Overthinking: દરેક વ્યક્તિના જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવતી જ રહે છે. પરંતુ કેટલાક લોકો આવી સમસ્યાઓમાં પણ સામાન્ય રહી શકતા હોય છે અને કેટલાક લોકો નાની એવી સમસ્યામાં પણ એટલા બધા ચિંતિત થઈ જાય છે કે તેમની શારીરિક અને માનસિક હાલત ખરાબ થવા લાગે છે. આમ થવાનું કારણ હોય છે ઓવર થીંકીંગ. ઓવર થીંકીંગ એટલે કે તમે કોઈ એક વસ્તુને લઈને સતત નેગેટિવ કે પોઝિટિવ વિચારતા રહો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ વાતને લઈને હદ કરતાં વધારે વિચાર કરવાથી ઘણી વખત સ્ટ્રેસ વધી જાય છે. ઘણા બધા લોકોને હોય છે. કોઈ એક બાબતને લઈને વિચારવું ખોટું નથી પરંતુ જો તમે વધારે વિચારતા હોય તો તેને કંટ્રોલ કરવું જરૂરી છે કારણ કે સતત ઓવર થીંકીંગ કરતા રહેવાથી માનસિક સ્વાસ્થ્યને અસર થાય છે. તો ચાલો તમને જણાવીએ કે તમે ઓવર થીંકીંગ ને કેવી રીતે કંટ્રોલ કરી શકો છો. 


આ પણ વાંચો: Healthy Food: બાળકોને ખાલી પેટ ખવડાવશો આ 5 હેલ્ધી વસ્તુઓ તો બીમારીઓ તેનાથી રહેશે દુર


ઊંડા શ્વાસ લેવા


જ્યારે તમને લાગે કે તમે વધારે વિચારવા લાગ્યા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે શાંતિથી બેસો અને ઉંડા શ્વાસ લેવાની શરૂઆત કરો. આમ કરતી વખતે બધું જ ધ્યાન વિચારને બદલે શ્વાસ પર કેન્દ્રિત કરો. તેનાથી તમારી એનર્જી પણ બુસ્ટ થશે અને તમારા મનમાંથી વિચાર નીકળી જશે


વિચારોને નોટ કરો


જો ઓવર થીંકીંગના કારણે તમને સતત નકારાત્મક વિચાર આવવા લાગ્યા હોય તો આ સમસ્યા જ્યારે થાય ત્યારે મનમાં આવતા વિચારોને લખવાનું રાખો. તમે લખેલી વાતોને વાંચો અને પછી ઓવર થીંકીંગની પેટર્નને સમજો આમ કરવાથી તેનો ઉકેલ પણ તમને મળી જશે. 


આ પણ વાંચો: Honeymoon માટે બેસ્ટ છે આ જગ્યા, ફરવામાં ખર્ચો થશે ઓછો અને રોમાન્સ થશે વધારે


મેડીટેશન કરો


જો તમે ડેઇલી મેડીટેશન કરવાનું રાખશો તો તેનાથી તમારી મેન્ટલ હેલ્થ સુધરશે અને ઓવર થીંકીંગ ને કંટ્રોલ કરવામાં પણ મદદ મળશે. 


અન્ય જગ્યાએ ધ્યાન લગાવો


જ્યારે તમે કોઈ મુદ્દાને લઈને સતત વિચારવા લાગો તો તેનાથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે તમારું માઈન્ડ ડાયવર્ટ કરો અને ધ્યાન કોઈ બીજા કામમાં કે વસ્તુમાં લગાવો. તમે અન્ય કામમાં ધ્યાન કેન્દ્રિત કરશો એટલે પહેલાના વિચાર બંધ થઈ જશે.


આ પણ વાંચો: ચહેરાના ડાર્ક સ્પોટ અને કરચલીઓ થવા લાગશે ગાયબ, ઘરે બનાવેલી આ ક્રીમ કરશે જાદુ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)