીચે ચોંટી જાય છે. જેને કારણે ખાવાનો સ્વાદ અને તમારી મહેનત બધુ બરબાદ થઈ જાય છે. પરંતુ આ ટિપ્સ તમારું ફૂડ બરબાદ નહિ કરી શકે
Ways To Remove Burnt Taste From Foods: ખાવાનું બનાવવું એ એક કલા છે. જે આ કલાને જાણે છે તેમની હેલ્થ અને સ્વાદ બંને સલામત રહે છે. અનેકવાર ખાવાનું બનાવતા સમયે થોડી લાપરવાહીને કારણે શાક બનાવતા સમયે ધ્યાન રહેતુ નથી અને તે બળી જાય છે. જો તમારી સાથે પણ આવુ થાય તો તેના એક નહિ અનેક ઉપાય છે. 4 સરળ કિચન ટિપ્સથી તમે તમારી મહેનત બરબાદ થતા બચાવી શકો છો. આમાથી શાકનો સ્વાદ પણ બચી રહેશે. જાણી લો આ ટિપ્સ.
કઢાઈ પર ચોંટ્યા પછી તેને ઉખાડો નહિ
ખાવાનું બનાવતા સમયે જો શાકભાજી કે દાળના મસાલા વાસણના તળ સાથે લાગી જાય તો ઉખડવાની ભૂલ ન કરો. હંમેશા લોકો મસાલા બળવા પર આ ભૂલ કરે છે. જેનાથી ખાવાનું સ્વાદ ખરાબ થઈ જાય છે. બળેલો મસાલો શાક સાથે મળીને તેનો ટેસ્ટ ખરાબ કરી દે છે. આવામાં જ્યારે આવુ થાય તો બળેલા મસાલાના ઉખાડવાની ભૂલ ન કરો. પરંતુ બળેલા વગરનો ભાગ બીજા વાસણમાં કાઢીને મૂકી દો.
આ પણ વાંચો : કેવું હશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, તસવીરો જોઈને કહેશો ભાવનગર નહિ દૂબઈ છે
બટાકાથી ટેન્શન દૂર કરશે
મસાલા બનાવતા સમયે જો તે બળવા લાગે તો મસાલામાં એક કાચો બટાકો છીનીને મિક્સ કરી દો. થોડા સમય સુધી ધીમી આંચ પર પકાવો. 10 મિનિટ બાદ બટાકાને બહાર કાઢી લો. બટાકા કડવા અને બળેલા સ્વાદને અંદર શોષી લે છે.
દૂધ અને દહીનો ઉપયોગ
શાક કે ગ્રેવીનો મસાલો બળી રહ્યો હોય તો તરત વાસણમાં બે ચમચી દહી, દૂધ કે પછી ક્રિમ મિક્સ કરીને તેને બે-ત્રણ મિનિટ પકાવો. બાદમાં ગ્રેવીને ધીરે ધીરે પકાવો. આનાથી બળેલા મસાલામાં ફ્લેવર અને સ્વાદ બંને ખાવામાં નહિ નડે.
આ પણ વાંચો : અમદાવાદીઓનો શ્વાસ પણ ઝેરી, પીરાણાનો ડુંગર ઝેર ઓકી રહ્યો છે, પ્રદૂષણ ત્રણ ગણું વધ્યું
ઘી
જો શાકનો મસાલો કે દાળનો તડકો હળવો બળી જાય તો તેમાં બે ચમચી દેશી ઘી એડ કરી દો. દેશી ઘીની મહેંક બળેલા ફૂડની મહેંકને છુપાવી દેશે. અને ખાવાનો સ્વાદ પણ વધશે.