તેલના બે ટીપાથી પલંગ પર મચી જશે ધમાલ! આ નાજૂક બોડી પાર્ટ નાંખો અને પછી જુઓ કમાલ
આપણે નાહકના ખોટી દવાઓ અને ગોળીઓ ખા-ખા કરીએ છીએ. આપણાં આયુર્વેદમાં એવી એવી ઔષધિઓ અને એવા એવા ઉપાયો આપેલાં છેકે, આપણે ક્યારેય કોઈ દવા લેવાની જરૂર જ ના પડે. એવો જ એક ઉપાય છે તેલના ટીપાંનો...બે ટીપા તેલ તમારા જીવનમાં લાવી દેશે રોમાંચ...
ઝી બ્યૂરો, અમદાવાદઃ માત્ર તેલના બે ટીપા તમારા જીવનમાં લાવી દેશે રોમાંચ...તમારી સેક્સ લાઈફને એકદમ સ્મુથ બનાવી દેશે આ પ્રયોગ. તમે ક્યારેય નહીં વિચાર્યું હોય પણ તેલના બે ટીપાંથી મળશે એટલો બધો પાવર...તમારા પાર્ટનરને પણ મળશે તેનાથી ભરપુર આનંદ,,,
ખાસ કરીને શારીરિક સંબંધ અને જાતીય જીવન એક એવી અંગત વાતો છે જેના વિશે ઘણીવાર આપણે ડોક્ટરને પણ ખુલીને વાત નથી કરી શકતા. એજ કારણે આપણએ અનેક મુંઝવણોમાં સપડાયેલાં રહીએ છીએ. અને પછી તેની અસર આપણ સ્વાસ્થ્ય અને આપણા જાતીય જીવન પર અને આપણી સેક્સ લાઈફ અને આપણાં દામ્પત્ય જીવન બધા પર પડે છે. ત્યારે જાણીએ અહીં આપવામાં આવેલી ખાસ માહિતી જે તમને થશે ખુબ મદદરૂપ...
ઘણીવાર એવી બને કે આપણે મૂડ નથી બનતો હોતો...ઘણીવાર એવું લાગે કે કશુક બરાબર નથી થઈ રહ્યું...કંઈ મજા નથી આવી રહી...અહીં વાત થઈ રહી છે જાતીય જીવનની...ત્યારે શું કરવું એ પણ નથી સુજતું. શું તમારી સાથે પણ આવું કંઈક થાય છે? શું તમે પણ પાર્ટનર પાસે જાવ ત્યારે થાય છે તકલીફ? નથી બની રહ્યો મૂડ અને દર વખતે ઉભી થાય છે એક ની એક સમસ્યા? તો અપનાવો આ અકસીર ઈલાજ. મિશન નહીં થાય ફેલ...શરીરના આ નાજૂક ભાગ પર નાંખો તેલના બે ટીપા અને પછી જુઓ કમાલ! પલંગ પર મચી જશે ધમાલ...
આયુર્વેદમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. આવો જ એક આયુર્વેદિક ઉપાય નાભિમાં તેલ રેડવું છે. જો તમે રાત્રે સૂતી વખતે નાભિમાં બે ટીપા તેલ નાખો છો, તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ મજબુત બનશે. પરિણીત પુરુષો માટે આ આયુર્વેદિક ઉપાય આશ્ચર્યજનક છે, જે તેમના જાતીય સ્વાસ્થ્યને સુધારે છે. પુરુષો ઉપરાંત નાભિમાં તેલ રેડવાથી મહિલાઓને પણ ઘણા ફાયદા થાય છે. ચાલો આપણે તેમના વિશે જાણીએ.
રાત્રે નાભિમાં સરસવનું તેલ નાખવું ખૂબ ફાયદાકારક છે. નાભિ આપણા શરીરનું કેન્દ્ર છે, તેને સ્વસ્થ રાખીને, તમે શરીરને સુંદર અને સ્વસ્થ બનાવી શકો છો. જો કે સરસવના તેલ ઉપરાંત તમે નાળિયેર તેલ, ઓલિવ તેલ, લીંબુ તેલ, લીમડાનું તેલ અને બદામનું તેલ પણ વાપરી શકો છો.
નાભિમાં તેલ નાંખવાના અન્ય કેટલાક ફાયદાઓ-
1- નાભિમાં તેલ નાંખવાથી મહિલાઓને પીરિયડ્સની પીડાથી થોડી રાહત મળે છે.
