નવી દિલ્લીઃ તમારું ડ્રેસિંગ સેન્સ જ તમારી પર્સનાલિટી બતાવે છે માટે ડ્રેસિંગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એક સ્ટ્રોન્ગ અને કોન્ફિડેંડ પર્સનાલિટીથી તમને આગળ વધવું સરળ લાગશે. ઓફિસમાં તમારો લૂક ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે આજે અમે તમને  ઓફિસ વેયર્સ સાથે જોડાયેલી અમુક વાતો વિશે જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. કેઝ્યુઅલ વેરને કરો અવોઈડ:
ઓફિસમાં કેઝ્યુઅલ લૂક તમારા કેઝ્યુઅલ વર્તનને પણ દર્શાવે છે. જ્યારે પ્રોફેશનલ લૂક તમારી સીરિયસનેસને દર્શાવે છે. ત્યારે ઓફિસમાં કોઈ એક દિવસ આવા લૂકમાં જાઉં તો કોઈ વાંધો નથી પણ અઠવાડિયામાં પાંચ દિવસ જો તમે કેઝ્યુઅલ વેરમાં ઓફિસ જઈ રહ્યા છો તો તે યોગ્ય નથી. 


2. સાઈઝ અને કમ્ફર્ટનું રાખો ધ્યાન:
પરફેક્ટ કટિંગ અને કમ્ફર્ટની વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. સારા ફિટિંગવાળા કપડા તમને પ્રેઝેન્ટેબલ બનાવે છે જ્યારે ટાઈટ કપડા તમને અનકમ્ફર્ટેબલ રાખે છે. ત્યારે ઓફિસ હંમેશા એવા જ કપડા પહેરો જેમાં તમે સરળતાથી બેસી-ઉઠી શકો. સ્કીન ટાઈટ કપડા પહેરવાથી તમને કમ્ફર્ટેબલ નહીં લાગે અને કોન્ફિડન્સ પણ નહીં રહે. માટે ક્યારેય પણ દેખાદેખીના ચક્કરમાં તમે અનકમ્ફર્ટ કપડા ન પહેરો.


3. સારા કપડાથી વધશે તમારો આત્મવિશ્વાસ:
કોન્ફિડેન્ટ વ્યક્તિ લોકોને હંમેશા પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. માટે ઓફિસમાં એવા જ કપડા પહેરો જે તમને કોન્ફિડેંન્ડ ફીલ કરાવતા હોય. તે પછી જીન્સ-શર્ટ હોય, સૂટ હોય કે સાડી હોય. અને જો કલર અથવા ફેબ્રિકમાં પણ કોઈ ખાસ ચોઈસ હોય તો તેને પ્રાથમિકતા આપો કેમ કે, તેનાથી તમારો કોન્ફિડન્સ વધશે. 


4. ફૂટવેર પર પણ કરો ફોકસ:
મોટાભાગની મહિલાઓનું ફોકસ કપડા પર જ હોય છે. ફૂટવેર પસંદ કરવામાં તેઓ બ્રાન્ડ અને ક્વોલિટી પર વધારે ફોકસ નથી કરતા જે બહુ ખરાબ આદત કહેવાય. કપડાની સાથે ફૂટવેરનું કમ્ફર્ટેબલ હોવું એટલું જ જરૂરી છે. એક અહેવાલ મુજબ,મોટાભાગના લોકો તમારા ફૂટવેરને નોટિસ કરે છે. ત્યારે હંમેશા સારી ક્વોલિટીના અને એવા ફૂટવેર ખરીદો જે લગભગ દરેક કપડામાં સૂટ કરે.