Relationship: ઘણીવાર રિલેશનમાં એક પાર્ટનર સેટલ થવાના સપના જુએ છે અને બીજુ તેને એકદમ ઈગ્નોર કરતું હોય છે. આ કારણે દિલ માત્ર તેનું જ તૂટે છે જેને લગ્નની આશા રાખી હોય છે. શું તમારું પાર્ટનર પણ આ કેટેગરીમાં ફીટ થાય છે? આ સ્પષ્ટતા તમે અમુક વાતોથી સમજી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે લગ્ન બંધનમાં જોડાના માગો છો પરંતુ શું તમારું પાર્ટનર પણ આવું ઈચ્છે કે નહીં. તે વિશે તમને જેટલું વહેલું ખબર પડે તેટલું વધારે સારું છે. ઘણા કપલ્સ એવા હોય છે, જેમની વચ્ચે શરૂઆતમાં ખુબ સારું બનતું હોય છે અને તેઓ જોડે જીવન વિતાવવાનો નિર્ણય કરે છે. જો કે, અમુક કપલ્સ એવા પણ હોય છે કે જેમની વચ્ચે બધું ઠીકઠાક ચાલતું હોય છે અને સંબંધ પણ લાંબો ચાલે છે પણ લગ્ન સુધી વાત પહોંચી શકતી નથી. જો આવું બંનેની મરજીથી હોય તો કોઈ વાંધો આવતો નથી પણ અમુક રિલેશનમાં આ સ્થિતિ કોઈ એક પાત્રના કારણે ઉભી થાય છે. 


1. રિલેશન વિશે બધાને ન કહેવું-
તમારા રિલેશનને ભલે ગમે તેટલા વર્ષ થઈ ગયા હોય પણ તમારો પાર્ટનર બધાની સાથે તમારા સંબંધની વાત કરતાં અચકાઈ છે તો આ સારા સંકેત નથી. જો આવી રીતે તમારું રિલેશનશીપ ઘણા વર્ષો સુધી ચાલ્યું છે પણ તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ આ વાતને ઘરે કહેવા રાજી નથી તો તમારે તેમની સાથે આ વિશે વાતચીત કરી લેવી જોઈએ. 


2. લગ્નના કમિટમેન્ટમાં વિશ્વાસ ન હોવો-
જો તમારા પાર્ટનરે તમને કહ્યું કે, તેઓ લગ્નના કમિટમેન્ટમાં વિશ્વાસ નથી રાખતા તો તમે ભૂલથી પણ એ આશા ન રાખો કે તેમનું મન બદલાઈ જશે. હા, અમુક કેસમાં એવું બની શકે છે. પણ બધાનું આ સીરિયસ કમિટમેન્ટને લઈને મન બદલાઈ જાય તે જરૂરી નથી. તમારા રિલેશનને જો ઘણો સમય વિતી ગયો છે અથવા જો તમે સેટલ થવા માગો છો તો ખુલીને પાર્ટનર સાથે લગ્નની વાત કરી લો. છતાં પણ જો જવાબ ના  આવે તો મુવ ઓન કરવામાં જ ભલાઈ છે.


3. ફ્યૂચરના પ્લાન્સ જોડે ન બનાવવા-
તમે બંને પોતાના રિલેશનમાં સીરિયસ છો અને કામને લઈને પણ. પરંતુ જ્યારે ભવિષ્યના પ્લાન્સની વાત આવે ત્યારે તમને લાગે કે આ પ્લાનમાં તો તમારો કોઈ ઉલ્લેખ જ નથી. અને તે માત્ર ખુદ માટે જ તમામ પ્લાન બનાવે છે. ત્યારે તમારે ખુલીને ભવિષ્ય વિશે વાતચીત કરી લેવી જોઈએ. કેમ કે, જે ભવિષ્યના પ્લાનમાં તમને નથી જોઈ રહ્યા તે લગ્નનો પ્લાન કેવી રીતે તમારી સાથે બનાવશે. 


4. ક્યારેય લગ્નનો ઉલ્લેખ ન કરવો-
જો તમે લાઈફટાઈમ કમિટમેન્ટ ઈચ્છો છો અને તે વાતને પાર્ટનર સામે પણ રજૂ કરી દીધી છે છતાં જો લગ્ન મામલે કોઈ વાતચીત નથી થઈ રહી તો તમારે એક મિનિટ માટે પ્રેક્ટિકલ વિચારવું જોઈએ. આ સાથે જો પાર્ટનર બીજા મેરિડ કપલ્સને જુએ અને વાત વાતમાં લગ્નને માથાનો દુખાવો ગણાવે તો તમારે ભવિષ્યમાં તમારે રિલેશન આગળ રાખવાનું છે કે નહીં તે વાતની સ્પષ્ટતા તુરંત કરી દો. કેમ કે, તેમની આ વાતોથી અંદાજો આવી જશે કે તેઓ લગ્ન કરેલા કપલની કોઈ વેલ્યૂ નથી કરતાં. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)