નવી દિલ્હીઃ તમે ફિટનેસ ફ્રીક છો અને ગ્રીન ટીનું સેવન કરો છો, તો આ આર્ટિકલ તમારા માટે છે? શું તમને ખબર છે કે તમે જે ગ્રીન ટી પીઓ છો એ સંપૂર્ણ રીતે શુદ્ધ છે કે નહીં? જાણો કેવી રીતે થઈ શકશે ગ્રીન ટીની પરખ. ફિટનેસ ફ્રીક લોકો ગ્રીન ટીનું સેવન કરવું પસંદ કરે છે. બની શકે છે કે, તમને ગ્રીન ટીનું સેવન કરવું ખૂબ જ પસંદ છે, પરંતુ શું તમે જાણો છો કે, જે ચાયપત્તીથી તમે ગ્રીન ટી બનાવો છો, તે પુરી રીતે શુદ્ધ છે કે નહીં. પરંતુ તમે એનો જવાબ ન આપી શકો. આવો આજે અમે તમને ગ્રીન ટીની શુદ્ધતા તપાસવાનો રસ્તો બતાવીએ છે. જેથી તમે ભેળસેળ વાળી ચાયપત્તીનો ઉપયોગ કરવાથી બચો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરીદતા પહેલા લેબલ ચેક કરો-
આ સૌથી જરૂરી સ્ટેપ છે કે, જ્યારે તમે ગ્રીન ટી ખરીદવા જાઓ તો તેનું લેબલ સૌથી પહેલા ચેક કરો. અમે એવું એટલા માટે કહી રહ્યા છે કે, કેટલાક લોકો પેકેટ જોયા વગર જ ગ્રીન ટી ખરીદી લે છે.  જો તમે પેકેટ વાંચશો તો તમને ખબર પડશે કે ગ્રીન ટીમાં કેવી સામગ્રીનો ઉપયોગ થયો છે.


હાથની ચેક કરો-
ગ્રીન ટીની ચાયપત્તીમાં મિલાવટ છે કે નહીં, તેની જાણકારી તમે હાથોમાં તેને રગડીને લગાવી શકો છો. થોડી ચાયપત્તી હાથમાં લો અને તેને રગડો. થોડી વાર બાદ તેને સૂંઘો. તો તેમાંથી શુદ્ધ ચાયપત્તીની મહેક આવે છે, તો તે અસલી છે. જો સુગંધ ન આવે તો સમજો કે ચાયપત્તી નકલી છે.


ઠંડા પાણીનો ઉપયોગ કરો-
ગ્રીન ટીની ચાયપત્તીની શુદ્ધતા ચેક કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી ચાયપત્તી મિક્સ કરીને એમ જ છોડી દો. એક મિનિટ બાદ જો કે કલર છોડે છે તો સમજી જાઓ એક આ ગ્રીન ટી નકલી છે. 


ટિશ્યૂ પેપર આવશે કામ-
ગ્રીન ટીની ચાયપત્તીમાં મિલાવટ છે કે નહીં, તે જાણવા માટે ટિશ્યૂ પેપરનો પણ ઉપયોગ કરી શકાય છે. ટિશ્યૂ પેપર પર એક ચમચી ચાયપત્તીને રાખી દો. હવે તેના પર પાણીના કેટલાક ટીપાં નાંખો. થોડી વાર તેને તડકામાં રાખી દો. જો થોડીવારમાં તમને ટિશ્યૂ પેપર પર નિશાન જોવા મળે તો સમજી જાઓએ તમારી ગ્રીન ટીમાં ભેળસેળ છે.