2-જો તમારા ચહેરા પર ખીલ છે, તો રાત્રે સૂતા પહેલા લીમડાનું તેલ નાભિમાં નાખો.
3-સ્ત્રીઓમાં હોર્મોન્સ સંતુલિત રાખવા માટે નાળિયેર તેલ નાભિમાં નાખવું જોઈએ.
4- પેટમાં દુખાવો, અપચો, ઝાડા વગેરે માટે સરસવનું તેલ નાભિમાં મૂકી શકાય છે.
5-નાભિમાં બદામનું તેલ ઉમેરવાથી ત્વચા પર ગ્લો આવશે
6- નાભિમાં સરસવનું તેલ નાખવાથી ઘૂંટણની પીડામાં રાહત મળે છે.
પુરુષો માટે નાભિમાં તેલ નાખવાના ફાયદા-
નાભિ આપણા પ્રજનન પ્રણાલી સાથે સંકળાયેલ છે. જો તમારી નાભિમાં ગંદકી અને હાનિકારક બેક્ટેરિયા એકઠું થાય છે, તો પછી પુરુષોનું જાતીય સ્વાસ્થ્ય બગડી શકે છે. આ માટે સૂતી વખતે દરરોજ રાત્રે સરસવના તેલના બે ટીપા નાભિમાં નાખો. સરસવનું તેલ તમારીન નાભિને સાફ કરશે . જેથી તમારી પ્રજનન ક્ષમતા વધશે અને શુક્રાણુઓના કાઉન્ટમાં પણ વધારો થશે...
1. લીમડાનું તેલ:
લીમડો પોષક તત્વોથી ભરપુર છે. લીમડાને ગુણોની ખાણ માનવામા આવે છે. લીમડામા એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે અને આ કારણોસર તે ઘણી આરોગ્ય સમસ્યાઓ માટે સારી દવા માનવામા આવે છે. શિયાળામાં લીમડો સ્વાસ્થ્ય માટે એક ઉપચાર માનવામા આવે છે અને તેનુ તેલ મહિલાઓને સ્વસ્થ રાખવામા પણ ખૂબ ઉપયોગી છે. જો અસ્થમાની સમસ્યા છે તો લીમડાના તેલની વરાળથી ઘણી રાહત મળે છે. આ તેલમા એન્ટી-હિસ્ટામાનિક પ્રકૃતિના તત્વો હોય છે. સાથે-સાથે અસરકારક એન્ટિમાઇક્રોબીયલ ગુણધર્મોને કારણે આ વધુ સારું કાર્ય કરે છે. વરાળ લેવા માટે કડાઈમાં પાણી ગરમ કરો તેમા થોડા ટીપા લીમડાનુ તેલ નાખો. આ પછી તમારા માથા અને ચહેરાને ટુવાલથી ઢાકીને વરાળ લો. આનાથી અસ્થમાના દર્દીઓને મોટી રાહત મળે છે.
2. સરસવનું તેલ:
સરસવના તેલમાં વિટામિન એ, વિટામિન ઈ, પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટ રહેલા હોય છે. આ તત્વો વાળ માટે લાભદાયક છે. વાળના વિકાસ માટે સરસવનું તેલ સારો ભાગ ભજવે છે. આનાથી વાળનો વિકાસ થાય છે અને વાળ ખરવાનું પણ બંધ થાય છે. વાળ માટે સરસવનં તેલ કન્ડિશનર સમાન છે.
3. બદામનું તેલ:
બદામના તેલમાં તમને વિટામિન ઈ, વિટામિન એ, ઝિંક અને ઓમેગા -૩ ફેટી એસિડ્સના તમામ કુદરતી લાભ મળે છે. બદામના તેલ તમારું મગજ અને હાડકાં મજબૂત બનાવે છે, થાક દૂર કરે છે. આ ઉપરાંત ત્વચાની સંભાળ, વાળની સંભાળ અને રસોઈમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
4. ઓલિવ ઓઈલ:
ઓલિવ ઓઇલમાં ફેટી એસિડની પર્યાપ્ત માત્રા હોય છે, જે હ્રદય રોગના ખતરાને ઘટાડે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઓલિવ ઓઈલ લાભદાયક છે. શરીરમાં શુગરની માત્રા સંતુલિત રાખવામાં તેની ખાસ ભુમિકા છે. તેથી આહારમાં પણ ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી આહારમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાથી શરીરમાં રહેલી ચરબી ઓટોમેટિક ઘટવા લાગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)