Skin Care: વરસાદી વાતાવરણમાં ચહેરા પર લગાવો આ વસ્તુ, ઓઈલી સ્કીન અને ડલનેસની સમસ્યા થઈ જશે દુર

Skin Care In Rainy Weather: બદલતા વાતાવરણની અસર ત્વચા ઉપર તુરંત દેખાવા લાગે છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ સીઝનમાં સ્કીન ઈન્ફેકશન ઝડપથી ફેલાય છે. તેથી જરૂરી છે કે તમે ચોમાસામાં તમારા સ્કીન કેર રુટીન પર પણ ખાસ ધ્યાન આપો. જો ઋતુ અનુસાર સ્કીન કેર કરવામાં ન આવે તો ત્વચા ડલ અને ડેમેજ થઈ જાય છે.

Skin Care: વરસાદી વાતાવરણમાં ચહેરા પર લગાવો આ વસ્તુ, ઓઈલી સ્કીન અને ડલનેસની સમસ્યા થઈ જશે દુર

Skin Care In Rainy Weather: બદલતા વાતાવરણની અસર ત્વચા ઉપર તુરંત દેખાવા લાગે છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ સીઝનમાં સ્કીન ઈન્ફેકશન ઝડપથી ફેલાય છે. તેથી જરૂરી છે કે તમે ચોમાસામાં તમારા સ્કીન કેર રુટીન પર પણ ખાસ ધ્યાન આપો. જો ઋતુ અનુસાર સ્કીન કેર કરવામાં ન આવે તો ત્વચા ડલ અને ડેમેજ થઈ જાય છે. જો તમે પણ તમારી ત્વચાની સંભાળ લેવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે પાર્લર જવાની કે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. ઘરમાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને પણ તમે સ્કીન કેર કરી શકો છો.  

વરસાદી વાતાવરણમાં ત્વચાની સંભાળ 

વધુ વાંચો:

લીંબુનો કરો ઉપયોગ

જો ત્વચા ડલ દેખાવા લાગે તો લીંબુનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે લીંબુનો ઉપયોગ રસોઈમાં વધારે કરવામાં આવે છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય લાભ માટે પણ થાય છે. લીંબુ વિટામિન c થી ભરપૂર હોય છે તેથી તેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે પણ કરી શકાય છે. તેના માટે લીંબુ ને અડધું કાપી લેવું અને પછી ચહેરા ઉપર મસાજ કરવી. આમ કરવાથી ચહેરા પરના ડાઘ ઝડપથી દૂર થાય છે અને ચહેરા પરથી એક્સ્ટ્રા ઓઈલ પણ દુર થશે. 

એલોવેરા જેલ

દરેક ઘરમાં એલોવેરાનો છોડ તો લગાવેલો જ હોય છે. તો બસ આ એલોવેરાનું એક પાંદડું કાપી તેની અંદરથી જેલ કાઢી નિયમિત સવારે અને સાંજે ચહેરા પર લગાવી મસાજ કરવી. તેનાથી સ્કીન ઈન્ફેક્શન થવાનું જોખમ ઘટે છે. 

દહીંનો ફેસપેક

દહીંનું સેવન નિયમિત રીતે કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને તેનાથી ત્વચાની સુંદરતા પણ વધી શકે છે. દહીંને ત્વચા પર લગાવવાથી ઈન્સ્ટંટ ગ્લો વધે છે. 

મધનો ચહેરા પર ઉપયોગ

મધ પણ ત્વચા માટે લાભકારી છે. મધમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જેનો ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે અને ડાઘ દૂર થાય છે. મધ લગાડવાથી ખીલથી મુક્તિ મળે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news