Leftover Dal Paratha: ઘણી વખત બપોરના ભોજનમાં દાળ વધતી હોય છે. દાળ જ્યારે વધે છે તો બીજા દિવસે કે રાત્રે તેને ખાવાનું કોઈ પસંદ કરતું નથી. પરંતુ જો તમે વધેલી દાળનો ઉપયોગ અલગ જ વાનગીમાં કરો તો લોકો આંગણા ચાટીને તેને ખાઈ લેશે. આજે તમને જણાવીએ વધેલી દાળને કેવી રીતે ઉપયોગમાં લેવી. ઘરમાં કોઈપણ દાળ બની હોય જો તે વધે તો તેના પરોઠા બનાવીને તમે રાતના ભોજનમાં ઉપયોગમાં લઈ શકો છો દાળના પરોઠા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે તે ખૂબ ઓછા સમયમાં બની જાય છે. દાળના પરોઠા તુવેર દાળ, મગ દાળ, ચણા દાળ કે અન્ય કોઈપણ દાળમાંથી પણ બની શકે છે. તો ચાલો તમને જણાવીએ કે વધેલી દાળનો ઉપયોગ પરોઠા બનાવવા માટે કેવી રીતે કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાળના પરોઠા બનાવવાની સામગ્રી


આ પણ વાંચો:


આ રીતે તૈયાર કરો ત્વચા પર લગાવવાનું ઘી, રોજ રાત્રે લગાડવાથી 7 દિવસમાં વધી જશે ગ્લો


પાણીપુરીને બીજું શું કહેવાય? જાણો જુદા-જુદા વિસ્તારોમાં કયા નામે ઓળખાય છે પકોડી


આ રીતે ફ્રિજમાં રાખેલી રોટલીની કણક કાળી પણ નહીં પડે અને પોચા રૂ જેવા ફુલકા બનશે


બે કપ ઘઉંનો લોટ
વધેલી દાળ
અડધી ચમચી જીરૂ
બે ઝીણા સમારેલા લીલા મરચા
ત્રણ ચમચી લીલા ધાણા
તેલ જરૂર અનુસાર
મીઠું સ્વાદ અનુસાર



દાળના પરોઠા બનાવવાની રીત


સૌથી પહેલા એક બાઉલમાં લોટ લેવો. લોટને આજુબાજુ ફેલાવી વચ્ચે થોડી જગ્યા બનાવો. હવે તેમાં વધેલી દાળ ઉમેરો. સાથે જ જરૂર અનુસાર મીઠું મિક્સ કરી બધી જ સામગ્રીને બરાબર હલાવો. લોટ અને દાળ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચા, ધાણાભાજી જીરૂ અને એક ચમચી તેલ ઉમેરો. લોટને બરાબર ગુથી લો અને પછી 10 મિનિટ માટે ઢાંકીને રાખો. 


દસ મિનિટ પછી લોટમાંથી પરોઠા વણો અને પછી ગરમ થવા પર તેને ઘી અથવા તો તેલ લગાડીને શેકી લો. ગરમાગરમ પરોઠાને તમે દહીં અથવા તો અથાણા સાથે સર્વ કરી શકો છો.