Benefits of massaging olive oil on the face : સ્કિન કેર માટે માર્કેટમાં ખબર નહીં કેટલી પ્રોડક્ટ્સ અને વસ્તુઓ ઉપલબ્ધ છે. ત્વચા પર દરેક વસ્તુ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. માર્કેટમાં સ્કીન કેર માટે ઢગલાબંધ બ્રાન્ડ છે. પરંતુ વિદેશી બ્રાન્ડના મોંઘાદાટ ક્રીમ ખરીદવા કરતા જો ભારતીય શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરો વધુ નિખરી શકે છે. કુદરતી તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળ, ઓલિવ અને બદામના તેલનો ઉપયોગ ત્વચા પર થાય છે. જેમાં ઓલિવ તેલ ત્વચા માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી ત્વચાને દિવસની સાથે સાથે રાત્રે પણ લાડ લડાવવા જોઈએ. કારણ કે, રાતના સમયે તમારી ત્વચા સરળતાથી વસ્તુઓ શોષી લે છે. આ સમયે ચહેરા પર કોઈ પ્રદૂષણ આવતુ નથી. શું તમે તમારા ચહેરા પર કોઈપણ પ્રકારનું તેલ લગાવો છો? જો નહીં, તો હવે તેને આદત બનાવો. સૂતી વખતે ત્વચા પર ઓલિવ તેલનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાને ઘણા ફાયદા થશે. શું તમે જાણવા માગો છો કે શા માટે રાત્રે ત્વચા પર તેલનો ઉપયોગ કરવો જોઈએ.


વૃદ્ધત્વને દૂર રાખશે
ઓલિવ ઓઈલ ઘડપણના નિશાનોને તમારાથી દૂર રાખશે. જંક ફૂડ અને સ્કીન કેર ઉત્પાદનોને કારણે ચહેરો સમય પહેલા જ જૂનો દેખાવા લાગે છે. આ સમસ્યાને ઓછી કરવા માટે બજારમાં ઘણી બધી ક્રીમ અને પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. પરંતુ તે દરેક વખતે અસર દેખાડી શકતી નથી. આવી સ્થિતિમાં, જો તમે દરરોજ તમારા ચહેરા પર ઓલિવ તેલ લગાવીને સૂઈ જાઓ છો, તો તમારા ચહેરા પર કરચલીઓ દેખાશે નહીં. ઓલિવ ઓઈલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને યુવાન રાખવાનું કામ કરે છે. ખાસ કરીને જો તમારા ચહેરા પર કરચલીઓ શરૂ થઈ ગઈ હોય તો તમારે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ.


આ પણ વાંચો : 


હવે ચીનમાં વહેશે દૂધની નદી, ક્લોનિંગ બાદ જન્મેલુ 3 વાછરડું વર્ષે 1000 ટન દૂધ આપશે


અમદાવાદના બે ચહેરા : ચકચકિત રિવરફ્રન્ટ બાદ સાબરમતી નદીના પ્રદૂષણના દ્રશ્યો તો જુઓ...


ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ રહેશે
ઓલિવ ઓઈલ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરી શકે છે જો ત્વચામાં ભેજ ન હોય તો તે શુષ્ક થઈ જાય છે. શિયાળામાં ડ્રાઈનેસની સમસ્યા વધુ વધી જાય છે. ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમારે નાઇટ કેર રૂટિનનું પાલન કરવું જોઈએ. શું તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પર નાઈટ ક્રીમ લગાવો છો? તેના બદલે, જો તમે તમારી ત્વચા પર ઓલિવ તેલ લગાવો છો, તો તમારી ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ રહેશે.


ત્વચાને નુકસાનથી બચાવે છે
સૂર્યના સંપર્કમાં સીધી રીતે આવવાથી આપણી ત્વચાને નુકસાન થાય છે. તમારે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ જેથી સૂર્યના હાનિકારક કિરણો ત્વચાને નુકસાન ન પહોંચાડે. આ તેલને રાત્રે લગાવવાથી ત્વચાને કોઈ નુકસાન નહીં થાય.


આ પણ વાંચો : 


Cancer Day: નાનકડા કેન્સર દર્દી કલ્પ માટે આરોગ્ય મંત્રીએ કલ્પી ન શકાય તેવુ કામ કર્યુ


ઓલિવ ઓઈલના અન્ય ઉપયોગો
જો તમારી પાસે મેકઅપ રીમુવર નથી, તો તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. કોટન બોલની મદદથી તમારા ચહેરા પર તેલ લગાવો અને તેને ઘસો. આમ કરવાથી મેકઅપ સંપૂર્ણપણે દૂર થઈ જશે.


ઓલિવ ઓઈલના અન્ય ફાયદા
જો તમારી ત્વચા શુષ્ક હોય તો ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખવા માટે ઓલિવ ઓઈલ સારો વિકલ્પ છે. આ તેલ લગાવવાથી ત્વચામાં ભેજ રહેશે.
ઓલિવ તેલ એક સારું એક્સ્ફોલિયેટર છે. ઓલિવ ઓઈલમાં દરિયાઈ મીઠું મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકાય છે.
આ તેલ ફેસ માસ્ક ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તમે ઓલિવ ઓઈલથી ઘરે સરળતાથી માસ્ક બનાવી શકો છો.
કેટલીકવાર પિમ્પલ્સ ચહેરા પર નિશાન છોડી દે છે જે કદરૂપું લાગે છે. ડાઘના નિશાન દૂર કરવા માટે તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.


આ પણ વાંચો : ઘરમાં આ 8 જગ્યાએ કંકુ રાખવાથી પતિ સાથેના બધા ઝઘડા પતી જશે