Hair Care: માધુરી દીક્ષિત હેર કેર કરવા આ હર્બલ તેલનો કરે છે ઉપયોગ, જાણો કેવી રીતે બનાવવું ઘરે
Hair Care: માધુરી દીક્ષિતના સુંદર વાળ ઘરે બનાવેલા હર્બલ ઓઇલના કારણે છે. આ હેર ઓઈલ માધુરી દીક્ષિત પોતે જ બનાવે છે. માધુરીએ પોતાના સોશિયલ મીડિયા પર આ સિક્રેટ શેર કર્યું હતું. માધુરી દીક્ષિતે જણાવ્યું હતું કે તે વાળની સુંદરતા માટે ખાસ હર્બલ ઓઇલનો ઉપયોગ કરે છે તેના કારણે વાળ મજબૂત પણ બને છે અને ગ્રોથ પણ વધે છે.
Hair Care: માધુરી દીક્ષિતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એજલેસ બ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. 50 વર્ષની ઉંમરે પણ માધુરી દીક્ષિતની સુંદરતા એવીને એવી છે. માધુરી દીક્ષિતના ચહેરા પર 35 વર્ષ જેવો ગ્લો દેખાય છે અને તેના વાળ પણ સુંદર અને શાઈની છે. ત્વચા અને વાળની સુંદરતાનું સિક્રેટ છે કે માધુરી દીક્ષિત પોતાના બિઝી શેડ્યુલ વચ્ચે પણ હેર કેર કરવાનું ભૂલતી નથી.
આ પણ વાંચો: Recipe: ઘરે ટેસ્ટી અને સુગંધી ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ માપ સાથેની રીત
માધુરી દીક્ષિતના સુંદર વાળ ઘરે બનાવેલા હર્બલ ઓઇલના કારણે છે. આ હેર ઓઈલ માધુરી દીક્ષિત પોતે જ બનાવે છે. માધુરીએ પોતાના સોશિયલ મીડિયા પર આ સિક્રેટ શેર કર્યું હતું. માધુરી દીક્ષિતે જણાવ્યું હતું કે તે વાળની સુંદરતા માટે ખાસ હર્બલ ઓઇલનો ઉપયોગ કરે છે તેના કારણે વાળ મજબૂત પણ બને છે અને ગ્રોથ પણ વધે છે.
આ પણ વાંચો: 10 મિનિટમાં જીદ્દી ટૈનિંગને દુર કરશે આ લાલ ટુકડા, ઉનાળામાં ખૂબ કામ આવે છે આ વસ્તુ
માધુરી દીક્ષિતનું હોમમેડ હેર ઓઈલ બનાવવાની રીત
માધુરી દીક્ષિતે જણાવ્યું કે તે વાળ માટે નાળિયેર તેલનો ઉપયોગ કરે છે. નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તે ખાસ તેલ બનાવે છે. આ તેલ બનાવવા માટે માધુરી દીક્ષિત નાળિયેર તેલને ગરમ કરે છે અને તેમાં મીઠા લીમડાના પાન, મેથી દાણા અને ડુંગળીનો રસ મિક્સ કરે છે. બધી જ સામગ્રીને ધીમા તાપે બરાબર ઉકાળે છે અને પછી ગાળીને બોટલમાં ભરી લે છે. આ તેલનો ઉપયોગ કરવાથી વાળ કાળા પણ રહે છે અને ખરતા વાળની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
આ પણ વાંચો: Tips For Curd: આ ટીપ્સ ફોલો કરી ઉનાળામાં દહીં જમાવજો, ક્યારેય નહીં થાય ખાટું
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)