Home Remedies: ફાટેલી એડીને 7 દિવસમાં બનાવો સોફ્ટ અને સુંદર, અજમાવો આ 5 માંથી કોઈ એક ઘરેલુ ઉપાય
Home Remedies: શિયાળામાં શરીરની સાથે પગની પણ ખાસ કાળજી લેવી જોઈએ. ખાસ કરીને જેમને એડી ફાટવાની સમસ્યા હોય તેમણે પગની માવજત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને ફાટેલી એડીને 7 દિવસમાં સોફ્ટ અને સુંદર બનાવી શકો છો.
Home Remedies: શિયાળામાં શરીરની સાથે પગની પણ ખાસ કાળજી લેવી જોઈએ. ખાસ કરીને જેમને એડી ફાટવાની સમસ્યા હોય તેમણે પગની માવજત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને ફાટેલી એડીને 7 દિવસમાં સોફ્ટ અને સુંદર બનાવી શકો છો. 7 દિવસમાં ફાટેલી એડીની સમસ્યા દુર કરવા માટે રાત્રે સૂતા પહેલા તમારે આ 5 માંથી કોઈ એક વસ્તુ લગાડવી જોઈએ. શિયાળામાં નિયમિત આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી લાભ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જ થાઈલેન્ડ જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ અહીં, શિયાળામાં ફરવા માટે બેસ્ટ
મધ
ફાટેલી એડી પર તમે મધનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા પગની ત્વચા સોફ્ટ અને સુંદર બનશે. તેના માટે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા પગ પર મધ સારી રીતે લગાવવું જોઈએ.
નાળિયેર તેલ
નારિયેળ તેલ શરીર અને ચહેરા માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ એડી માટે પણ સાબિત થાય છે. જો તમારી એડી ફાટે છે તો તમે પણ તેને લગાવી શકો છો. રોજ રાત્રે એડી પર નાળિયેર તેલ લગાડવાથી 7 દિવસમાં સમસ્યા દુર થઈ જશે.
આ પણ વાંચો: આ હાઈવે પસાર કરતાં રસ્તા નજીક દેખાય અજાણી સ્ત્રી તો ધ્યાન ન આપતા તેના પર, નહીં તો...
ચોખાનો લોટ
ફાટેલી એડી માટે ચોખાનો લોટનો ખૂબ જ ફાયદાકારક છે. તેને તમે પગની ત્વચા પર સારી રીતે સ્ક્રબ કરીને લગાડી શકો છો.
ક્રીમ
જો તમે ઈચ્છો તો પગની ફાટેલી એડી પર ક્રીમ પણ લગાવી શકો છો. તેને લગાડવાથી પગની સ્કીન પણ સારી થઈ જાય છે. ક્રીમ નિયમિત લગાડશો તો અઠવાડિયાની અંદર તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશો.
આ પણ વાંચો: 40 પછીની ઉંમરે પણ દેખાવથી રહેવું હોય મલાઈકા જેવું તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)