Haunted Places In India: અંધારુ થતા જ અહીં ચકલુંયે નથી ફરકતું, ભારતના એવા ભૂતિયા સ્થળો જયાં જતા ભલભલા ફફડે છે
Haunted Places In India : દિવસે જબરદસ્ત પ્રવાસીઓની ભીડ જામે છે પણ રાત પડતાં ચકલુંયે ફરકતું નથી, ફફડી જાય છે લોકો. શું તમે ક્યારેય આ જગ્યાઓ વિશે સાંભળ્યું છે???
Haunted Places In India : દુનિયામાં રહસ્યમયી વસ્તુઓ, જગ્યાઓ અઢળક છે. જેનું રહસ્ય આજ દિન સુધી ઉકેલાયું નથી. તેમાં ભૂતપ્રેત પણ આવી ગયું. કેટલાક માને છે કે, ભૂતપ્રેત હોય છે, અનેકોને તેનો અહેસાસ થયો છે. તો અનેક જગ્યાઓ એવી છે જ્યાં ભૂતપ્રેતનો વાસ હોય છે. આ જગ્યાઓ સૂર્ય ઢળ્યા બાદથી જ સૂમસાન બની જાય છે, અહીં ચકલું પણ ફરકવાની હિંમત કરતું નથી. છતા અહીં પ્રવાસીઓ આવે છે. આ જગ્યાઓ હકીકતમાં કેવી છે તેને દિવસે જોવા આવે છે, પરંતુ સાંજ થતા જ આ જગ્યાઓ બંધ કરી દેવામાં આવે છે. અહીં રાતે આવતા લોકો સો વાર વિચારે છે. લોકો આ જગ્યાનું નામ સાંભળીને થરથર કાંપે છે.
આ જગ્યાઓ છે ભૂતિયા-
પોતાની રહસ્યમયી કહાનીઓને કારણે આ જગ્યાઓને ભૂતિયા કહેવામાં આવે છે. ભારતના આ સ્થળોને લઈને અનેક ડરાવના કિસ્સા પ્રચલિત છે. તેથી જ તે ગુમનામ બનીને રહી છે. ભારતમાં કેટલાક એવા કિલ્લા પણ છે, જ્યાં રાત ખૌફનાક બને છે. તેની ભૂતપ્રેતની કહાનીઓ પણ ડરાવની છે. જો તમે આવી જગ્યાઓ પર જવા માંગતા હોવ તો અમે તેની માહિતી આપીશું. આ જગ્યાનો પોતાનો એક અલગ ઈતિહાસ છે. તેનો ઈતિહાસ ડરાવનો છે. તેથી તેને ભૂતિયા જગ્યાનું નામ આપવામાં આવ્યું છે.
અગ્રસેનની બાવડી-
અગ્રસેનની બાવડી દિલ્હીમાં આવેલી છે. આ જગ્યા શાંત અને સન્નાટાવાળી છે. જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ બાવડી એક સંરક્ષિત સ્મારક છે. અગ્રસેનની બાવડી ક્યારે બનાવાઈ હતી, તેનો ઈતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી. કહેવાય છે કે, તેને મહારાજા અગ્રસેન નામના અગ્રોહા રાજાએ બનાવી હતી. જેના નામ પરથી આ બાવડીનું નામ પડ્યું છે. 14 મી શતાબ્દીમાં અગ્રવાલ સમુદાયે તેને ફરીથી બનાવી હતી. આ બાવડી જળાશયના રૂપમાં પરંતુ સામુદાયિક રીતે બનાવાઈ હતી. માનવામાં આવે છે કે, તે સમયે અનેક મહિલાઓ એકસાથે આ કૂવા પર એકઠી થતી, અને ગરમીથી બચવા કૂવાની ઠંડક માણતી. પરંતુ હવે આ જગ્યા ભૂતિયા કહેવાય છે.
ભાનગઢનો કિલ્લો-
ભાનગઢનો કિલ્લો રાજસ્થાનમાં છે. આ કિલ્લાના ડરાવના કિસ્સા તમને અનેક જગ્યાઓએ મળી જશે. આ કિલ્લામાં સૂર્ય ઢળવા પર કોઈ જતુ નથી. કહેવાય છે કે, અહીં સાંજ પડતા જ અજીબ અનુભવો થતા રહે છે. અહી આત્માઓનો વાસ છે. અહીં જે પણ સાંજે રોકાવાની હિંમત કરે છે તેનું મોત થઈ જાય છે. આ જ કારણ છે કે, ભાનગઢનો કિલ્લો સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લો હોય છે. તેના બાદ કિલ્લામાં પ્રવેશ મળતો નથી. જો તમને આ કિલ્લામાં જવુ હોય તો 6 થી 6 સુધી જ જઈ શકશો.
શનિવાર વાડા-
શનિવાર વાડા પૂણેમાં છે. કહેવાય છે કે, આ કિલ્લામાં 13 વર્ષના નારાયણ રાવ નામના રાજકુમારની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી કિલ્લામાં તેમની આત્મા ભટકતી રહે છે. રાત્રે અહીં બાળકોના બૂમો પાડવાના અવાજ આવે છે. આ કિલ્લાનું નિર્માણ મરાઠા પેશ્વા સામ્રાજ્યને બુલંદીઓ પર લઈ જનારા બાજીરાવ પેશ્વાએ કરાવ્યુ હતું. આ કિલ્લો વર્ષ 1732 માં બનીને તૈયાર થયો હતો. તેનો પાયો શનિવારે રાખવામાં આવ્યો હતો, તેથી તેને શનિવાર વાડા કહેવાય છે.
(Disclaimer : આ સ્ટોરી ફક્ત ચર્ચાઓ અને માન્યતાઓને આધારે છે. Zee24kalak અંધશ્રદ્ધાની બાબતોમાં ક્યારેય ભરોસો કરતું નથી. જેથી અમે આ ઘટનાઓની પુષ્ટી કરતા નથી.)