Honeymoon Destinations: હનીમૂન માટે બેસ્ટ છે આ જગ્યા, ફરવામાં ખર્ચો થશે ઓછો અને રોમાન્સ થશે વધારે

Honeymoon Destinations: મોંઘવારીના આ સમયમાં હનીમૂન ટ્રીપ પ્લાન કરતી વખતે કપલ બજેટને પણ ધ્યાનમાં લેતા હોય છે. કારણ કે જો હનીમૂનની ટ્રીપ પ્લાન કરતી વખતે બજેટ વધી જાય તો ફરવા ગયા પછી ખર્ચાની ચિંતા વધારે સતાવે છે.

Honeymoon Destinations: હનીમૂન માટે બેસ્ટ છે આ જગ્યા, ફરવામાં ખર્ચો થશે ઓછો અને રોમાન્સ થશે વધારે

Honeymoon Destinations: નવા નવા લગ્ન થયા હોય ત્યારે કપલ એકબીજા સાથે વધુને વધુ સમય પસાર કરવા માટે સતત બહાના શોધતા હોય છે. એટલે જ દરેક કપલ લગ્ન પછી થોડા દિવસ માટે શહેરથી દૂર કોઈ જગ્યાએ ફરવા નીકળી જાય છે. જોકે મોંઘવારીના આ સમયમાં હનીમૂન ટ્રીપ પ્લાન કરતી વખતે કપલ બજેટને પણ ધ્યાનમાં લેતા હોય છે. કારણ કે જો હનીમૂનની ટ્રીપ પ્લાન કરતી વખતે બજેટ વધી જાય તો ફરવા ગયા પછી ખર્ચાની ચિંતા વધારે સતાવે છે.

જો તમે તમારી હનીમૂન ટ્રીપ પ્લાન કરી રહ્યા હોય અને તમારી પાસે પણ બજેટ ઓછું હોય તો આજે તમને એવી જગ્યા વિશે જણાવીએ જ્યાં તમે 25 થી 30,000 માં હનીમૂન પ્લાન કરી શકો છો. આ જગ્યાએ તમે બજેટ ફ્રેન્ડલી હનીમૂન ટ્રીપ પ્લાન કરશો તો ખર્ચાની ચિંતા ઓછી રહેશે. 

ઓછા ખર્ચમાં જો તમારે ફરવું હોય તો રાજસ્થાન કરી શકો છો. રાજસ્થાનમાં તમને પર્વત, ઝરણા, તળાવ સાથે જ હાથી-ઊંટની સવારની મજા પણ મળી રહેશે. ભારતમાં ફરવા માટે રાજસ્થાનની સૌથી વધુ પસંદ કરવામાં આવે છે ખાસ કરીને જયપુર અને ઉદયપુર પહેલી પસંદ હોય છે. અહીં તમે 30 હજાર રૂપિયામાં પણ આરામથી કરી શકો છો. 

આ રીતે હનીમૂનનો ખર્ચને થશે ઓછો

- જ્યારે પણ તમે ટ્રીપ પ્લાન કરો ત્યારે ટ્રેન થી મુસાફરી કરવાનું રાખો. ટ્રેનના સ્લીપર કોચની ટિકિટ 500 થી 600 રૂપિયામાં બુક થઈ જાય છે.

- રહેવા માટે હોટલનું બુકિંગ કરો ત્યારે જીએસટી પર ખાસ ધ્યાન રાખો. સાથે જ લક્ઝરી હોટલમાં રહેવાને બદલે સામાન્ય હોટલમાં રહીને તમે ખર્ચ ઓછો કરી શકો છો. 

- તમે જ્યાં પણ ફરવા જાઓ ત્યાં ટેક્સીમાં ટ્રાવેલ કરવાને બદલે સ્કૂટી રેન્ટ પર લેવાનો આગ્રહ રાખો. તેનાથી ખર્ચો ઓછો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news