Milk Storage in Fridge: આજકાલ ફ્રિજ સૌ કોઈના ઘરમાં હોય છે. મોટાભાગે આપણે જોઈએ છે કે, લોકોના ફ્રિજ જોઈતી કે વણજોઈતી વસ્તુઓથી ભરેલું હોય છે. જો આ વસ્તુઓને યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો તે ખરાબ થઈ જાય છે. આવું જ કાંઈક દૂધનું છે. જો ઉનાળામાં તેની યોગ્ય સાચવણી ન કરવામાં આવે તો ખરાબ થઈ જવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે. સામાન્ય રીતે આપણે દૂધને ગરમ કરીએ છે અને થોડી વાર તેને ઠંડુ કરીને ફ્રિજમાં મુકી દઈએ છે. કારણ કે જો દૂધ આટલી ગરમીમાં બહાર રહેશે તો ફાટી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમના ઘરમાં ફ્રિજ હોય એ તો ફ્રિજમાં જ દૂધ રાખે છે, પરંતુ ફ્રિજમાં પણ દૂધ રાખવાની એક રીત હોય છે. ફ્રિજના એક ચોક્કસ ભાગમાં દૂધ રાખવાથી તે ફાટતું નથી અને સચવાઈ રહે છે. આ માટે વિશેષજ્ઞોનો મત પણ જાણવો જરૂરી છે.


આ પણ વાંચો:
પાસ થવા માટે આન્સરશીટમાં 500ની નોટ ચોંટાડવી ભારે પડી ગઈ!
Weird Job: 2 કરોડ પગાર અને રહેવા-ખાવાનું ફ્રી, છતાં આ નોકરી કરવા કોઈ તૈયાર નથી!
Skin Care Tips: તમારી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે હલ્દી આઈસ ક્યુબ, આજે જ ઘરે બનાવો


Eat This, Not This આર્ટિકલમાં USDAના ફૂડ સેફ્ટી એક્સપર્ટ મેરેડિથ કેરૌથર્સ આ માટે સલાહ આપી રહ્યા છે. તમારા ફ્રિજનું તાપમાન અલગ-અલગ ખુણામાં અલગ-અલગ હોય છે. ત્યારે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે દૂધ 4 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે. તો એ ખરાબ નહીં થાય..


ફ્રિજના અલગ અલગ એરિયામાંથી દૂધને એ સેક્શનમાં રાખવું જોઈએ જે સૌથી ઠંડો એરિયા હોય. આ ભાગ ફ્રિજમાં સૌથી ઉપર હોય છે. ઠંડકની શરૂઆત ઉપરથી થાય છે. એટલે જ સૌથી ઉપર દૂધ રાખવું સૌથી સલામત માનવામાં આવે છે. જો દૂધ નીચે રાખવામાં આવે તો બની શકે તો તેના સુધી પુરતી ઠંડક ન મળે અને તે બગડી શકે છે.


આ પણ વાંચો:
Sara Ali Khan નો ‘Cannes’ લુક વાયરલ, વ્હાઈટ આઉટફીટમાં બતાવ્યો રોયલ અંદાજ
Bulgari ઈવેન્ટમાં ડાયમંડ નેકલેસ પહેરીને પહોંચી Priyanka Chopra, ડીપનેક બ્લાઉઝમાં આપ્યા કિલર પોઝ
ગુડ ન્યુઝ! આવતીકાલથી ચમકશે આ 5 રાશિઓની કિસ્મત, શનિ કરશે ધનનો વરસાદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube