Roti Samosa Recipe : દરેક ઘરમાં જમવામાં રોટલી બનતી હોય છે. પરંતુ ક્યારેક એવું બને છે કે જમવા માટે બનાવેલી રોટલી ખવાતી નથી અને તે વધે છે. જ્યારે રોટલી વધે છે તો તેને ફેંકી દેવામાં મન માનતું નથી અને ઠંડી રોટલી કોઈને ખાવી પસંદ નથી હોતી. આવી સમસ્યાનો ઉકેલ એક ટેસ્ટી વાનગી બનાવીને લાવી શકાય છે. જો તમારા ઘરે રોટલી બચી ગઈ હોય તો તેનો ઉપયોગ કરીને તમે ટેસ્ટી સમોસા બનાવી શકો છો. વધેલી રોટલીમાંથી બનેલા સમોસા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


કાચી કેરીનો ઉપયોગ કરી ઘરે આ રીતે બનાવો ટેસ્ટી 'આમ પન્ના', શરીરને મળશે ગરમીથી રાહત


લીંબુનો રસ કાઢી તેની છાલને ફેંકવી નહીં, આ રીતે બનાવો લીંબુની છાલનું અથાણું


લોઢાની તવી પર પણ ઉતરશે પરફેક્ટ Dosa, ઉતારતી વખતે અપનાવો આ ટીપ્સ


સમોસા બનાવવાની સામગ્રી


રોટલી- 4
બાફેલા બટાકા -  3
ચણાનો લોટ - 3 ચમચી
લીલા મરચા સમારેલા - 2
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
કોથમીર જરુર અનુસાર
તેલ - તળવા માટે
મીઠું - સ્વાદ મુજબ


રોટલીના સમોસા બનાવવાની રીત


રોટલી સમોસા બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફીને ઠંડા કરી લેવા. ત્યારબાદ તેની છાલ કાઢીને તેને મેશ કરી લેવા.  એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું અને લીલા મરચાં નાખીને સાંતળો. ત્યારપછી તેમાં મેશ કરેલા બટેટા ઉમેરો અને સારી રીતે હલાવો. ત્યારબાદ તેમાં બધા મસાલા અને મીઠું ઉમેરીને બરાબર મીક્સ કરી લો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી તેને ઠંડુ થવા દો.


સમોસા બનાવતા પહેલા તેને ચોંટાડવા માટે ચણાના લોટમાં પાણી ઉમેરી સ્લરી તૈયાર કરો. હવે રોટલીને વચ્ચેથી કાપી અને એક ટુકડો લેવો. તેમાંથી કોન બનાવી લો અને તેમાં બટાકાનું ફિલિંગ ભરો. રોટલીની કિનારી પર ચણાના લોટની સ્લરી લગાવી તેને સમોસાનો આકાર આપો. 5 મિનિટ તેને સેટ થવા દો અને પછી ગરમ તેલમાં મધ્યમ તાપે તળી લો.