Lizard Falls: શું છત પર ફરતી ગરોળી અચાનક તમારા શરીરના કોઈપણ ભાગ પર પડી જાય તો તેના પરિણામો વિશે ચિંતિત છો. તેનું પરિણામ અશુભ છે કે શુભ એ બાબતે ડર લાગે છે તો આ સંબંધમાં કેટલીક એવી માહિતી આપીશું, જેના પછી તમારા મનમાંથી શંકાના વાદળો દૂર થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ ગ્રંથ મુહૂર્ત માર્તંડ મુજબ પેટ, નાભિ, છાતી અને દાઢી સિવાય શરીરના કપાળ સુધીના કોઈપણ ભાગ પર ગરોળી પડવી તે સ્ત્રી અને પુરુષ બંને માટે શુભ છે. પુરુષોના જમણા ભાગ અને સ્ત્રીના ડાબા ભાગ પર ગરોળીનું પડવું સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે, પરંતુ બીજી તરફ પુરુષોના ડાબા ભાગ અને સ્ત્રીઓના જમણા ભાગ પર ગરોળી પડવાનું પરિણામ અશુભ માનવામાં આવે છે.


સામાન્ય રીતે આવું થતું નથી, છતાં ગરોળીનું શરીર પર ચડવું અને પડવાનું પરિણામ પણ એવું જ વર્ણવવામાં આવ્યું છે. શરીરની જમણી બાજુએ પડીને જો ગરોળી ડાબી બાજુથી નીચે આવે તો તેને દોષ માનવામાં આવતો નથી. આ બંને લોકો (સ્ત્રી, પુરુષ) ને લાગુ પડે છે.


ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી