Long Hair: ઘૂંટણ સુધી લાંબા વાળ માટે એલોવેરામાં આ વસ્તુ ઉમેરી લગાવો વાળમાં, 7 દિવસમાં રિઝલ્ટ દેખાવા પણ લાગશે
Home Remedies For Long Hair: જો તમે નેચરલ ઉપાયો અજમાવીને વાળની માવજત કરો છો તો વાળને નુકસાન પણ નહીં થાય અને ગ્રોથ પણ ઝડપથી થશે. આવા જ કેટલાક અસરકારક ઘરેલુ ઉપાયમાંથી એક છે એલોવેરા જેલ. એલોવેરા જેલ સરળતાથી મળી રહે છે. તેમાં ઘરમાં ઉપલબ્ધ અન્ય એક વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે. જો તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો 7 દિવસમાં વાળમાં તમને વિઝીબલ ફેરફાર પણ દેખાવા લાગશે.
Home Remedies For Long Hair: દરેક યુવતી ઈચ્છે છે કે તેના વાળ લાંબા અને સુંદર હોય. વાળની માવજત કરવા માટે મહિલાઓ અનેક હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. સમયે સમયે પાર્લરમાં જઈને ટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે. જોકે આ બધી જ વસ્તુમાં કેટલાક હાનિકારક કેમિકલ પણ હોય છે જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી વાળને નુકસાન થઈ શકે છે. તેનાથી વિરુદ્ધ જો તમે લાંબા અને સુંદર વાળ મેળવવા માંગો છો તો કેટલાક નેચરલ ઉપાયોની મદદ લઈ શકો છો.
આ પણ વાંચો: પૂજા માટે 5 વસ્તુના પરફેક્ટ માપ સાથે બનાવો પંચામૃત, જાણો પંચામૃત બનાવવાની સાચી રીત
જો તમે નેચરલ ઉપાયો અજમાવીને વાળની માવજત કરો છો તો વાળને નુકસાન પણ નહીં થાય અને ગ્રોથ પણ ઝડપથી થશે. આવા જ કેટલાક અસરકારક ઘરેલુ ઉપાયમાંથી એક છે એલોવેરા જેલ. એલોવેરા જેલ સરળતાથી મળી રહે છે. તેમાં ઘરમાં ઉપલબ્ધ અન્ય એક વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે. જો તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો 7 દિવસમાં વાળમાં તમને વિઝીબલ ફેરફાર પણ દેખાવા લાગશે. તો ચાલો તમને જણાવીએ વાળનો ગ્રોથ વધારવો હોય તો શું કરી શકાય.
આ પણ વાંચો: Belly Fat: 40 ની કમર પણ થઈ જશે 26 ની.. પેટની ચરબી ઉતારવા અપનાવો આ 1 સરળ ઘરેલુ ઉપાય
લાંબા વાળ માટે એલોવેરા જેલ અને ડુંગળીનો રસ
જો તમે વાળને ઝડપથી લાંબા કરવા માંગો છો અને વાળની સુંદરતા પણ જાળવી રાખવી છે તો એલોવેરા જેલ અને ડુંગળીનો રસ તમારા માટે ઉપયોગી છે. એક બાઉલમાં એલોવેરા જેલ લેવું અને તેમાં ડુંગળીનો રસ ઉમેરો. હવે આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. આ મિશ્રણ વાળમાં લગાડ્યા પછી પાંચથી દસ મિનિટ મસાજ કરો. ત્યાર પછી તેને એક કલાક સુધી વાળમાં રહેવા દો. એક કલાક પછી વાળને માઈલ્ડ શેમ્પૂની મદદથી ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વખત આ મિશ્રણ વાળમાં લગાડશો એટલે વાળનો ગ્રોથ ઝડપથી વધવા લાગશે.
આ પણ વાંચો: મફતમાં મળતા આ લાલ ફૂલથી ચહેરાની કરચલીઓ થશે ઓછી, 40 વર્ષે પણ ત્વચા દેખાશે 25 જેવી
એલોવેરા જેલ અને ડુંગળીનો રસ એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. જેમકે એલોવેરા જેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. જે વાળના મૂળમાં રહેલી ગંદકી, ડેન્ડ્રફને સાફ કરવામાં મદદ કરે છે. તેના કારણે બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. ડુંગળીનો રસ વાળનો ગ્રોથ વધારે છે. ડુંગળીમાં પ્રોટીન, સલ્ફર અને ફ્લેવેનોઈડ્સ હોય છે જે વાળને મજબૂત પણ બનાવે છે તેની લંબાઈ વધારે છે અને વાળને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)