Hairfall Tips: સામાન્ય રીતે "દરેક માણસમાં જુદાં-જુદાં પ્રકારના વાળ જોવા મળતા હોય છે. સીધા વાળ, વાંકડિયા વાળ, ફીજી વાળ, વેવી વાળ, તેમજ ઑઇલી વાળ જેવા વગેરે જાતના વાળ હોય છે. સામાન્ય રીતે વાળમાં જન્મજાત ખોડને કારણે અને વાતાવરણની અસરના કારણે વિવિધ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે." હાથમાં અથવા કાંસકા પર વાળના ગુચ્છ દેખાવા લાગે છે, ત્યારે આપણે વધુ ચિંતિત થઈએ છીએ. ચોમાસામાં એટલેકે, વરસાદની સિઝનમાં વાળ ખરવાનું પ્રમાણ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું વાળની પણ હોય છે કોઈ બીમારી?
"વાળ તૂટવા, ટાલ પડી જવી, દાદર થવી અને ચામડીના રોગોના કારણે પણ વાળ ખરવાની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત સોરિયાસિસ, સીબોરિક ડર્મેટાઇટિસ જેવા રોગોના કારણે અલગ-અલગ જાતની તકલીફ થઈ શકે છે. સામાન્ય રીતે એક દિવસમાં 50થી 100 વાળ ખરતા હોય તો નૉર્મલ કહેવાય છે. જેને ટેલોઝન ફેઝ કહેવામાં આવે છે. જો 50થી 100 કરતાં વધારે વાળ ખરતા હોય તો વિલંબ કર્યા સિવાય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ."


વાળ ખરવાના કારણોઃ
1) સામાન્ય રીતે, દરરોજ શૅમ્પૂથી વાળ ધોવા અને કન્ડિશનર કરવા પણ વાળ ખરવાનું કારણ બની શકે છે.
2) કલર કરવાથી વાળ ખરવાની સમસ્યા સર્જાય છે.
3) હેર ડાયમાં રહેલ પેરાએનિલિનડાઇએમાઇન વાળને નુકસાન કરે છે. હૅર કલર ડીપ લેયરની અંદર જાય છે અને વાળમાં રહેલાં પ્રોટીન સ્ટ્રકચરને અસર કરે છે.
4) માથામાં તેલની કમીને કારણે પણ થઈ શકે છે વાળ ખરવાની સમસ્યા. તેલની કમી પણ પહોંચાડી શકે છે વાળને નુકસાન. 
5) થાઈરોઈડ, લીવર કે કેન્સર જેવી બીમારીના લીધે, ઓરડોઝના લીધે વાળ ખરી શકે છે.


શું નશો કરવાથી વાળ ખરી શકે?
શું નશો કે વ્યસન પણ વાળ ખરવાનું કારણ હોઈ શકે? આના જવાબમાં નિષ્ણાતો જણાવે છેકે, હાં, ધુમ્રપાનથી ખરી શકે છે વાળ. ધુમ્રપાન કરવાથી જે ટોક્સિન રિલીઝ થાય છે એના ધુમાડો વાળના DNAને ડૅમેજ કરે છે. વાળના પેપિલામાં જતા લોહીના સપ્લાયને પણ ડૅમેજ કરે છે. આ ઉપરાંત ધુમાડામાંથી રિલીઝ થતા પ્રો-ઇમ્ફ્લામેટરી સાઇટોકાઇનના કારણે ફોલિકલમાં સોજો આવે છે. જેથી એ ભાગમાં ચામડી કઠણ થઈ જાય છે અને જેને કારણે વાળ ખરવાની સમસ્યા રહે છે." "આ ઉપરાતં દારુને કારણે પોષક તત્વોની ખામી ઊભી થવાથી તેમજ લીવરને નુકસાન થવાથી પણ વાળ ખરવાની સમસ્યા સર્જાઈ શકે છે." વધુ પડતો સ્ટ્રેસ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે.


વાળ ખરવાથી કઈ-કઈ તકલીફ થઈ શકે?
નિષ્ણાતોના મતે વાળ ખરાથી આત્મ વિશ્વાસમાં કમી આવી જાય છે. પર્સનાલિટી ડલ પડી જાય છે. બધા આપણી મજાક ઉડાશે એવી ફિલિગ્સ આવે છે. સ્ટ્રેસ ઉભો થાય છે. શરમ આવવા લાગે છે. માનસિક તણાવમાં વાળ ખરતા હોય છે. દરેક વ્યક્તિને શારીરિક અને માનસિક તણાવ હોય છે. વાળ ખરવાને કારણે ઓબ્સેશન, ટાલ પડી જશે એવા ડરને કારણે ડિપ્રેશન, એન્ગ્ઝાઇટી, બિહેવિયરલ ડિસ્ટર્બન્સ પણ જોવા મળે છે.


