Bulgari ઈવેન્ટમાં ડાયમંડ નેકલેસ પહેરીને પહોંચી Priyanka Chopra, ડીપનેક બ્લાઉઝમાં આપ્યા કિલર પોઝ

Priyanka Chopra Bulgari Event: એક તરફ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના ઘણા સ્ટાર્સ પોતાની ફેશનનો જલવો બતાવી રહ્યા છે, ત્યારે Bulgari Eventમાં બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો લુક હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ ખાસ અવસર પર લોકો પ્રિયંકા ચોપરાનો ગુલાબી કલરના ઓફ-શોલ્ડર ડ્રેસ તો લોકો ખુબ પસંદ કરી જ રહ્યા છે પરંતુ તેનો સુંદર નેકપીસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

Bulgari Eventમાં દેશી ગર્લ

1/5
image

Bulgari Event ઈટાલીમાં 17 મેના રોજ થઈ હતી. જેમાં પ્રિયંકા ચોપરા સિવાય ઘણી વિદેશી સુંદરીઓ એની હેથવે, લિસા અને જેન્ડેયા પણ પહોંચી હતી. પ્રિયંકા ચોપરા બ્યુટીફૂલ પિન્ક ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં પહોંચી જેણે એક જ ક્ષણમાં બધી લાઇમલાઈટ લૂટી લીધી.  

શાનદાર લુક

2/5
image

આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા પિંક કલરનું ઓફ શોલ્ડર ફુલ સ્લીવ બ્લાઉઝ અને હાફ સાડી જેવા લુકમાં જોવા મળી. એટલું જ નહીં, અભિનેત્રીએ આ ખાસ ડ્રેસ સાથે ટ્રેન્ડિંગ અને ખાસ જ્વેલરી પહેરી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ફેરી વિંગ્સ નેકલેસ

3/5
image

પ્રિયંકા ચોપરાએ આ સ્ટાઇલિશ આઉટફિટ સાથે ફેરી વિંગ્સ નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસમાં ક્રિસ્ટલ જડવામાં આવે છે. તેથી જ તેને ફેરી વિંગ્સ નેકલેસ કહેવામાં આવે છે.

8 કિંમતી પથ્થરો

4/5
image

આ નેકલેસમાં 8 કિંમતી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે આ નેકલેસની કિંમત ઘણી વધારે છે. આ કિંમતી પથ્થરો નગ ઓવેલ ટોપેજ, રુબેલાઇટ, ક્રિટાઇન કાર્ટજ, નીલમ, ગુલાબી માર્ગેનાઇટ, આયોલાઇટ, ગ્રીન કાર્ટઝ એપાટાઇટ છે.

કિલર પોઝ 

5/5
image

આ પ્રસંગે પ્રિયંકાએ એક કરતા વધુ પોઝ આપ્યા હતા. આ સાથે તેણે રેડ કાર્પેટ પર વોક પણ કર્યું હતું. જો અહેવાલોનું માનીએ તો પ્રિયંકા ચોપરા ઉપરાંત એનીસ જાંડેયા અને લિસા ઇટાલિયન જ્વેલરી બ્રાન્ડના ગ્લોબલ એમ્બેસેડર છે. આ પહેલા પ્રિયંકા ચોપરા પરિણીતિ ચોપરાની સગાઈમાં દિલ્હીમાં જોવા મળી હતી.