Beauty Care: કોસ્મેટિક્સ પ્રોડક્સ અને મેકઅપનો સામાન ખરીદતાં પહેલાં ચેતજો! ન કરતા આવી ભૂલ
કોસ્મેટિક્સ ખરીદતા સમયે કેટલીક સાવધાનીઓ રાખવી ખાસ જરૂરી છે. નહીં તો તેની ખરાબ અસર તમારી ત્વચા પર પડી શકે છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, જે મેકઅપની ખરીદી કરતા પહેલા ધ્યાનમાં રાખવી જરૂરી છે.
નવી દિલ્હીઃ આજકાલ સૌ કોઈ પ્રેઝન્ટેબલ દેખાવા માંગે છે. એમાં પણ તહેવારોના સમયમાં તો ખાસ. દરેક મહિલાના જીવનમાં આજે કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનું ખાસ મહત્વ છે. પરંતુ શું તમને ખબર છે કે, કોસ્મેટિક્સ ખરીદતા સમયે કેટલીક સાવધાનીઓ રાખવી ખાસ જરૂરી છે. નહીં તો તેની ખરાબ અસર તમારી ત્વચા પર પડી શકે છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, જે મેકઅપની ખરીદી કરતા પહેલા ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ત્વચાનો પ્રકાર જાણો-
સૌથી પહેલા તમારી ત્વચાનો પ્રકાર જાણવો જરૂરી છે. તૈલીય, સુકી, સંવેદનશીલ અને મિશ્ર ત્વચા માટે અલગ-અલગ પ્રોડક્ટ્સ આવે છે. જે તમારા સ્કિન ટાઈપ પ્રમાણે તમને રીઝલ્ટ આપે છે. જેથી તેના પ્રમાણે પ્રોડક્ટ્સ લેવી જરૂરી છે.
સ્કિન ટોનની જાણકારી-
ત્વચાના પ્રકારની સાથે તમારો સ્કિન ટોન જાણવો જરૂરી છે. સ્કિન ટોનના કૂલ, વૉર્મ, ન્યૂટ્રલ એવા પ્રકારો હોય છે. આ માટે તમારે કાંડાની નસનો રંગ જોવા પડશે. જો એ નસ બ્લૂ છે તો તમારો સ્કિન ટોન કૂલ છે. જો તે ગ્રીન છે તો તમારો સ્કિન ટોન વૉર્મ છે અને બ્લૂ કે ગ્રીન બંને ન હોય તો તમારો સ્કિન ટોન ન્યૂટ્રલ છે.
પ્રોડક્ટના ઈન્ગ્રેડિયન્ટ્સ-
મેકઅપ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેમાં ક્યા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જાણવું જરૂરી છે. કારણ કે કેટલાક પદાર્થો તમારી ત્વચાને અનુકૂળ નહીં આવે એવું પણ બની શકે છે. તમને એલર્જી થઈ શકે છે. જેથી તેમાં રહેલા પદાર્થો જાણવા જરૂરી છે.
ઑનલાઈન ખરીદી કરતા સાવધાન-
આજકાલ મેકઅપનો સામાનો ઑનલાઈન ખરીદવાનું ચલણ વધ્યું છે. પરંતુ આ સમયે તમારે સાવધાન રહેવાની જરૂર છે. વિશ્વાસપાત્ર જગ્યાએથી જ આ સામાન ખરીદો. બને તો ખરીદી કરતા પહેલા તેના રીવ્યૂ વાંચી લો. ઈન્ટરનેટ પર તમે તેના રીવ્યૂ ચેક કરી શકો છો.
પેચ ટેસ્ટ કરો-
કોઈ પણ મેકઅપ ખરીદતા પહેલા બને તો પેચ ટેસ્ટ કરો. એટલે કે હાથ પર અથવા કાનની પાછળ ડોક પર એ પ્રોડક્ટ અપ્લાય કરો. થોડીવાર રહેવા દો. તેનો ફાયદો એ થશે કે, તમારી ત્વચાને પ્રોડક્ટ સુટ કરે છે કે નહીં તેની તમને ખબર પડશે. અને તમે ત્વચાને થનારા સંભવિત નુકસાનથી બચી જશો.