Weight Loss Tips: ઝડપથી વજન ઉતારવું હોય તો ફોલો કરો 3-8-3 ફોર્મ્યૂલા, 1 મહિનામાં થઈ જશો સ્લીમ
Weight Loss Tips: લાઈફ સ્ટાઈલ અને આહાર શૈલીના કારણે તમારું પણ વજન વધી ગયું છે અને હવે તમારે ઝડપથી વજન ઘટાડવું છે તો તમે સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ જણાવેલા 3-8-3 ફોર્મ્યુલાને ટ્રાય કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ આ ફોર્મ્યુલા શું છે અને તે કેવી રીતે અસર કરે છે.
Trending Photos
Weight Loss Tips: વધારે વજન એક વૈશ્વિક સમસ્યા છે જે સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન છે. જો સમયસર વજનને કંટ્રોલ કરવામાં ન આવે તો તેના કારણે હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. સ્થૂળતાની સમસ્યા વયસ્કોમાં જ નહીં પરંતુ નાના બાળકોમાં પણ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક દાયકામાં લોકોની લાઈફ સ્ટાઈલ અને ફૂડ હેબિટ બદલી જવાના કારણે વજન વધવાની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે.
લાઈફ સ્ટાઈલ અને આહાર શૈલીના કારણે તમારું પણ વજન વધી ગયું છે અને હવે તમારે ઝડપથી વજન ઘટાડવું છે તો તમે સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ જણાવેલા 3-8-3 ફોર્મ્યુલાને ટ્રાય કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ આ ફોર્મ્યુલા શું છે અને તે કેવી રીતે અસર કરે છે.
3-8-3 નો મતલબ
3 એટલે તમારે સુતા ના ત્રણ કલાક પહેલા જમી લેવું
8 એટલે આઠ કલાક ઊંઘ કરવી
3 એટલે સવારે વોક કર્યાના ત્રણ કલાક સુધી સોલિડ ફૂડ ન લેવું.
વજન ઘટાડવા માટે આ ફોર્મ્યુલા ફોલો કરવાની સાથે કેલરી ઇન્ટેક પણ ઘટાડી દેવું. દિવસ દરમિયાન તળેલી વસ્તુઓ કે પ્રોસેસ ફૂડ ખાવાનું ટાળવું. આ સિવાય પ્રોટીન બેઝ વસ્તુઓનું સેવન કરવું.
કેવી રીતે કામ કરે છે આ ફોર્મ્યૂલા ?
જો તમે સુતાના ત્રણ કલાક પહેલા જમી લો છો તો તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ભોજનને પચવા માટે પૂરતો સમય મળે છે. જમ્યા પછી ભોજન પચાવવા માટે તમને નોર્મલ એક્ટિવિટી કરવાનો અને વોક કરવાનો પણ સમય મળે છે. જો તમે આ કામ કરો છો તો ડાઈજેશન સારું રહે છે અને તેનાથી કેલરી પણ ઘટે છે. તેના કારણે વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
જો આ ફોર્મ્યુલા અનુસાર તમે નિયમિત આઠ કલાકની ઊંઘ કરો છો તો બોડી ફંક્શન સારી રીતે કામ કરતા રહે છે. પૂરતી ઊંઘ કર્યા પછી તમે સવારે ફ્રેશ રહેશો. પૂરતી ઊંઘ કર્યા પછી સવારે વોક કરવાનું ભૂલવું નહીં. નિયમિત વોક કર્યા પછી ત્રણ કલાક સુધી લિક્વિડ ફૂડ લેવાનું રાખો. તેનાથી ડાયજેશન સારું રહેશે અને શરીરને એનર્જી પણ મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે