Homemade Oil For Hair Problems: આજના સમયમાં મોટાભાગના લોકોને ખરતા વાળની ફરિયાદ હોય છે. પ્રદૂષણ, ડાયટ, અનિયમિત જીવનશૈલીના કારણે વાળ બેજાન થઈ જાય છે, ખરવા લાગે છે, ખોડો થઈ જાય છે. આવી સમસ્યાને દુર કરવા માટે અને ખાસ તો વાળને ખરતાં અટકાવવા માટે લોકો ઘણા બધા પ્રયત્નો કરે છે અને ખર્ચો પણ કરે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરતા વાળની અને અન્ય સમસ્યા દૂર કરવાનો આ ઉપાય એવો છે જેને દાદી નાની પણ અજમાવી ચૂક્યા છે. એટલે કે વર્ષો જૂનો આ ઉપાય આજે પણ એટલો જ કારગર છે. આ ઉપાય કરવાથી તમે ખરતા વાળની સમસ્યાથી મુક્ત થઈ જશો. વાળને ખરતા અટકાવે છે મેથી. આ વાત રિસર્ચમાં પણ સાબિત થઈ છે કે મેથીના દાણા સ્કેલ્પ માટે ફાયદાકારક છે. મેથીના દાણાનો ઉપયોગ કરવાથી સ્કેલમાં થતી બળતરા અને ખંજવાળ મટે છે. તેનાથી વાળને પોષણ પણ મળે છે તેથી ખરતા વાળની સમસ્યા દૂર કરવી હોય તો મેથી નો ઉપયોગ હેર માસ્ક તરીકે કરી શકાય છે.


આ પણ વાંચો:


ડાયાબિટીસના દર્દીએ રાત્રે દૂધ સાથે પીવો જોઈએ આ પાવડર, હાઈ બ્લડ સુગર થઈ જશે ભૂતકાળ


સફેદ વાળથી મળશે ગણતરીની મિનિટમાં જ છુટકારો, આ વસ્તુ સફેદ વાળને કરી દેશે કાળા


વાળને ઝડપથી કરવા હોય લાંબા તો ખાવાનું શરુ કરો આ 5 Superfood, 30 દિવસમાં દેખાશે ગ્રોથ


મેથીનું તેલ બનાવવાની સામગ્રી


અડધી વાટકી મેથી દાણા
નાળિયેરનું તેલ
ચાર ચમચી એલોવેરા જેલ
પાંચ ચમચી કલોંજી
10 થી 12 લીમડાના પાન
પાંચ થી છ જાસૂદના ફૂલ
ત્રણ લવિંગ
એક ડુંગળી



સૌથી પહેલા મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે મેથી બરાબર પલળી જાય પછી તેને સુતરાઉ કપડામાં બાંધીને ઢાંકીને રાખી દો જેથી તે અંકુરિત થાય. ત્યાર પછી મેથીને તડકામાં સુકાવી લેવી જેથી તેનો રંગ બદલી જશે. મેથી સુકાઈ જાય પછી તેનો પાવડર તૈયાર કરી લેવો. ત્યાર પછી એક મોટા વાસણમાં પાણી ભરી તેમાં નાળિયેરનું તેલ ઉમેરો અને તેને ધીમા તાપે ઉકાળો. ત્યાર પછી મેથીનો પાઉડર કલોંજીનો પાવડર અને અન્ય સામગ્રી ઉમેરો અને તેલને બરાબર ઉકાળો. પાણી પડી જાય અને પછી તેલ બાકી રહે ત્યારે ગેસ બંધ કરી દેવો. આ તેલ ઠંડુ થાય એટલે સ્ટોર કરી અને વાળમાં તેનો ઉપયોગ કરો. આ તેલ લગાડવાથી ખરતા વાળ અટકશે અને સાથે જ સફેદ થતાં વાળની સમસ્યા પણ દૂર થશે.