વાળ ખરતા હોય તો કયો ટેસ્ટ કરાવાય?
હૅર જોવા માટે હૅર પુલ ટેસ્ટ, હૅર ટેસ્ટ, હૅર કાર્ડ ટેસ્ટ, હૅર માઉન્ટ ટેસ્ટ વગેરે ટેસ્ટ કરવામાં આવે છે. ટ્રાયકોસ્કોપ નામના મશીનથી વાળની તપાસ થઈ શકે છે. ટ્રાઇકોમેટ્રી અને ટ્રાઇકોટિલોમેટ્રીની તપાસ થઈ શકે છે. વાળ ખરી રહ્યાં હોય તે દરદીના લોહીની પણ તપાસ જરૂરી છે. (હોર્મોન્સ) અંતઃસ્ત્રાવના ટેસ્ટ, થાઇરોઇડ ટેસ્ટ, ફેરિટિન લેવલ ટેસ્ટ, વિટામિન B-12 અને વિટામિન ડી 3 ટેસ્ટ, પ્લાઝમા ઇન્સ્યુલિન, લિપિડ પ્રોફાઇલ વગેરે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જરૂર પડે તો માથાની ચામડીની તપાસ (Scalp biopsy) પણ કરી શકાય છે. જેથી ચોક્કસ નિદાન મળે છે.


વાળ ખરતા અટકાવવા શું ખાવું?
બને એટલું ફાસ્ટ ફૂડ અવોઈડ કરવું જોઈએ. વધુ પડતું તળેલું ના ખાવું. એટલું જ નહીં આમળા, મંજિષ્ઠા, એલોવેરા, મેથી, અલગ-અલગ ભાજી, બ્રાહ્મી, ભૂંગરાજ, હળદર વગેરે પણ લઈ શકાય છે. આ તમામ વસ્તુઓ વાળ માટે વરદાન સમાન છે. 


વાળને ખરતા અટકાવવાના 8 આયુર્વેદિક ઉપાય:
1. આમળા અને નારિયેળ તેલ-
4 ચમચી નારિયેળ તેલમાં આમળાના 2 ટુકડા નાખીને ગરમ કરો. ઠંડું થવા પર માથાની સરખી રીતે માલિશ કરો. 20 મિનિટ પછી નહાય લો. આવું નિયમિત કરો. હેર ફોલની પ્રોબ્લેમમાં ફાયદો થશે.


2. દહીં અને બેસન-
2-2 ચમચી દહીં અને બેસન (ચણાનો લોટ) મિક્સ કરી લો. તેને માથા અને વાળ પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો. આવું દિવસમાં 2થી 3 વખત કરો. તેનાથી પણ ખરતા વાળની સમસ્યામાં આરામ મળશે. 


3. મેથીના દાણા-
2 ચમચી મેથીના દાણાને રાતના પાણીમાં પલાળીને રાખી દો. સવારે તેને વાટીને વાળ પર લગાવો. તેનાથી વાળ કાળા અને ભરાવદાર બનશે. તેમજ ખરતા વાળની સમસ્યાથી છુટાકરો મળશે.


4. મહેંદીના પાન અને સરસિયાનું તેલ-
મહેંદીના 8થી 10 પાનને 2 ચમચી સરસિયાના તેલમાં નાખીને ઉકાળી લો. ઠંડું થવા પર માથાની મસાજ કરો. આવું સપ્તાહમાં 2થી 3 વખત કરો. તેનાથી હેર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.


5. મધ અને ઓલિવ ઓઇલ-
2-2 ચમચી મધ, ઓલિવ ઓઇલ અને 1 ચમચી તજ પાઉડર મિક્સ કરી લો. તેને આખા માથા પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. આવું સપ્તાહમાં 2થી 3 વખત કરો. તેનાથી ખરતા વાળની સમસ્યામાં ફાયદો થશે.


6. નારિયેળ તેલઃ (Coconut Oil Benefits)-
આ તેલમાં મોઇશ્ચરાઇજિંગ ગુણ હોવાને કારણે વાળને ખરાબ થતાં બચાવે છે. દરરોજ નાળિયેર તેલથી સ્કેલ્પ પર મસાજ કરવાથી વાળમાં ભેજ આવે છે. સાથે વાળ મુલાયમ અને ચમકદાર બને છે. તેનાથી વાળ હાઇડ્રેટ રહે છે અને ફ્રિઝીનેસ ઓછી થાય છે, જેના કારણે વાળના મૂળ મજબૂત થાય છે. દરરોજ તેની માલિશ કરવાથી ડ્રાઈનેસ અને ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે. તે સ્કેલ્પ અને વાળમાં ભેજ આપે છે, જેનાથી સ્કેલ્પની ડ્રાઇનેસ ઓછી થાય છે. તેનાથી હેર ગ્રોથ થાય છે અને વાળમાં શાઇન આવે છે.


7. ડુંગળીનો રસઃ
ડુંગળીમાં સલ્ફર જોવા મળે છે, જે વાળને ઘટ્ટ બનાવવામાં ખૂબ મદદરૂપ છે. તે વાળની ​​કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરવામાં સક્ષમ છે. ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ખાસ ઉપાય છે. ડુંગળીનો રસ બનાવ્યા બાદ તેને વાળના મૂળમાં લગાવો. કાંદાની દુર્ગંધ દૂર કરવા માટે થોડીવાર પછી શેમ્પૂથી ધોઈ લો.


8. લીમડોઃ
લીમડામાં વાળને આપી શકાય તેવું પોષણ તત્ત્વ હોય છે. લીમડાની લીધે વાળની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. લીમડો એ વાળ માટે વરદાન સમાન છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)