Hair Care Tips: 3 જ વસ્તુની મદદથી ઘરે બનાવો હેર ઓઈલ, વાળ ખરવાનું તો તુરંત થઈ જશે બંધ
Hair Care Tips: આજના સમયમાં કેટલાક લોકોને તો નાની ઉંમરમાં ટાલ પડવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મોંઘા પ્રોડક્ટ વાપરવામાં આવે તો પણ તે અસર કરતાં નથી. આ સ્થિતિમાં આજે તમને ઘરે જ હેર ફોલ ઓઈલ બનાવવાની રીત જણાવીએ. આ તેલ વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.
Hair Care Tips: કાળા, ઘટ્ટ અને લાંબા વાળ વ્યક્તિત્વને વધારે સુંદર બનાવી દે છે. પરંતુ આજની ખરાબ જીવનશૈલી અને ખાણીપીણીની આદતો અને વધતા પ્રદૂષણને કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય વાત થઈ ગઈ છે. આજના સમયમાં કેટલાક લોકોને તો નાની ઉંમરમાં ટાલ પડવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મોંઘા પ્રોડક્ટ વાપરવામાં આવે તો પણ તે અસર કરતાં નથી. આ સ્થિતિમાં આજે તમને ઘરે જ હેર ફોલ ઓઈલ બનાવવાની રીત જણાવીએ. આ તેલ વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.
તેલ બનાવવા માટેની સામગ્રી
આ પણ વાંચો:
શેમ્પૂમાં આ વસ્તુ ઉમેરી વાળ ધોવાનું શરુ કરો, રબ્બરમાંથી સરકી જાય એવા થઈ જશે વાળ
Healthy Eyes: આંખના નંબર ઉતારવાનું કામ કરે છે આ ફૂડ્સ, સ્વાસ્થ્ય પણ રહે છે સારું
વરસાદી વાતાવરણમાં ચહેરા પર લગાવો આ વસ્તુ, ઓઈલી સ્કીન અને ડલનેસની સમસ્યા થઈ જશે દુર
એક ડુંગળી નો રસ
એલોવેરા જેલ એક ચમચી
સરસવનું તેલ જરૂર અનુસાર
એન્ટી હેર ફોલ ઓઈલ બનાવવા માટે સૌથી પહેલા એક ડુંગળીનો રસ કાઢી લો. આ રસમાં એક ચમચી એલોવેરા જેલ અને સરસવનું તેલ ઉમેરો. આ ત્રણ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને પછી વાળમાં તેનો ઉપયોગ કરો.
ખરતાં વાળ અટકાવવા માટે આ તેલને વાળના મૂળ અને લંબાઈ અનુસાર સારી રીતે લગાવો. 5 મિનિટ સુધી હળવા હાથે વાળમાં મસાજ કરો અને 30 મિનિટ સુધી તેને રહેવા દો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂની મદદથી વાળ ધોઈ લો. નિયમિત આ તેલનો ઉપયોગ કરશો એટલે વાળની મોટાભાગની સમસ્યાઓ દુર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)