Ghee Benefits: આજના સમયમાં લાઈફ સ્ટાઈલ ના કારણે પાંચમાંથી દર એક વ્યક્તિ સ્થૂળતાથી પીડિત છે. જ્યારે વજન વધવાની શરૂઆત થાય છે તો સૌથી પહેલા પેટ અને કમરની આસપાસ ચરબીના થર જમવા લાગે છે. જેને બેલીફેટ કહેવાય છે. મોટાભાગના લોકો બેલીફેટ ઘટાડવા માટે દિવસ રાત મહેનત કરે છે. પરંતુ બેલીફેટ ઝડપથી ઘટાડવા માટે તમે એક સરળ રસ્તો પણ અપનાવી શકો છો. આ રસ્તો છે દેશી ઘી. દેશી ઘીના ઉપયોગથી વજન ઝડપથી ઘટી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવા દેશી ઘીનો કેવી રીતે કરવો ઉપયોગ ? 


આ પણ વાંચો:


જીદ્દી બ્લેકહેડ્સ પણ એક રાતમાં થઈ જશે દુર, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઘરગથ્થુ ઉપાય


દીપિકા પાદુકોણની સ્કીન જેવો ગ્લો મેળવવો હોય તો ટ્રાય કરો આ ફેસપેક, વધશે આકર્ષણ


Tulsi Benefits: ખરતા વાળની સમસ્યા દુર કરશે તુલસીના પાન, જાણો ઉપયોગ કરવાની સાચી રીત


ગરમ પાણી સાથે ઘી


જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગો છો તો એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી ઘી ઉમેરીને પીવાનું રાખો. તેનાથી આંતરડા સાફ થશે અને મેટાબોલિઝમ પણ સુધરશે. તેનાથી પાચનતંત્ર પણ સારી રીતે કામ કરશે અને ખાધેલો ખોરાક સરળતાથી પચશે. તેનાથી વેઇટ લોસ પણ ઝડપથી થશે.


મગની દાળના પાણી સાથે ઘી


ઝડપથી વજન ઉતારવું હોય તો મગની દાળનું પાણી ખૂબ જ લાભકારી સાબિત થાય છે. મગની દાળનું પાણી કાઢી તેમાં ઘી ઉમેરીને પીવાથી વજન ઝડપથી ઉતરે છે. સવારે ખાલી પેટ મગની દાળનું ગરમ પાણી ઘી સાથે લેવાથી શરીરમાં જામેલી ગંદકી મળ મૂત્ર સાથે બહાર નીકળી જાય છે જેના કારણે પેટ પર જામેલી ચરબી પણ ઝડપથી ઓગળવા લાગે છે.


આ પણ વાંચો:


Skin Care: ફેસ વોશને બદલે વાપરો આ નેચરલ વસ્તુઓ, 5 મિનિટમાં ગોરી ગોરી દેખાશે ત્વચા


મજબૂત અને કાળા વાળ માટે અઠવાડિયામાં એકવાર લગાવો આ પેસ્ટ, 15 દિવસમાં જ દેખાશે રિઝલ્ટ


ઘી ખાવાથી થતા ફાયદા


ઘી પાચન ક્રિયાને ઝડપી બનાવે છે અને વજન ઘટાડે છે. ઘીમાં વિટામિન એ વિટામિન ડી સહિતના પોષક તત્વો હોય છે જે શરીરના હોર્મોન્સને પણ નિયમિત કરે છે. ઘીમાં રહેલું ઓમેગા 3 અને ઓમેગા સિક્સ ગુડ ફેટને વધારે છે અને કોલેસ્ટ્રોલ તેમજ ચરબી ઘટાડે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)