Roti Dough: એકદમ જકાસ ટ્રિક: આ રીતે બાંધો રોટલીનો લોટ...રોટલી બનશે એકદમ પોચી અને ફૂલેલી, ઘરના લોકો બે હાથે ઝાપટી જશે
આજકાલ જોવા મળે છે કે અનેક લોકો એવી ફરિયાદ કરે છે કે ગમે તેવો લોટ બાંધે પણ તેમની રોટલી પોચી બનતી જ નથી. તેનું કારણ એ છે કે અનેક લોકો એ સમજી શકતા નથી કે લોટ બાંધતી વખતે કેટલું પાણી વાપરવું જોઈએ. જો રોટલી નરમ નહીં બને તો તે ખાવામાં પણ મજા નહીં આવે. અહીં તમને રોટલીનો લોટ બાંધવાની યોગ્ય રીતે અમે તમને જણાવીશું જેથી કરીને તમારી રોટલી એકદમ નરમ અને ફૂલેલી બને.
આપણે બધા ઘરોમાં મમ્મી કે બહેનને નરમ, ગોળ અને ફૂલેલી રોટલી બનાવતા જોતા હોઈએ છીએ. તેમના હાથની રોટલી ખાઈએ છીએ પરંતુ આજકાલ જોવા મળે છે કે અનેક લોકો એવી ફરિયાદ કરે છે કે ગમે તેવો લોટ બાંધે પણ તેમની રોટલી પોચી બનતી જ નથી. તેનું કારણ એ છે કે અનેક લોકો એ સમજી શકતા નથી કે લોટ બાંધતી વખતે કેટલું પાણી વાપરવું જોઈએ. જો રોટલી નરમ નહીં બને તો તે ખાવામાં પણ મજા નહીં આવે. અહીં તમને રોટલીનો લોટ બાંધવાની યોગ્ય રીતે અમે તમને જણાવીશું જેથી કરીને તમારી રોટલી એકદમ નરમ અને ફૂલેલી બને.
હૂંફાળા પાણીનો કરો ઉપયોગ
જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે રોટલીનો લોટ બાંધતી વખતે હળવું ગરમ એટલે કે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ। આમ કરવાથી રોટલી મુલાયમ બનશે. એક વાસણમાં લોટ લીધા બાદ તેમાં થોડા પ્રમાણમાં હૂંફાળું પાણી નાખો અને લોટ બાંધો. ત્યારબાદ લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. આમ કરવાથી લોટ સારી રીતે ફૂલશે. આ લોટ હવે રોટલી બનાવવા માટે તૈયાર છે.
દૂધનો કરો ઉપયોગ
નરમ રોટલી બનાવવા માટે લોટમાં પાણીની જગ્યાએ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. આ મટે તમારે એક વાસણમાં લોટ લઈને થોડા થોડા પ્રમાણમાં દૂધ ભેળવીને લોટ બાંધવો પડશે. લોટ બાંધતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે લોટ વધુ નરમ ન થઈ જાય. દૂધથી લોટ બાંધ્યા બાદ લોટ તમને સોફ્ટ લાગશે અને તેની રોટલી પણ સ્વાદિષ્ટ લાગશે.
મોદી સરકારની આ યોજનામાં મળે છે મફતમાં સારવાર, ગોલ્ડનકાર્ડ આપશે 5 લાખનો લાભ
છોકરીઓ અમથી કઈ પાણીપુરીની લારી પર લાઈન નથી લગાવતી, જાણો શું થાય છે લાભ
ચહેરા પર માસ્ક લગાવવાથી ખરેખર CO2નું સ્તર વધે છે ? જાણો શું છે સચ્ચાઈ
મીઠું પણ નાખી શકો
અનેક લોકોને એવી ફરિયાદ હોય છે કે તેમની રોટલીમાં સ્વાદ હોતો નથી. જો તમને પણ એવું લાગતું હોય તો તમે લોટમાં અંદાજા મુજબ મીઠું ભેળવી શકો છો. આ માટે તમારે લોટ બાંધતા પહેલા તેમાં થોડું મીઠું ભેળવવું પડશે. એટલું યાદ રાખજો કે મીઠું સ્વાદ મુજબ નાખવું. આ રીતે બાંધેલો હશે લોટ તો રોટલી નરમ બનશે અને તેનો સ્વાદ પણ થોડો અલગ હશે.
તેલ પણ નાખો
જો લોટ બાંધ્યા બાદ તમને તે કડક લાગે તો તમે તેમાં તેલ નાખીને ગૂંથી શકો છો. આ માટે તમે પહેલા લોટમાં થોડું તેલ નાખો અને ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. હવે તમે લોટમાં થોડું થોડું પાણી ભેળવીને હાથેથી મિક્સ કરો અને લોટ બાંધો. આમ કરવાથી લોટ કડક નહીં રહે અને તમારી રોટલી પણ નરમ બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube