Skin Care: ન્યૂ યર પાર્ટી માટે આ 4 સ્ટેપ ફોલો કરી સ્કિનને કરો પાર્ટી રેડી, ચહેરા પર દેખાશે ગજબનો ગ્લો
Skin Care: જો ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવો હોય અને ઈચ્છા હોય કે 31ની પાર્ટીમાં બધાની નજર તમારા પર રહે તો આજે તમને 4 ટીપ્સ જણાવીએ. જેને ફોલો કરીને તમે સ્કિન કેર કરશો તો થર્ટી ફસ્ટની પાર્ટીમાં તમારા ચહેરા પર ગજબનો ગ્લો દેખાશે.
Skin Care: ગણતરીના દિવસોમાં નવા વર્ષની શરૂઆત થશે. નવા વર્ષને વેલકમ કરવા માટે થર્ટી ફર્સ્ટ પર લોકો પોતાના મિત્રો સાથે ન્યૂયર પાર્ટી પ્લાન કરે છે. જો તમે પણ ન્યૂયર પાર્ટીમાં જવાના હોય તો તમે પણ ચોક્કસથી તૈયારી કરતા હશો કે તમે પાર્ટીમાં કેવા કપડાં પહેરશો. પાર્ટીમાં પહેરવાના આઉટ ફીટની સાથે તમારે તમારા ચહેરા પરના ગ્લો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. શિયાળાનો સમય ચાલી રહ્યો છે તેવામાં સ્કિન ડ્રાય રરહે છે. સ્કિનની ડ્રાઇનેસના કારણે સુંદરતા પણ ઝાંખી પડી જાય છે. તેવામાં જો ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવો હોય અને ઈચ્છા હોય કે 31ની પાર્ટીમાં બધાની નજર તમારા પર રહે તો આજે તમને 4 ટીપ્સ જણાવીએ. જેને ફોલો કરીને તમે સ્કિન કેર કરશો તો થર્ટી ફસ્ટની પાર્ટીમાં તમારા ચહેરા પર ગજબનો ગ્લો દેખાશે.
આ રીતે સ્કિનને કરો પાર્ટી રેડી
આ પણ વાંચો: રેસ્ટોરન્ટ જેવી જ તંદુરી રોટી ઘરે પણ બનશે.. બસ લોટ બાંધતી વખતે આ ટીપ્સ ફોલો કરો
સ્કીનને હાઇડ્રેટ કરો
ઠંડી ઋતુના કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે આ ડ્રાયનેસને દૂર કરવા માટે સૌથી પહેલા ત્વચાને હાઇડ્રેટ કરો. તેના માટે દિવસમાં પૂરતું પાણી પીવાની શરૂઆત કરો. દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીશો તો ચહેરા પર મોઈશ્ચર જળવાઈ રહેશે.
નાઈટ સ્કિન કેર
દિવસે બહાર જતી વખતે જે રીતે તમે સ્કિનને રેડી કરો છો તે રીતે રાત્રે પણ સ્કિનની સંભાળ કરવી જરૂરી છે. સૌથી પહેલા રાત્રે સુતા પહેલા મેકઅપ હટાવો અને ચહેરાની એક સારી રીતે ક્લીન કરો. ત્યાર પછી લોશન અથવા તો સીરમ લગાડીને ઊંઘવાનું રાખો.
સ્ક્રબ કરો
ત્વચા પર ડેડ સ્કીન જમા થઈ ગઈ હોય તો તેનાથી પણ ત્વચા ડલ પડી જાય છે. ત્વચા પરથી ડેડ સ્કિન અને ગંદકી હટાવવા માટે સ્ક્રબ કરવું જરૂરી છે. સ્ક્રબ કરવાથી ડેડ સ્કીન સેલ્સ હટી જાય છે. પાર્ટીમાં જતા પહેલા એક કે બે દિવસ સ્ક્રબ કરો.
આ પણ વાંચો: શરીર પર જામેલા ચરબીના થરથી મુક્તિ અપાવશે આદુ, વજન ઓછું કરવા આ રીતે કરો ઉપયોગ
ફેસપેક લગાવો
આ ત્રણ સ્ટેપ ફોલો કર્યા પછી ચોથું સ્ટેપ છે ચહેરા પર ફેસપેક લગાવો. સ્કિન પર ગ્લો આવે તે માટે ફેસપેકનો ઉપયોગ કરવો જરૂરી છે તમે સ્કીન માટે તમારી ત્વચાને અનુકૂળ હોય એવી વસ્તુઓ સાથે હોમમેડ ફેસપેક બનાવી શકો છો. જેમાં તમે કોફી, મધ, ચોખાનું પાણી, ચણાનો લોટ વગેરે વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો કાચા દૂધમાં હળદર ઉમેરીને તેનાથી પણ ચહેરાને સાફ કરી શકો છો.
આ પણ વાંચો: Weight Loss: શિયાળામાં પણ ઝડપથી ઓગાળવી હોય ચરબી તો ડેલી રુટીનમાં ખાવા આ 6 ફળ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)