Kitchen Hacks: દાડમની છાલ સુકાઈને કડક થઈ ગઈ હોય તો આ ટ્રિક અપનાવો, મહેનત વિના ઝડપથી ઉતરશે છાલ
Kitchen Hacks: દાડમ એવું ફળ છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. પરંતુ દાડમ સાથે મુસીબત એ થાય છે કે એક કે બે દિવસ દાડમને ફ્રિજમાં રાખવામાં આવે તો તેની છાલ કડક થઈ જાય છે. કડક થયેલી છાલને દૂર કરવામાં તકલીફ પડે છે. આવું તમારી સાથે પણ થતું હોય તો હવેથી આ ટ્રીક અજમાવજો. આ ટ્રીક અપનાવશો તો સુકાયેલી દાડમની છાલ તુરંત જ ઉતરી જશે.
Kitchen Hacks: મોટાભાગના ઘરમાં ફ્રુટ એકસાથે માર્કેટમાંથી લાવીને ઘરમાં રાખવામાં આવે છે. મોટાભાગે ગૃહિણીઓ એક અઠવાડિયાના સામાનનો સ્ટોક કરી લેતી હોય છે. ફ્રુટ અને શાકભાજીને ફ્રીજમાં સ્ટોર કરી લેવામાં આવે છે જેથી તે ખરાબ ન થાય. આમ તો બધી જ વસ્તુ ફ્રીજમાં સારી રીતે રહે છે પરંતુ જો દાડમ ફ્રીજમાં રાખવામાં આવે તો એક કે બે દિવસમાં જ તેની છાલ સુકાઈને કડક થઈ જાય છે.
દાડમની છાલ કડક થઈ જાય તો પછી તેને ઉતારવી મુશ્કેલ હોય છે. ઘણી વખત કડક થયેલી છાલને ઉતારતી વખતે એ હાથમાં લાગી પણ જાય છે. આવી તકલીફથી બચવા માટે શું કરવું તેનો રસ્તો આજે તમને જણાવીએ. આજે તમને જણાવીએ એવા હેક્સ વિશે જેને અપનાવશો તો દાડમની છાલ કાઢવી ચપટી વગાડવા જેવું કામ થઈ જશે. આ ટ્રીક ને અપનાવશો તો દાડમનો એક પણ દાણો વેસ્ટ નહીં થાય અને સરળતાથી દાડમની છાલ પણ ઉતરી જશે.
આ પણ વાંચો: નકારાત્મક વિચારથી પરેશાન છો ? અપનાવી લો આ 5 આદતો, હંમેશા રહેશો ખુશ અને પોઝિટિવ
દાડમને પાણીમાં રાખો
જો દાડમની છાલ કડક થઈ ગઈ હોય તો તેની છાલ ઉતારતા પહેલા થોડી મિનિટ માટે તેને પાણીમાં રાખી દો. દાડમને પાણીમાં રાખશો એટલે તેની છાલ સોફ્ટ થવા લાગશે અને પછી સરળતાથી છાલ કાઢી શકાશે. એના માટે એક બાઉલમાં પાણી ભરીને દાડમને તેમાં રાખી દો. બે મિનિટ પછી દાડમના બે ટુકડા કરી ફરીથી તેને પાણીમાં રાખી દો. ત્યારબાદ પાણીમાં અને પાણીમાં દાડમના દાણા અલગ કરશો તો છાલ ઝડપથી ઉતરી જશે.
આ પણ વાંચો:આ 5 ટીપ્સ ફોલો કરશો તો શિયાળામાં હોઠ ફાટશે નહીં, ગુલાબની પાંદડી જેવા કોમળ રહેશે
માઇક્રોવેવમાં ગરમ કરો
આ વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ જો દાડમને માઇક્રોવેવ માં થોડી સેકન્ડ માટે પણ ગરમ કરી લેશો તો તેની છાલ ઝડપથી ઉતરી જશે. દાડમ સુકાઈ ગયું હોય તો ફ્રીજમાંથી તેને બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દો. ત્યાર પછી માઇક્રોવેવમાં 20 સેકન્ડ માટે દાડમને ગરમ કરો. આમ કરશો એટલે દાડમની છાલ ફક્ત થઈ જશે અને પછી સરળતાથી તેને ઉતારી શકાશે.
આ પણ વાંચો:ઘરમાં હાજર આ વસ્તુઓથી કપાળની કાળાશ દૂર થઈ જશે, 1 પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય
વિનેગરની મદદ
દાડમ હદ કરતાં વધારે સુકાઈ ગયું હોય તો ચાકુથી તેને કાપવાની ભૂલ કરવી નહીં. તેના બદલે વિનેગરની મદદ લેવી. તેના માટે એક બાઉલમાં પાણી ભરી લો. હવે તેમાં વિનેગર ઉમેરીને દાડમને 15 મિનિટ માટે તેમાં પલાળી દો. 15 મિનિટ પછી દાડમની છાલ ઉતારશો તો સરળતાથી ઉતરી જશે.
આ પણ વાંચો:Turmeric: હળદરમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, પાર્લર જેવી ચમક ઘરે જ મળશે
વેલણની મદદ લો
જો દાડમ સુકાઈ ગયું હોય અને તેની અંદર દાણા હોય તો. દાડમને કાપતા પહેલા વેલણથી ધીરે ધીરે દાડમની ચારે તરફ થપથપાવો. વધારે જોરથી વેલણ મારવું નહીં. ધીરે ધીરે ચારે તરફ વેલણ ફેરવશો એટલે દાડમ ના દાણા છાલથી અલગ પડવા લાગશે. ત્યારબાદ દાજદાર ચાકુની મદદથી દાડમની છાલ પર ચીરા કરી દો. આ રીતે દાડમની છાલમાંથી દાણા ઝડપથી નીકળી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)