Onion For Hair: વાળ લાંબા થાય અને કાળા રહે તે માટે દરેક યુવતી પ્રયત્ન કરે છે. વાળને લાંબા કરવા માટે યુવતીઓ અલગ અલગ નુસખા પણ ટ્રાય કરે છે. પરંતુ યોગ્ય જાણકારીના અભાવના કારણે હેર ગ્રોથ દેખાતો નથી. જો તમે પણ હેર ગ્રોથ માટે ઘરેલુ નુસખા પર આધાર રાખો છો તો આજે તમને ડુંગળીના રસના બેસ્ટ ઉપાય જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વજન ઘટાડવાનો પ્રયત્ન કરતી વખતે આ ભુલ કરતાં નહીં, કરશો તો ઘટવાને બદલે ઝડપથી વધશે વજન


ડુંગળીનો રસ વાળ માટે બેસ્ટ છે. ડુંગળીના રસનો ઉપયોગ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે અને વાળ કાળા પણ રહે છે. ડુંગળીમાં રહેલું સલ્ફર વાળમાં કોલેજન ઉત્પાદન વધારે છે. ડુંગળીના રસથી સ્કેલ્પ પણ સ્વસ્થ રહે છે. જેના કારણે વાળનો વિકાસ ઝડપથી થાય છે. તો ચાલો તમને જણાવી દઈએ ડુંગળીનો રસ તમે કઈ કઈ રીતે વાળમાં લગાડી શકો છો. 


હેર ગ્રોથ માટેના ઘરેલુ નુસખા


આ પણ વાંચો: ઝડપથી વજન ઉતારવું હોય તો ફોલો કરો 3-8-3 ફોર્મ્યૂલા, 1 મહિનામાં થઈ જશો સ્લીમ


લીંબુ અને ડુંગળીનો રસ 


માથામાં જો ડેન્ડ્રફ હોય અને વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો ડુંગળીનો રસ અને લીંબુ સાથે લગાડવા જોઈએ. તેના માટે એક ચમચી ડુંગળીનો રસ લઇ તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી સ્કેલ્પ પર અપ્લાય કરો. 30 મિનિટ પછી હેર વોશ કરી લો. અઠવાડિયામાં બે વખત આ હેર પેક લગાડવાથી હેર ગ્રોથ વધે છે. 


આ પણ વાંચો: વિટામિન ઈ નો વાળમાં આ રીતે કરો ઉપયોગ, હેર સ્પા કે ટ્રીટમેન્ટ કરાવાનની નહીં પડે જરૂર


ડુંગળીનો રસ અને મેથી 


હેર ગ્રોથ વધારવા માટે અને વાળને કાળા કરવા માટે મેથી અને ડુંગળીનો રસ બેસ્ટ છે. તેના માટે એક ચમચી મેથી પાઉડરમાં ડુંગળીનો રસ મિક્સ કરી 10 થી 15 મિનિટ પલાળો. ત્યાર પછી આ પેસ્ટને વાળમાં લગાડો. 30 મિનિટ પછી નોર્મલ પાણીથી વાળ સાફ કરી લો. તેનાથી હેર ગ્રોથ વધે છે. 


આ પણ વાંચો: Being Alone: એકલા રહેવું સજા નહીં મજા... આ કામ કરીને લાઈફને બનાવી શકો છો મસ્ત


મધ અને ડુંગળીનો રસ 


જો વાળમાં ડ્રાઇનેસ વધારે હોય તો વાળને સોફ્ટ અને સુંદર બનાવવા માટે ડુંગળીના રસ સાથે મધ લગાડવું. તેના માટે જરૂર અનુસાર ડુંગળીનો રસ લઈ તેમાં એક થી બે ચમચી મધ ઉમેરી દો. ત્યાર પછી તેને સ્કેલ્પ પર સારી રીતે લગાડો. 10 થી 15 મિનિટ પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લેવા. તેનાથી વાળની સુંદરતા વધી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)