Turmeric For Weight Loss: હળદર ભારતીય રસોડાનું અભિન્ન અંગ છે. હળદર ભોજનનો સ્વાદ અને રંગ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ સુધારે છે. હળદર ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તે શરીરના ઘણા રોગોમાં દવા જેવું કામ કરે છે. આ હળદર શરીરને ચરબી પણ ઓગાળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: How to Apply Perfume: આ જગ્યાએ પરફ્યુમ લગાડશો તો આખો દિવસ આવશે સુગંધ, જાણો સાચી રીત


બજારમાં પણ ઘણા એવા ઉત્પાદનો મળે છે જેમાં હળદરનો ઉપયોગ  થયો હોય છે. હળદર અન્ય સ્વાસ્થ્ય સમસ્યામાં જેમ ઉપયોગી છે તેમ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હળદરનો ઉપયોગ ખૂબ જ સરળ છે અને અસરકારક પણ છે. તો ચાલો આજે તમને જણાવીએ તમે કેવી રીતે હળદરનો ઉપયોગ કરી વજનને ઝડપથી ઉતારી શકો છો. 


કેવી રીતે હળદર ઘટાડે છે વજન?


આ પણ વાંચો:  ઉનાળામાં આ 3 ઘરગથ્થુ વસ્તુઓથી કરો સ્કીન કેર, ગરમીમાં પણ બેદાગ અને સુંદર દેખાશે ચહેરો


હળદરમાં મુખ્ય તત્વ કર્ક્યૂમિન નામનું બાયોએક્ટિવ કંપાઉંડ હોય છે. જે એન્ટી ઈંફ્લેમટરી અને મેટાબોલિઝમ બુસ્ટ કરનાર હોય છે. તેના આ ગુણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.


શરીરના સોજા ઉતરે છે


વધારે વજન હોય તેમને શરીરમાં સોજાની સમસ્યા હોય છે. હળદરમાં જે કર્ક્યૂમિન હોય છે તે આ સોજાને દુર કરવામાં મદદ કરે છે. તેનાથી વજન ઘટાડવાની પ્રક્રિયા સરળ થાય છે.


આ પણ વાંચો: Tips For Long Hair: વાળને ઝડપથી કમર સુધી લાંબા કરશે મીઠો લીમડો, 3 રીતે કરો ઉપયોગ


મેટાબોલિઝમ વધે છે


શરીરનું મેટાબોલિઝમ જેટલું ફાસ્ટ હોય એટલી વધારે કેલેરી બર્ન થાય છે. હળદરનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીર ઝડપથી ફેટ બર્ન કરે છે.


વજન ઘટાડવા કેવી રીતે કરવું હળદરનું સેવન ?


આ પણ વાંચો: માથાના Dandruff ને 7 દિવસમાં દુર કરી દેશે આ ઘરેલુ નુસખા, અજમાવો 5 માંથી કોઈ એક


- સવારે ખાલી પેટ હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી હળદર ઉમેરી પીવું જોઈએ. આ વજન ઘટાડવાનો સૌથી સરળ અને અસરકારક ઘરેલુ ઈલાજ છે. 


- રાત્રે હુંફાળા દૂધમાં હળદર અને તજ પાવડર ઉમેરી પીવું. તેનાથી વજન પણ ઘટે છે અને સારી ઊંઘ પણ આવે છે.


- હળદરને દાળ, શાકમાં નિયમિત ઉપયોગમાં લેવી. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. 


આ વાતનું રાખો ધ્યાન


આ પણ વાંચો: Flax Seed : રેશમ જેવા મુલાયમ અને લાંબા વાળ જોઈતા હોય તો આ રીતે વાળમાં લગાડો અળસી


હળદર બધા જ લોકો માટે સુરક્ષિત છે પરંતુ વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી પેટમાં બળતરા કે એસિડિટી થઈ શકે છે. તેથી વધારે પ્રમાણમાં હળદર લેવી નહીં. આ સિવાય ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓએ હળદર ખાવાનું શરુ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)