મહાભારતની કથા તો બધાએ સાંભળી જ હશે, મહાભારતના યુદ્ધના દરેક પહેલુમાં કહાનીઓ જોડાયેલી છે. મહાભારત યુદ્ધ દરમિયાન અનેક એવી ઘટનાઓ ઘટી જે અત્યારે પણ લોકો માટે મોટો સબક બની રહી છે. આ યુદ્ધ પૂરું થયા બાદ સૌથી મોટા પાંડવપુત્ર યુધિષ્ઠિરે માતા કુંતીને એક શ્રાપ આપ્યો હતો. પરંતુ પ્રશ્ન એ છે કે જે પાંડવો પોતાની માતાને આટલો પ્રેમ કરતા હતાં, આખરે એવું તે શું બની ગયું કે યુધિષ્ઠિરે આ પગલું ભરવું પડ્યું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ ધર્મરાજ યુધિષ્ઠિર યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના પરિજનો અને સંબંધીઓનું તર્પણ કરી રહ્યા હતા. જેના માટે તેઓ લગભગ એક મહિના સુધી ગંગા તટ પર રોકાયા હતા. આ દરમિયાન અનેક ઋષિમુનિ, મહાત્મા યુધિષ્ઠિરને સાંત્વના આપવા માટે આવ્યા જેમાં દેવઋષિ નારદ પણ આવ્યા. તેમણે યુધિષ્ઠિરને પૂછ્યું કે શું તમે દુર્યોધનને હરાવીને તથા ધર્મનો વિજય મેળવીને ખુશ નથી. 


સ્વજનોના મોતની પીડા
યુધિષ્ઠિરે નારદજીના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે આ યુદ્ધમાં મને જીત તો મળી ગઈ પરંતુ સાથે મને સૌથી વધુ દુખ એ વાતનું સતાવી રહ્યું છે કે પોતાની લાલચના કારણે આપણે આપણા જ સ્વજનોને માર્યા છે. અભિમન્યુના મોતથી જે દુખ દ્રૌપદીને મળ્યું તેને જોઈે હું મારી આ જીતને માનતો નથી, આટલા બધા યોદ્ધાઓના માર્યા ગયા બાદ જ્યારે મને એ ખબર પડી કે કર્ણ અમારા મોટા ભાઈ હતા, અમે પાંચેય ભાઈ આ વાતથી અજાણ હતા પરંતુ કર્ણ એ વાતને જાણતા હતા કે તેઓ અમારા મોટા ભાઈ છે અને અમે અજાણતા જ અમારા મોટા  ભાઈની હત્યા કરી નાખી છે. 


માતા કુંતીને શ્રાપ
યુધિષ્ઠિર નારદજી સામે આ અંગે વિલાપ કરી રહ્યા હતા ત્યારે ત્યાં માતા કુંતી આવ્યા અને સાંત્વના આપવા લાગ્યા. માતા કુંતીની વાત સાંભળીને યુધિષ્ઠિર ક્રોધમાં આવી ગયા અને માતાને કહ્યું કે તમે અમારાથી આટલી મોટી વાત છૂપાવીને અમને અમારા મોટા ભાઈના હત્યારા બનાવી દીધા છે. આમ કહ્યાં બાદ યુધિષ્ઠિરે ક્રોધમાં આવીને માતા કુંતી સહિત સમગ્ર નારી જાતિને શ્રાપ આપતા કહ્યું કે હું આજે સમસ્ત નારી જાતિને શ્રાપ આપું છું કે તેઓ ઈચ્છશે તો પણ કોઈ વાત પોતાના હ્રદયમાં છૂપાવીને રાખી શકશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube