Home Remedies For Lizards: ઘરની અંદર જો એક ગરોળી પણ આવી જાય તો ભારે ઉત્પાત મચાવે છે. ગરોળીના કારણે બીક પણ લાગે છે. સાથે જ જો ઘરમાં એક ગરોળી આવી જાય તો પછી એક પછી એક ગરોળી વધતી જાય છે. ગરોળીના કારણે ઘરમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. ગરોળી ઘરમાં ફરતી હોય તો સતત ચિંતા રહે કે ક્યાંક તે માથે ન પડે. તેનાથી મોટાભાગના લોકોને બીક લાગતી હોય છે. આજે તમને એવા ઘરગથ્થુ નુસખા વિશે જણાવીએ જેને કરવાથી ગરોળી ઘરમાંથી કાયમ માટે દૂર થઈ જાય છે. જો તમે પણ ગરોળીના ત્રાસથી પરેશાન થઈ ગયા છો તો આજે જ અજમાવો આ દેશી નુસખા. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરોળી ભગાડવાના દેશી નુસખા


ડુંગળી


જે જગ્યા પર ગરોળી સૌથી વધારે જોવા મળતી હોય ત્યાં એક ડુંગળી લટકાવી દેવી. ડુંગળીની સુગંધથી ગરોળી ભાગી જાય છે.


આ પણ વાંચો:


નહાતી વખતે આ 5 અંગને ખાસ કરવા સાફ, મોટાભાગના લોકો ચોથી જગ્યાને નથી કરતાં બરાબર સાફ


લાકડાના ફર્નિચર પર પડેલા સ્ક્રેચ 10 મિનિટમાં થશે ગાયબ, એક અખરોટ કરી દેશે તમારુ કામ..


વરસાદી વાતાવરણમાં ઘરમાં પણ ઘુસી જાય છે મચ્છર સહિતના જીવજંતુ? તો તુરંત કરો આ સરળ કામ


મોર પંખ


દિવાલ ઉપર મોરનું પીછું લગાડવાથી પણ તે જગ્યાની આસપાસ ગરોળી ફરકતી નથી. 


લાલ મરચું પાવડર


જો ઘર માં ગરોળી વધી ગઈ હોય તો ઘરની દિવાલ ઉપર લાલ મરચું પાવડર નો સ્પ્રે છાંટી દેવો. તેનાથી ગરોળી તુરંત જ ભાગી જાય છે 


મરી


પાણીમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી અને જ્યાં ગરોળી સૌથી વધારે ફરતી હોય તે જગ્યા પર આ મિશ્રણ લગાડી દેવું. ત્યાર પછી ક્યારેય ગરોળી જોવા નહીં મળે.


લસણ


લસણની ગંધથી પણ ગરોળી દૂર થઈ જાય છે. લસણની સુગંધ થી ગરોળી તમારા ઘરમાંથી જ દૂર થઈ જશે.


ફિનાઈલની ગોળી


ગરોળીને ભગાડવા માટે ફીનાઇલની ગોળીનો ઉપયોગ કરી શકાય છે. ફીનાઇલની ગોળી ખૂણામાં રાખી દેવાથી ગરોળી આસપાસ ફરકતી નથી. 


કોફી પાવડર


કોફી પાવડરને તમાકુ પાવડર સાથે મિક્સ કરીને એવી જગ્યા પર લગાડી દો જ્યાં ગરોળી વધારે દેખાતી હોય. એકવાર આ વસ્તુ લગાડ્યા પછી બીજી વખત ગરોળી ત્યાં જોવા નહીં મળે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)