નવી દિલ્લીઃ શરીર સુખ માણતી વખતે ઘણીવાર અલગ અલગ પ્રકારના વિચારો મનમાં આવતા હોય છે. તમે જોયું હશે ઘણીવાર એવું પણ થાય છેકે, શરીર સંબંધ બાંધ્યાના તુરંત બાદ ફરીવાર સહવાસની ઈચ્છા થાય છે. આવું થવું એ કોઈ બીમારી છે કે મગજની વિકૃતિ છે કે શું છે? નિષ્ણાતોનો આ અંગે શું મત છે એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક લોકોએ આ વાતનો અનુભવ કર્યો હશે કે સેક્સ (Sex) સંબંધ બાંધ્યા પછી તરત જ વધારે સેક્સ કરવાની ઈચ્છા થવા લાગે છે. આમ થવું કોઈ ઓડ વાત નથી, પરંતુ સામાન્ય વાત છે. તેની પાછળ કારણ એવા છે જે તમારી બોડીની નેચરલ નીડ કે પછી શરીરમાં થનારા કેમિકલ પ્રોડક્શન એન્ડ હોર્મોન્સ રિલીઝ સાથે જોડાયેલા છે. ચાલો જાણીએ તેના વિશે.


હોર્મોનલ રિલીઝ (Hormonal Release):
સેક્સ્યુઅલ પ્લેઝર એવી વસ્તુ છે, જે શરીરમાં ડોપામાઈન અને ઓક્સિટોસિન નામના હોર્મોન્સ રિલીઝ કરે છે, જે ફીલ ગુડ કરાવે છે. શરીરને મળેલા આ અનુભવ પછી બ્રેન સિગ્નલ મોકલે છે. જેનાથી વારંવાર તે પ્લેઝર ફીલ કરાવવાનું મન કરે છે. આ જ કારણે વ્યક્તિ વધારે બ્રેક લીધા વિના સેકંડ અને થર્ડ રાઉન્ડ સુધી ઈનવોલ્વ થતો જાય છે.


ઈમોશનલ એંગલ (Emotional Angle):
એક રિલેશનશીપમાં રહેતાં જ્યારે કપલ સંબંધ બનાવે છે તો તેમાં માત્ર બોડી જ નહીં પરંતુ ઈમોશન પણ સંપૂર્ણ રીતે ઈનવોલ્વ થાય છે. ત્યારે કેટલાંક લોકો સેક્સને લવ મેકિંગ કહેવાનું પસંદ કરે છે. કેમ કે તેના માટે આ પ્રેમને વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. આ જ કારણે કપલ્સ એકવાર સંબંધ બાંધ્યા પછી તરત જ એકબીજાને સ્પર્શ કરવા અને ઈન્ટિમેટ થવાનું પસંદ કરે છે.


ઓર્ગેઝમ (Orgasm):
ઓર્ગેઝમ એક બાજુ જયાં હોર્મોન રિલીઝ કરી સંતુષ્ટિ આપે છે, તો તેને ફીલ ન કરી શકવું ફ્રસ્ટેશનનું કારણ બની શકે છે. આ યુવક કે યુવતી બંનેમાંથી કોઈની પણ સાથે થઈ શકે છે. જ્યારે કોઈ એક સાથી અસંતોષનો અનુભવ કરે છે તો તેને પાર્ટનરની સાથે સેક્સ પછી તરત સેક્સ કરવાનું મન થાય છે. જેથી તે પોતે પણ ઓર્ગેઝમનો આનંદ મેળવી શકે.


અંતર (Distance):
જી, હા અંતર. જો કોઈ કપલ લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં હોય, ઘણા સમય પછી મળ્યું હોય કે તેને ઘણા સમય માટે પાર્ટનરને છોડીને જવું પડી રહ્યું હોય, ત્યારે કપલ એકબીજાની સાથે વધારેમાં વધારે સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં ઈનવોલ્વ થતાં જોવા મળે છે. તેની પાછળ ઈમોશનલ એન્ડ ફિઝિકલ નીડ્સ બંને હોય છે.


એડિક્શન (Addiction):
ઉપર આવવામાં આવેલ બધા પોઈન્ટ્સમાં આ પોઈન્ટ થોડી ચિંતાનો વિષય છે. અનેક લોકોને અનુભવ થતો નથી કે તે સેક્સ એડિક્ટ છે. આ પ્રકારના લોકો વારંવાર અને ઝડપથી સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં ઈન્વોલ્વ થવાનું પસંદ કરે છે. આવા કેસમાં વ્યક્તિ માટે ઈમોશનલ ઈન્વોલ્વમેન્ટ ઓછું મહત્વ રાખે છે. કેમ કે તેને શારીરિક સંતોષ જોઈએ છે. જો તમને લાગે છેકે તમે આ પ્રકારના વ્યક્તિ છો કે પછી તમારા સાથીમાં આ પ્રકારના લક્ષણ છે. તો ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ. નહીં તો આગળ જતાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.