કેરી ખરીદતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આટલી વાતો, જાણીને તમને પણ લાગશે નવાઈ
નવી દિલ્લીઃ ઉનાળાના સમયમાં ફળનું નામ આવતા જ સૌથી પહેલા જે ફળનો ખ્યાલ આવે તે માત્રને માત્ર કેરી છે. કેટલાક લોકોને કેરી એટલી પ્રિય હોય છે કે તે લોકો માત્ર કેરી ખાવા માટે ઉનાળાની રાહ જોતા હોય છે. કેરી ખાવાથી લોકોનો મૂડ સુધરી જાય છે કારણ કે તે ખુબ સ્વાદિષ્ટ હોય છે.
કેટલાક લોકોને દશરી ભાવે છે તો કેટલાક લોકોને લંગડો, તો કેટલાક લોકોને કેસર કેરી તો કેટલાક લોકોને હાફુસ. કેટલાક લોકોને નીલમ તો કેટલા લોકોને બદામ તો કેટલાકને તોતાપુરી. એટલી બધી વેરાયટીમાં કેરી ઉપ્લબ્ધ છે કે કેરીનું નામ સાંભળતા જ લોકોના મોહમાં પાણી આવી જાય છે. પરંતુ કેરીની ખરીદી વખતે આપણે બધા કેટલીક ભૂલો કરતા હોય છે. અને આ ભૂલના કારણે જ મીઠીની જગ્યા પર ખાટી કેરી ખાવી પડતી હોય છે. આજે અમે આપને જણાવીશું કે તાજી અને મીઠી કેરીઓ અંગે કેવી રીતે ખબર પડશે.
મીઠી કેરીઓ કેવી રીતે શોધવીઃ
જ્યારે પણ માર્કેટમાં કેરી ખરીદવા જાઓ ત્યારે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખો કે જે કેરી આપ ખરીદો છો તે જૂની તો નથીને. આપ કેરીના છોતરાંને જોઈને એ વાતનો અંદાજ લગાવી શકો છો. જો કેરીનું છોતરું સંકોચાયેલું છે તો આપ સમજી જાઓ કે કેરી જૂની છે. જો કેરીનું છેતરું એકદમ કડક અને પીળુ છે તો તેનો અર્થ કે કેરી એકદમ ફ્રેશ છે.
કેરીની ખરીદી દરમિયાન આપ કેરીને સુંઘીને પણ જોઈ શકો છો. જો કેરીની સુગંધ આવે છે તો સમજી જાઓ કે કેરી સંપૂર્ણ પાકી ગઈ છે. અને જો કેરીમાં દારુની ગંધ આવે તો સમજી જાઓ કે તેમા કેમિકલ મેળવેલું છે.
કેરી ખરીદતી વખતે એ જોજો કે કેરી પર કોઈ ડાઘ કે કાળો સપોર્ટ તો નથીને. અગર હા તો શક્યતા છે કે કેરીને કેમિકલથી પકાવવામાં આવી છે. જ્યારે ધબ્બા વગરની કેરીનો રંગ ચમકદાર હોય છે. ક્યારેય વધારે કડક કે વધારે ટાઈટ કેરી ના ખરીદશો. શક્યતા છે કે અંદરથી કેરી કાચી નીકળે. તેવામાં જ્યારે પણ કેરી ખરીદો ત્યારે હલકુ દબાવીને ખરીદો.