Home Made Face Wash: ગરમીના દિવસોમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. તેમાં સૌથી વધારે સનબર્ન અને આંખ નીચે ડાર્ક સર્કલ ની સમસ્યા દેખાવવા લાગે છે. વારંવાર થતાં પરસેવાના કારણે ખીલ અને ડાઘ પણ વધી જાય છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મોંઘા ફેસવોશ અને ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનાથી આડઅસર થવાની ચિંતા પણ રહે છે. તેવામાં આજે તમને એક હોમમેડ ફેસવોશ બનાવવાની રીત જણાવીએ. આ ફેસવોશની ખાસિયત એ છે કે તેની કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી અને તેનો ઉપયોગ કરવાથી તમને ઉનાળામાં પણ રિફ્રેશિંગ ત્વચા જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


જાણો ભારતમાં કયા કયા પ્રકારની મળે છે કેરીઓ અને કેવી રીતે પડ્યા તેના નામ


ગરમીની આ સીઝનમાં બનાવો 3 નવી રીતે લીંબુ પાણી, દાઢે વળગી જશે સ્વાદ


આ Tips ફોલો કરીને જાણો કેરી મીઠી અને પાકી છે કે નહીં, આ રીત ચેક કરશો તો નહીં છેતરાવ


ફેસવોશ બનાવવાની સામગ્રી


આ ફેસવોશ બનાવવા માટે સંતરાની છાલનો પાવડર, તુવેર દાળ અને હળદરની ગાંઠની જરૂર પડશે. 


ફેસવોશ બનાવવાની રીત


સૌથી પહેલા મિક્ષ્ચર ગ્રાઇન્ડરમાં અડધી વાટકી સંતરાની છાલ, એક ચમચી દાળ અને એક ટુકડો હળદરનો લેવો અને તેને બરાબર પીસી લેવું. પાવડર તૈયાર થઈ જાય પછી તેને ચાળી લેવું. હવે જે પાવડર સાફ કરેલો અલગ કાઢેલો છે તેને એક વાટકીમાં લેવું અને તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી. હવે આ મિશ્રણથી નહાતા પહેલા ચહેરો બરાબર સાફ કરવો અને તેને થોડીવાર માટે રહેવા દેવું. થોડા દિવસ સુધી તમે આ ફેસવોશ નો ઉપયોગ કરશો એટલે તમારી ત્વચાની સુંદરતા ખીલી ઉઠશે.


Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. આના ઉપયોગ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. zee24kalak કલાક આની પુષ્ટી નથી કરતું.