જીદ્દી બ્લેકહેડ્સ પણ એક રાતમાં થઈ જશે દુર, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઘરગથ્થુ ઉપાય

Blackheads Home Remedies: બ્લેકહેડ્સ કાઢવા ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમે બ્લેકહેડ્સને વારંવાર કઢાવો છો તો તેના કારણે ચહેરા પર ડાઘ અને ખાડા પણ પડી જાય છે. આવી સ્થિતિમાં એક રાતમાં જ બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાય અજમાવી શકો છો.

જીદ્દી બ્લેકહેડ્સ પણ એક રાતમાં થઈ જશે દુર, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઘરગથ્થુ ઉપાય

Blackheads Home Remedies: પ્રદૂષણ અને ધૂળ-માટીના કારણે ચહેરાના પોર્સમાં ગંદકી જમા થવા લાગે છે. આ ગંદકીના કારણે બ્લેકહેડ્સની સમસ્યા વધી જાય છે. ચેહરા પર નાકની આસપાસ અને માથા પર બ્લેકહેડ્સ સૌથી વધારે થતા હોય છે. બ્લેકહેડ્સ કાઢવા ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમે બ્લેકહેડ્સને વારંવાર કઢાવો છો તો તેના કારણે ચહેરા પર ડાઘ અને ખાડા પણ પડી જાય છે. આવી સ્થિતિમાં એક રાતમાં જ બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાય અજમાવી શકો છો.

બ્લેકહેડ્સ દુર કરવાના ઘરગથ્થુ ઉપાયો

આ પણ વાંચો:

1. બ્લેકહેડ્સની સમસ્યા વધારે હોય તો તજનો પાવડર કરી તેમાં મધ ઉમેરીને તેને સર્ક્યુલર મોશનમાં બ્લેકહેડ્સ હોય તે જગ્યા પર લગાવો. 10 થી 15 મિનિટ માટે તેને રહેવા દો અને પછી હળવા હાથે સ્ક્રબ કરી પાણીથી ચહેરાને સાફ કરી લો. 

2. બ્લેકહેડ્સને દૂર કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે બે ચમચી બેકિંગ સોડામાં પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે બ્લેક હોય તે જગ્યા પર તેને 15 મિનિટ માટે લગાડો. 15 મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરાને સાફ કરો.

3. લીંબુની મદદથી પણ તમે બ્લેકહેડ્સને હટાવી શકો છો. લીંબુ લગાડવાથી સ્કીન ટાઈટ પણ થાય છે અને ચહેરા પર નિખાર આવે છે. હટાવવા માટે રાત્રે સૂતા પહેલા તે જગ્યાએ લીંબુનો રસ લગાડી દો. રાત આખી તેને રહેવા દો અને સવારે હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો 

4. બ્લેકહેડ્સ દૂર કરવા માટે હળદર અને ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો તેના માટે બે ચમચી ચણાના લોટમાં એક ચમચી ચોખાનો લોટ અને અડધી ચમચી હળદર ઉમેરી દૂધ સાથે સ્ક્રબ તૈયાર કરો. હવે આ સ્ક્રબ વડે ચહેરા પર મસાજ કરો અને 15 મિનિટ માટે તેને રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો જોઈ લેશો તો તમારા બ્લેકહેડ્સ દૂર થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news