પ્રેશર કૂકર વર્તમાન સમયમાં એવું સાધન છે કે દરેક ઘરમાં લગભગ રસોઈ કરવામાં ઉપયોગમાં લેવાતું હોય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે કૂકરમાં ભોજન જલદી બની જતું હોય છે તથા ગેસ અને અન્ય બળતણનો પણ બચાવ થાય છે. પરંતુ આ સાથે અવારનવાર આપણા ધ્યાનમાં એવા સમાચારો પણ આવતા હોય છે કે રસોડામાં રસોઈ કરતી વખતે કૂકર ફાટ્યું, કૂકર ઉછળ્યું, કૂકરમાં બ્લાસ્ટ થયો વગેરે...ત્યારે કૂકરનો ઉપયોગ કરતી વખતે નાની નાની સાવધાની ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કારણ કે તમારી એક નાનકડી ભૂલ પ્રેશર કૂકર ફાટવાનું કારણ બની શકે છે. આથી જ્યારે જ્યારે કૂકરનો ઉપયોગ કરતા હોવ તો કૂકર સાથે આપેલી માર્ગદર્શિકાઓ ધ્યાનમાં લેવી જોઈએ. કૂકરમાં ભોજન બનાવવામાં ઉતાવળ જરાય ન કરવી જોઈએ. કૂકરમાં કઈ વસ્તુ બનાવતી વખતે તેમાં એકદમ પેક થઈ જાય એટલું ક્યારેય ન ભરવું જોઈએ. પાણી પણ પૂરતા પ્રમાણમાં રાખવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું


1. ઘરમાં કોઈ પણ કૂકરનો ઉપયોગ કરતા હોય તો તેમણે તેને મધ્યમ આંચ ઉપર જ રાખવું જોઈએ. આંચ એટલી બધી વધારે ન હોવી જોઈએ કે જીથી કરીને ફ્લેમ સાઈડ વોલ પર આવી જાય. હંમેશા  ફ્લેમ નીચલા સર્ફેસ સુધી જ રહેવી જોઈએ. 


2. પ્રેશર કૂકરમાં ચોખા, પાસ્તા, ઓટ્સ, બીન્સ વગેરેને અડધાથી વધુ ભરવા જોઈએ નહીં. નહીં તો પ્રેશર વધી જતા તે પાછા બહાર નીકળી શકે છે. વાસણની અંદર નિશાન હોય છે અને એટલે એ ધ્યાન રાખો કે કૂકરમાં વધુ ખાવાનું ભરવું નહીં. 


3. પ્રેશર કૂકરનો ઉપયોગ કરતી વખતે સ્ટીલના ચમચી કે અન્ય કોઈ વસ્તુથી તેને ઠોકો નહીં. આમ કરવાથી પ્રેશર કૂકરનું પ્રેશર સરળતાથી આ જગ્યાઓમાંથી નીકળવા લાગશે. 


4. જો કૂકરમાં ઉપયોગમાં લેવાતી રબર રિંગમાં કોઈ ખરાબી હોય તો તરત બદલાવી દેવી જોઈએ. ખરાબ  રબરથી ગેસ બની શકતો નથી. તેનાથી મોટું જોખમ રહે છે. 


5. પ્રેશર કૂકરની સફાઈ કરતી વખતે તેની સીટી  બહાર કાઢીને સારી રીતે સાફ કરો. તેને નાના બ્રશથી પણ સાફ કરી શકો છો. સીટીને સાફ કર્યા બાદ તેને ફરીથી સારી રીતે લગાવી દો. 


6. કૂકરમાં દાળ, ચોખા કે બટાકા અથવા તો અન્ય કોઈ વસ્તુ પકવતા હોવ તો ધ્યાન રાખવું કે પાણીનું પ્રમાણ યોગ્ય રાખવું. જો કૂકરમાં પાણી નહીં હોય તો આમ કરવાથી સૂકું કૂકર વધુ વરાળ બનાવશે. જેનાથી કૂકર ફાટવાનું જોખમ વધી જાય છે. 


7. સીટીને સાફ કરતી વખતે તેને ઉતારીને પાણીમાં પલાળી દો અને પછી એક નાના બ્રશથી તેને બરાબર સાફ કરી લો. અનેકવાર સીટીમાં દાળના દાણા, ચોખાના દાણા કે અન્ય ચીજો ફસાઈ જાય છે. આથી તેને બરાબર સાફ કરો અને નજરઅંદાજ બિલકુલ ન કરો. સફાઈ બાદ તેને ફરી તેની જગ્યા પર લગાવી દો. 


કૂકર ફાટે તો?
સામાન્ય રીતે કૂકર ફાટ્યા બાદ લોકોને ખબર નથી પડતી કે તે સમયે શું કરવું. આવામાં સૌથી પહેલા જો કૂકર ફાટવાની કોઈ દુર્ઘટના ઘટે તો ગભરાવવું જોઈએ નહીં. સૌથી પહેલા ગેસ સ્ટોવ હોય તો ગેસ બંધ કરી દો. ત્યારબાદ તરત પ્રેશર કૂકરથી દૂર જતા રહેવું. આ દરમિયાન તમારે પ્રેશર કૂકરને બિલકુલ અડવું નહીં. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)