ગુજરાતીઓ માટે વિદેશ પ્રવાસની મોજ, સાવ સસ્તામાં હરી ફરીને થઈ જશો ઘુંઘરા જેવા
Cheapest Country To Visit: વિદેશમાં ફરવા જવાની ઈચ્છા કોની ના હોય? પણ લોકો ત્યાં જવાનો ખર્ચો સાંભળીને જ હથિયાર હેઠા મુકી દેતાં હોય છે. પણ અહીં વાત કરવામાં આવી છે એવા દેશોની જ્યાં જવા માટે અને ત્યાં ખાઈ પીને મોજ કરવા માટે તમારે વધારે પૈસા લઈ જવાની જરૂર નથી. આઓ જાણીએ કયા-કયા દેશો છે આ યાદીમાં સામેલ....
Cheapest International Destination: વિદેશ પ્રવાસના ટ્રેન્ડને ફોલો કરવા માંગતા હોવ તો તમારે બજેટની પ્રોબ્લેમ થઈ શકે છે. પણ અહીં કરવામાં આવી છે એવા દેશોની વાત જ્યાં તમે સાવ સસ્તામાં હરી ફરીને મોજ કરી શકો છો. અહીં તમારે લાખો ખર્ચવાની જરૂર નહીં પડે. ટિકિટનું ભાડું હોય કે રહેઠાણ અને ભોજન, બધું એટલું સસ્તું છે કે તમે અત્યારે તમારી બેગ પેક કરી શકો છો.
સામાન્ય રીતે વિદેશમાં ફરવાની વાત આવે ત્યારે આપણાં મગજમાં પહેલાં એક જ વાત આવે એ છે તેનો ખર્ચો. ખાસ કરીને મીડલ ક્લાસ માટે ખર્ચ અને બજેટ ખુબ જ અગત્યનું હોય છે. ત્યારે આ આર્ટિકલમાં અમે વાત કરી છે એવા દેશોની જ્યા હરવા ફરવા અને રહેવાનો ખર્ચે ભારત કરતા પણ ઓછો છે. ઉપરથી ત્યાં જઈને તમને લાગશે કે તમે તો બહુ અમીર થઈ ગયા છે. એટલું જ નહીં એ દેશો પણ કઈ જેવા તેવા નથી, ત્યાં હરવા ફરવા માટે પર્યટકોની દુનિયાભરમાંથી લાગે છે હોડ.
તમે જાણીને ચોંકી જશો પણ થાઈલેન્ડનું નામ પણ એ દેશોમાં છે સામે. થાઈલેન્ડનું નામ આવે એટલે ગુજરાતીઓનું પણ મન લલચાય. બિઝનેસ મિટિંગના બહાના કાઢી કાઢીને ગુજરાતીઓ કેમ વારે વારે થાઈલેન્ડ ઉપડી જાય છે એનું એક કારણ તેનો ખર્ચ પણ છે. કારણકે, ત્યાં બહુ વધારે ખર્ચ નથી કરવો પડતો. તેથી સસ્તામાં લોકો ત્યાં જઈને એન્જોય કરીને આવે છે.
થાઈલેન્ડ-
જો તમે દિલ્હીથી થાઈલેન્ડ જઈ રહ્યા છો, તો તમારે આ માટે 24-26 હજાર રૂપિયાની જરૂર પડશે. આ રીતે, તમારું મુસાફરીનું ભાડું, રહેઠાણ અને ખોરાક ખૂબ જ સરળતાથી આવરી લેવામાં આવશે. અહીં દરરોજ ખાવાનો ખર્ચ 1 હજાર રૂપિયા છે અને રહેવાનું ભાડું લગભગ 3000 હજાર રૂપિયા છે.
વિયેતનામ-
દિલ્હીથી વિયેતનામ જવા માટે તમારે 25-37 હજાર રૂપિયાનું બજેટ સાથે રાખવું પડશે. આમાં રાઉન્ડ ટ્રીપ ટિકિટની સાથે ભોજન અને રહેવાની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવશે. અહીં દરરોજ ખાવાનો ખર્ચ લગભગ 900 રૂપિયા છે અને રહેવાનું ભાડું 2000 હજાર રૂપિયા છે.
કંબોડિયા-
દિલ્હીથી કંબોડિયા પહોંચવા માટે 40-48 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જે તેના પ્રાચીન મંદિરો, સુંદર બીચ અને તેના ખોરાક માટે પ્રખ્યાત છે. આમાં રાઉન્ડ ટ્રીપ ભાડા સહિત આવાસ અને ભોજનનો સમાવેશ થાય છે. અહીં દરરોજ ખાવાનો ખર્ચ 1000 રૂપિયા છે અને રહેવાનું ભાડું લગભગ 4000 રૂપિયા છે.
તાઇવાન-
દિલ્હીથી તાઇવાનની ટ્રીપનો ખર્ચ લગભગ 53-80 હજાર રૂપિયા છે. અહીં ખાવાનો ખર્ચ 1500 રૂપિયા પ્રતિ દિવસ છે અને રહેવાનો ખર્ચ 6000 રૂપિયા છે. અહીં તમે ચીની સંસ્કૃતિને ખૂબ નજીકથી જાણી શકો છો.
જ્યોર્જિયા-
જો તમે દિલ્હીથી જ્યોર્જિયાની ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તેના માટે તમારું બજેટ 42 થી 62 હજાર રૂપિયા હશે. આમાં રાઉન્ડ ટ્રીપ ટિકિટની કિંમત સાથે રહેવા અને ભોજનનો સમાવેશ થાય છે. અહીં ભોજનનો ખર્ચ 600 રૂપિયા પ્રતિ દિવસ છે અને રહેવાનું ભાડું લગભગ 3 હજાર રૂપિયા છે.