Get Rid of Lizards from Home: ગરોળીને ગૃહિણીઓ કેટલાક મહેમાનોને પોતાના ઘરથી બહાર રાખવાનો જ પસંદ કરે છે. આવા મહેમાનો હોય છે જીવજંતુ અને ખાસ કરીને ગરોળી. ગરોળી જ્યારે એકવાર ઘરમાં ઘૂસી જાય છે તેને ઘરમાંથી બહાર કરવી માથાનો દુખાવો બની જાય છે. ગરોળીને લોકો દૂરથી જોઈને પણ ડરી જતા હોય છે. ગરોળી જો ભોજનની કોઈ વસ્તુના સંપર્કમાં આવી જાય અને પછી તમે તે વસ્તુઓ ખાઓ તો તમારી તબિયત બગાડી શકે છે. ખાસ કરીને જો રસોડામાં સતત ગરોળી ફરતી હોય તો ચિંતા વધી જાય છે. આવી સ્થિતિમાં તેને ભગાડવી જરૂરી થઈ જાય છે. જોકે ગરોળીને ઘરમાંથી ભગાડવામાં પણ ઘણા લોકોને બીક લાગે છે. તેવામાં ગરોળી ભગાડવાના કેટલાક સરળ ઉપાય તમને જણાવીએ. જેને કરવાથી ગરોળી તમારા ઘરમાંથી ભાગી જશે અને તમને વધારે મહેનત પણ નહીં કરવી પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Get Rid Of Ants: ઘરમાં આવતી કીડીઓથી એકવારમાં મેળવવી હોય મુક્તિ તો કરો આ સરળ કામ


દુર્ગંધ મારતા પરસેવાથી મુક્તિ મેળવવા ફોલો કરો આ ટીપ્સ, પરફ્યૂમની નહીં પડે જરૂર


વાળને ઝડપથી ઘૂંટણ સુધી લાંબા કરવા હોય તો અજમાવો આ સરળ દેશી નુસખો


સૌથી પહેલા ઘરમાં કરો આ ફેરફાર


રસોડામાં એંઠા વાસણ કે વધેલું ભોજન પડ્યું રહેતું હોય તો તેની ગંધથી ગરોળી આકર્ષિત થાય છે. તેથી રસોડામાં સાફ-સફાઈ નું ધ્યાન રાખો જેથી ગરોળી રસોડામાં ન આવે. જો રૂમમાં ટેમ્પરેચર વધારે હોય તો ગરોળી અંદર આપવાનો પ્રયત્ન કરી શકે છે તેથી રૂમનો દરવાજો બંધ રાખવો. ઘરમાં ગંદકી રહેતી હોય તો પણ ગરોળી આકર્ષિત થાય છે તેથી સ્ટોર રૂમ, સ્ટોરેજ સ્પેસ, વોશિંગ એરીયા જેવી જગ્યાઓને સાફ રાખો.


ગરોળી ભગાડવાના ઉપાય


જો તમે ઈચ્છો છો કે ગરોળી તમારા ઘરની આસપાસ પણ ન ફરકે તો સૌથી પહેલા ઘરને સાફ રાખો. ખાસ કરીને ઘરના રસોડામાં સાફ-સફાઈનું ધ્યાન રાખો. રસોડામાં કરેલી સાફ-સફાઈ ના કારણે ગરોળી જ નહીં પરંતુ અન્ય જીવજંતુ પણ ઘરમાં આવશે નહીં. મોટાભાગે આવા જીવજંતુઓને ખાવા માટે જ ગરોળી ઘરમાં આવતી હોય છે તેથી તમે સ્વચ્છતા નું ધ્યાન રાખશો તો જીવજંતુઓ નહીં આવે અને પરિણામે ગરોળી પણ ઘરમાં નહીં આવે.


ડુંગળી અને લસણ


ડુંગળી અને લસણની તીવ્રગંધ ગરોળીની ઇન્દ્રિયો પર હુમલો કરે છે. આ ગંધ તે સહન કરી શકતી નથી અને ઘરમાંથી ભાગી જાય છે. તેની મદદથી ગરોળીને સરળતાથી ઘરમાંથી બહાર કાઢી શકાય છે. ઘરમાં ગરોળી છે જગ્યા પર વધારે જોવા મળતી હોય ત્યાં ડુંગળી અને લસણના થોડા ટુકડા રાખી દેવા તેનાથી ગરોળી પાછી નહીં આવે.


આ પણ વાંચો:


શરીરમાં આ વિટામીનની ઊણપ હોય તો ઝડપથી સફેદ થાય છે વાળ, આ રીતે દુર કરો સમસ્યા


ઊંઘ કર્યા વિના કેટલા દિવસ જીવી શકાય ? ઊંઘ ન કરો ત્યારે શરીર પર થાય છે આવી અસર


આ Tips ફોલો કરશો તો ગરમીમાં પણ ખરાબ નહીં થાય તમારો Makeup


ભોજનને ખુલ્લું ન રાખો


ઘણી વખત રસોડામાં બનાવેલી રસોઈ અથવા તો વધેલી રસોઈને પ્લેટફોર્મ પર મૂકી રાખવામાં આવે છે. ખાસ કરીને રાત્રે જો તમે વધેલું ભોજન રાખી મૂકશો તો ગરોળી તેની ગંધથી આકર્ષિત થશે. તેથી પ્લેટફોર્મ ઉપર ખુલ્લામાં ક્યારે ખાવાની વસ્તુ ન રાખવી.


ફિનાઈલની ગોળી


ફીનાઇલની ગોળીથી પણ ગરોળીથી છુટકારો મેળવી શકાય છે. પરંતુ જો ઘરમાં પાલતુ પ્રાણી કે બાળકો હોય તો ફિનાઈલની ગોળી નો ઉપયોગ સંભાળીને કરવો. ફીનોલની ગોળી રાખવાથી ગરોળી આસપાસ પણ ફરકતી નથી. 


પેપર સ્પ્રે


ગરોળી ને ભગાડવા માટે પેપર સ્પ્રે એક શાનદાર વિકલ્પ છે. તેનાથી ગરોળી ઘરમાંથી ભાગી જશે અને તેને કોઈ નુકસાન પણ નહીં થાય. સ્પ્રે બોટલમાં પાણી ભરી તેમાં મરીનો પાઉડર ઉમેરીને ગરોળી આવતી હોય તે જગ્યા ઉપર છાંટી શકો છો. એકવાર આ સ્પ્રેનો ઉપયોગ કર્યા પછી ગરોળી બીજી વખત ઘરમાં નહીં આવે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)