નવી દિલ્લીઃ ખાસ કરીને આ સમાચારો ગૃહિણી માટે ખુબ મહત્ત્વના છે. કારણકે, મોટો ભાગે મહિલાઓ રસોડામાં વધારે સમય પસાર કરતી હોય છે. ગૃહિણી તરીકે કુટુંબનું જમવાનું બનાવવાનું હોય, નાસ્તો બનાવવાનો હોય કે પતિદેવનું ટિફિન બનાવવાનું હોય, કોઈ ગેસ્ટ આવે તો ચા-કોફી બનાવવાની હોય આ દરેક વખતે આપણાં ઘરની રાણી તે સમયે રસોડાની રાણી બની જાય છે. પણ શું તમે જાણો છોકે, રસોડાની રાણી સતત ખતરમાં પોતાનું કામ કર્યા કરે છે. જી હાં આ રિપોર્ટ દરેક ગૃહિણીએ ખાસ વાંચવા જેવો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણી વાર રસોડામાં જ્યારે આપણે રસોઈ બનાવતા હોઈએ ત્યારે પંખો ચાલુ રાખવો પડે છે અથવા તો બારી બારણાં ખોલવા પડે છે નહીંતર આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. ચાલો જાણીએ આ અસરો વિશે તથા તેનાથી બચવાનાં ઉપાયો વિશે. હાલમાં જ HARVARD T.H CHAN school of public healthમા એક રિપોર્ટ પબ્લીશ કરવામાં આવ્યો હતો, જેમાં નેચરલ ગેસમાં બીજા કયા કયા પદાર્થો હોય છે, એ વિશે વાત કરવામા આવી છે. રિસર્ચમાં PMGમા ઘણા કેમિકલ્સ હોવાની વાત સામે આવી છે જેવાકે બેન્ઝિન, ઇથાઈલ બેન્ઝિન, તુલિન, ઝાયલીન, હેકઝેન વેગેરે.... આ કેમિકલ્સમાંથી જો માત્ર બેન્ઝિનની જ વાત કરીએ તો તે એક કાર્સિનોજેનિક કેમિકલ છે, જે કેન્સર માટે જવાબદાર છે. બેન્ઝિન એવા પ્રકારનો કેમિકલ છે, જે આપણા કોશોને કામ જ કરવા દેતો નથી.  એટલા માટે બેન્ઝિનથી કેન્સર તથા બીજી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો વધી જાય છે. 


રિપોર્ટમાં જણાવ્યા મુજબ જો ઘરમાં સ્મોલ લીક હોય, તો બેન્ઝિન તથા બીજા હાનિકારક કેમિકલ્સ શ્વાસમા જતા હોય છે, તો આપણને તેની જાણ પણ થતી નથી. આમ થવાથી પેટને લગતી સમસ્યાના શિકાર બની જવાય છે.  રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે PNGમાં એટલી ઓછી માત્રામા આવા હાનિકારાક કેમિકલ્સ હોય છે કે જો ખૂબ જ લીક હોય, તો જ સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળે છે, પણ જે વ્યક્તિ લાંબા સમય સુધી રસોડામાં રહે છે, તેણે કાળજી લેવી જોઈએ. 


નેચરલ ગેસનો ઉપયોગ ઘરમાં ક્યાં ક્યાં થાય છે?
PNGનો ઉપયોગ કિચનમા રસોઈ બનાવવા માટે ગેસ સ્ટવમાં થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ઘરે ગેસ દ્વારા ચાલતા વોટર હીટરમાં થાય છે. આ ઉપરાંત પણ ઘણાં અત્યાધુનિક સાધનોના ઉપયોગમાં હવે આ ગેસ ઉપયોગમાં લેવાય છે.


એકસાથે જો વધારે માત્રામાં બેન્ઝિન શ્વાસમાં જાય તો શું થાય?
પેટમાં તકલીફ થવી 
ઉલ્ટીઓ થવી 
ઊંઘ આવવા લાગે 
હૃદયનાં ધબકારા વધી શકે 
જીવ પણ જઈ શકે છે 


બેન્ઝિનની ઇફેક્ટ્સ-
જો આપણે થોડા સમય માટે બેન્ઝિન શ્વાસમાં લઈએ, તો પણ ટેની અમુક અસરો જોવા મળે છે. જેવી કે, 


માથું દુઃખવું-
કામ કરવાની ઈચ્છા ન થવી 
ઉલ્ટી જેવુ થાય 
ચક્કર આવવા 
મૂંઝવણ થવી 


કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું?
ગેસ સ્ટવ કે વોટર હીટર જ્યારે ઘરમાં ફિટ કરવામાં આવે અથવા તો રીપેર કરવામાં આવે ત્યારે આ કામ એક્સપર્ટ્સ પાસે જ કરાવવું જોઈએ. 
દર 6 મહિનામાં એક્સપર્ટને બોલાવીને ગેસ સ્ટવ કે વોટર હીટર ચેક કરાવી લેવું જોઈએ. 
ઘરમાં રસોઈ કરતાં સમયે ધ્યાન રાખવું કે રસોડામા હવા - ઉજાશ રહે. 
જો સગવડ હોય તો ચીમનીનો ઉપયોગ પણ કરી શકાય. આ ચીમની ગેસની ઉપર લાગેલી હોય છે, જે બધી હવા ખેંચી લે છે અને આપણા સુધી પહોંચવા નથી દેતી. 
જો ચીમનીનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ માટે ઘણા રિસર્ચ કહે છે કે ગેસ સ્ટવની પાછળની સાઈડ લાગેલા ગેસનો પહેલા ઉપયોગ કરવો. સગવડ હોય તો, ઇન્ડક્શન ગેસ સ્ટવનો ઉપયોગ કરી શકાય.