Spotless Skin: ડાઘ રહિત ગોરી અને સુંદર સ્કીન દરેક યુવતી અને મહિલાનું સપનું હોય છે. પરંતુ અલગ અલગ કારણોને લીધે ત્વચા ખરાબ અને કાળી પડવા લાગે છે. આ રીતે કાળી પડેલી ત્વચાને ચમકાવવા માટે ઘરમાં રહેલી એક વસ્તુ ઉપયોગી સાબિત થાય છે. આ વસ્તુનો ઉપયોગ કરવાથી ફક્ત ચહેરાની જ નહીં પરંતુ કોણી, ગરદન, પગ, ઘૂંટણની ત્વચાની સફાઈ પણ થાય છે. શરીરના આ અંગો એવા હોય છે જેની ત્વચા ચહેરાની ત્વચા કરતા વધારે કાળી દેખાય છે. ડેડ સ્કિન, ધૂળ વગેરેના કારણે ત્વચા પર ગંદકી જામી જાય છે. તેને સાફ કરવા માટે અને ત્વચાની રંગત વધારવા માટે આ ઘરેલુ નુસખા અજમાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Skin Care: ત્વચા પર સુંદરતા અને યુવાની જાળવી રાખવી હોય તો આ 4 વસ્તુઓનું ખાવાનું છોડો


ચહેરાના ડાઘ દૂર કરવાનો નુસખો 


ત્વચા પર કોઈપણ પ્રકારના ડાઘ પડી ગયા છે તો તેને દૂર કરવા માટે મોંઘી સ્કિનકેર પ્રોડક્ટ પર ખર્ચો કરવાની જરૂર નથી. તમે ઘરેલુ નુસખાની મદદથી પણ ત્વચાની જ નહીં પરંતુ આખા શરીરની ત્વચાની સુંદરતા વધારી શકો છો. આ કામ લીંબુની મદદથી થઈ શકે છે. લીંબુ ફક્ત ચહેરાની જ નહીં પરંતુ શરીરની ત્વચાને પણ સાફ કરવામાં મદદ કરે છે. લીંબુની મદદથી શરીરને કાળી પડેલી ત્વચા પણ સાફ થઈ જાય છે. 


આ પણ વાંચો: Pure Ghee: ઘરમાં આવતું ઘી શુદ્ધ છે કે ચરબીવાળું ? આ 5 સરળ ટ્રિકથી ચકાસો ઘીની શુદ્ધતા


લીંબુનો અચૂક ઉપાય 


જો તમે ચહેરાની સાથે હાથ, પગ, ગરદન, કોણી, ઘૂંટણ સહિતના અંગોની ત્વચા પર જામેલી ગંદકી દુર કરી ત્વચાને નિખારવા માંગો છો તો લીંબુનો આ ઉપાય ટ્રાય કરો. લીંબુનો આ રીતે નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાની રંગત સાફ થાય છે. તેના માટે લીંબુનો ટુકડો કરી તેના પર થોડી ખાંડ રાખી ત્વચા પર મસાજ કરો. ખાંડ વિના ફક્ત લીંબુ વડે પણ તમે ત્વચા પર મસાજ કરી શકો છો. નિયમિત દસ મિનિટ સુધી લીંબુનો આ રીતે ઉપયોગ કરવાથી ત્વચા બેદાગ બની જાય છે. જો કે ચહેરા પર ડાયરેક્ટ લીંબુનો ઉપયોગ ન કરવો. ચહેરા પર લીંબુ લગાડતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવો. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)