નવી દિલ્હીઃ કહેવાય છેકે, આપણાં કેશ એ પાણી સુંદરતામાં વધારો કરે છે. માણસની બાહ્ય પ્રતિભા એમાંય પહેલી નજરે માણસનો દેખાવ અને તેનો પ્રભાવ મહંદ અંશે તેના માથાના વાળથી નક્કી થતો હોય છે. ખાસ કરીને મહિલાઓની સુંદરતામાં કેશ એ એક પ્રકારે શણગાર અને જાણી કે મુગટનું કામ કરે છે. ત્યારે આ આર્ટિકલમાં આપણે વાત કરીશું કેશની જાળવણીની. કર્લી અને વેવી હેરની સામે સીધા વાળને સંભાળના સરળ છે. કેમ કે, સ્ટ્રેટ વાળમાં વધારે ઘુંચ નથી થતી. આ સાથે સ્ટ્રેટ વાળમાં કોઈ પણ હેર સ્ટાઈલ પણ કરી શકાય છે. એટલા માટે જ મહિલાઓ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવીને પણ પોતાના વાળને સ્ટ્રેટ કરાવતા હોય છે.પણ આજે અમે તમને અમુક એવા રામબાણ ઉપાયો જણાવીશું જેનાથી તમે ઘરે બેઠા વાળ સ્ટ્રેટ કરી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. એલોવેરા અને મધઃ
-એલોવેરામાંથી તેનું જેલ કાઢી તેમાં મધ મિક્સ કરીને સારી રીતે પીસી લો.
-આ પેસ્ટને વાળની જડથી લઈને નીચે સુધી લગાવો. તે પછી શોવર કેપ અથવા પ્લાસ્ટિકથી વાળને કવર કરી લો.
-ઓછામાં ઓછા અડધા કલાક સુધી વાળને પેસ્ટ લગાવેલા રાખી પછી ધોઈ નાખો.
-વાળ સૂકાઈ ગયા બાદ આ પેસ્ટની અસર તમે વાળમાં જોઈ શકશો.
-સ્ટ્રેટ વાળની સાથે વાળમાંથી ડ્રાયનેસ પણ દૂર થશે. અને વાળમાં ચમક આવી જશે. 


2. ઈંડા અને ઓલિવ ઓયલઃ
-એક બાઉલમાં બે ઈંડ તોડીને નાખો. તેમાં બે ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેમાં તમે થોડું દહીં પણ મિક્સ કરી શકો છો. આ બધી વસ્તુને એકસાથે મિક્સ કરી દો.
-વાળમાં આ પેસ્ટને લગાવીને બે કલાક સુધી રહેવા દો.
-આ પછી નોર્મલ પાણીની વાળ ધોઈ નાખો.
-વાળમાંથી ઈંડાની દુર્ગંધ દૂર કરવા માટે તમે શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો છો. પણ એક દિવસ બાદ જ શેમ્પૂનો ઉપયોગ કરશો તો સારું રહેશે.
-આ પેસ્ટથી વાળ સ્ટ્રેટ થશે સાથે જ ચમકદાર થશે.


3. કેળા અને દહીંઃ
-પાકેલા કેળાને સારી રીતે મસળી લો.
-તેમાં દહીં નાખીને સારી રીતે મિક્સ કરો.
-સ્કેલ્પ અને વાળની લંબાઈ સુધી આ પેસ્ટને લગાવીને અડધો કલાક રહેવા દો.
-તે પછી નોર્મલ પાણીનીથી શેમ્પૂ કરી લો.


4. કોકોનેટ મિલ્ક અને લીંબુનો રસઃ
-કોકોનેટ મિલ્ક અને લીંબુના રસને એકસાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
-આ પેસ્ટને વાળના સ્કેલ્પમાં 10 મિનિટ સુધી મસાજ કરો.
-આ પેસ્ટને અડધો કલાક સુધી લગાવીને રાખો.
-તે બાદ શેમ્પૂ કરી લો.
-વાળને સ્ટ્રેટ કરવાની સાથે જ આ પેસ્ટથી વાળમાં ચમક આવી જશે.